Home Gujarat Mendarda Tdo In The Clutches Of Acb In Junagadh

જૂનાગઢમાં ACB ના સકંજામાં મેંદરડા TDO! : 80 હજાર લાંચ લેતો ઝડપાયો, ATVTના કામોના વર્ક ઓર્ડર માટે માંગ્યા હતા 1 લાખ 65 હજાર

જૂનાગઢમાં ACB ના સકંજામાં મેંદરડા TDO!
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2026, 02:03 PM IST

જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સફળ ટ્રેપ હાથ ધરવામાં આવી, જેમાં તાલુકા વિકાસ અધિકારી (TDO)ને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી 2 ફેબ્રુઆરી 2026ના રોજ મેંદરડા તાલુકા પંચાયત કચેરી ખાતે કરવામાં આવી હતી.

એક લાખ 65 હજાર લાંચ માગી હતી

આ મામલે ફરીયાદી તરીકે એક જાગૃત નાગરિક દ્વારા ACBમાં ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદ અનુસાર મેંદરડાના TDO તુષાર વિઠ્ઠલભાઈ રાદડીયા (વર્ગ-2) દ્વારા ફરીયાદીના ગામમાં ATVTના કામોના વર્ક ઓર્ડર કાઢી આપવા તેમજ અગાઉ થયેલા કામોના મુદ્દે કુલ રૂ. 1,65,000ની લાંચની માંગ કરવામાં આવી હતી. જેમાંથી અડધા પૈસા તાત્કાલિક આપવા જણાવતાં આરોપીએ રૂ. 80,000 સ્વીકારવાની સંમતિ આપી હતી.

80,000 લાંચ લેતા ઝડપાયો

ACB દ્વારા પૂર્વ આયોજન મુજબ ટ્રેપ ગોઠવવામાં આવ્યો હતો. ટ્રેપ દરમિયાન તાલુકા પંચાયત કચેરી, મેંદરડા ખાતે પંચો રૂબરૂ આરોપી તુષાર રાદડીયાએ ફરીયાદી પાસેથી રૂ. 80,000ની લાંચની રકમ સ્વીકારી હતી. આ રકમ ACB દ્વારા સ્થળ પરથી જ જપ્ત કરવામાં આવી હતી. લાંચની સ્વીકારેલી અને રીકવર કરાયેલ રકમ બંને રૂ. 80,000 હોવાનું નોંધાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now