Home Gujarat Mehsana Urban Coop Bank 64 Crore Fraud Cid Crime Arrest

મહેસાણા અર્બન કો-ઓપ બેંક સાથે ₹64 કરોડની છેતરપીંડી : CID ક્રાઇમ દ્વારા મુખ્ય આરોપીની ધરપકડ

મહેસાણા અર્બન કો-ઓપ બેંક સાથે ₹64 કરોડની છેતરપીંડી
Published by: OBS Bureau
Last Updated: Feb 13, 2026, 11:38 AM IST

મહેસાણા અર્બન કો-ઓપરેટિવ બેંક લી. પાસેથી ડેવલોપમેન્ટ અને બિઝનેસ લોન લઈ તેની ભરપાઈ કર્યા વગર કરોડો રૂપિયાની છેતરપીંડી અને વિશ્વાસઘાત કરનાર આરોપીને ફ્રોડ ઇન્વેસ્ટિગેશન સેલ, CID ક્રાઇમ ગાંધીનગર દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે.

તપાસ મુજબ, 2016 થી 2023 દરમ્યાન આરોપીઓએ મળતાવળ કરીને ખોટા વેલ્યુએશન રિપોર્ટ અને ખોટા બાંધકામ સર્ટિફિકેટ બનાવી બેંક સમક્ષ સાચા તરીકે રજૂ કર્યા હતા. ગુનાહિત ષડયંત્ર રચી મહેસાણા અર્બન કો-ઓપ બેંક પાસેથી લોન મેળવી તેની ભરપાઈ કર્યા વગર વ્યક્તિગત ઉપયોગમાં લઈ કુલ રૂપિયા 64,04,49,553/- ની નાણાકીય ઉચાપત કરી હતી.

આ અંગે CID ક્રાઇમ ગાંધીનગર ઝોન પોલીસ સ્ટેશનમાં IPC કલમ 409, 420, 465, 467, 468, 471, 120(B), 114 મુજબ ગુનો નોંધાયો છે. ફરિયાદ અનિલકુમાર જયંતિલાલ પટેલ, મેનેજર (લીગલ), મહેસાણા અર્બન કો-ઓપ બેંક દ્વારા નોંધાવવામાં આવી હતી.

તપાસ દરમિયાન આરોપી મનોજકુમાર નાર્ગાજુન ચૌધરી (રહે. ગાંધીધામ, કચ્છ) ને ગાંધીધામમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. આ કેસમાં બેંકના પૂર્વ અધિકારીઓ સહિત અન્ય આરોપીઓની સંડોવણી પણ સામે આવી છે. વધુ તપાસ ચાલુ હોવાનું CID ક્રાઇમ દ્વારા જણાવાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now