Home Gujarat Massive Fire Breaks Out In High Rise Building In Surat Citylight

સુરત સિટીલાઈટમાં હાઇરાઇઝ બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ : ઉપલા માળ સુધી ધુમાડો દેખાતા નાસભાગ

સુરત સિટીલાઈટમાં હાઇરાઇઝ બિલ્ડીંગમાં લાગી ભીષણ આગ
Published by: OBS Bureau
Last Updated: Feb 14, 2026, 07:05 AM IST

સુરત શહેરના સિટીલાઈટ વિસ્તારમાં આવેલ હાઇરાઇઝ બિલ્ડીંગમાં આગની ઘટના સામે આવી છે. બિલ્ડીંગના ઉપરના માળ સુધી ઘાટો ધુમાડો પહોંચતા રહેવાસીઓમાં અફરાતફરી મચી ગઈ હતી.

આગ એટલી ભયાનક હતી કે દૂરથી જ ધુમાડાના ગોટેગોટા દેખાતા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી હતી. પ્રાથમિક માહિતી મુજબ બિલ્ડીંગના બેઝમેન્ટમાં પડેલા થર્મોકોલના કચરામાં આગ લાગી હતી. આગના કારણે ઉઠેલો ઘાટો ધુમાડો લિફ્ટ શાફ્ટ અને સીડી માર્ગે ઉપરના માળ સુધી પહોંચ્યો હતો.

ઘટનાની જાણ થતાં જ સુરત ફાયર વિભાગની સુરત ફાયર વિભાગની ટીમ સ્થળ પર દોડી આવી અને આગને કાબૂમાં લેવા માટે કામગીરી શરૂ કરી હતી. ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક પાણીનો મારો ચલાવી પરિસ્થિતિ નિયંત્રણમાં લેવાના પ્રયાસો હાથ ધરાયા છે.

સદનસીબે મુજબ કોઈ જાનહાનિ નોંધાઈ નથી, પરંતુ ધુમાડાને કારણે રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ આગ લાગવાના ચોક્કસ કારણોની તપાસ કરી રહ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now