Home Entertainment Mary Kom Fame Nepali Veteran Actor Sunil Thapa Suffers Heart Attack

'Mary Kom' ફેમ દિગ્ગજ અભિનેતા સુનીલ થાપાનું નિધન : 68 વર્ષે આવ્યો હાર્ટ એટેક, બોલિવૂડ-નેપાળી સિનેમાને મોટો ફટકો

'Mary Kom' ફેમ દિગ્ગજ અભિનેતા સુનીલ થાપાનું નિધન
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2026, 08:24 AM IST

Sunil Thapa: પ્રિયંકા ચોપડા સ્ટારર 'Mary Kom'માં કોચની યાદગાર ભૂમિકા ભજવનારા અને નેપાળી સિનેમાના આઈકોનિક વિલન 'રાતે કૈલા' તરીકે જાણીતા વેટરન અભિનેતા સુનીલ થાપા હવે આપણી વચ્ચે નથી રહ્યા. તેમનું 68 વર્ષની વયે હૃદયરોગના હુમલાથી (કાર્ડિયાક એરેસ્ટ) નિધન થયું છે.

અહેવાલો અનુસાર, સવારે તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી. તેઓ અચેત અવસ્થામાં કાઠમંડુના થાપાથલીમાં આવેલા નોર્વિક હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું અવસાન થયું. હોસ્પિટલમાં કરાયેલા ECG રિપોર્ટથી હાર્ટ એટેકની પુષ્ટિ થઈ છે.

ભારતીય પ્રેક્ષકોમાં પણ ખૂબ લોકપ્રિયતા

સુનીલ થાપાએ નેપાળી, બોલિવૂડ અને ભોજપુરી ફિલ્મોમાં 300થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો હતો. 'ચિનો' ફિલ્મમાં તેમના 'રાતે કૈલા' રોલે તેમને નેપાળમાં અમર બનાવ્યા, જ્યારે 'મેરી કોમ'માં પ્રિયંકા ચોપડાના કોચ તરીકે અને 'ધ ફેમિલી મેન' જેવી વેબ સિરીઝમાં તેમના પાવરફુલ પર્ફોર્મન્સે ભારતીય પ્રેક્ષકોમાં પણ ખૂબ લોકપ્રિયતા મેળવી હતી. નેપાળી સિનેમા અને બોલિવૂડના આ દિગ્ગજ અભિનેતાના અવસાનથી આખા ફિલ્મ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
જ્યારે ૩૩ વર્ષ પહેલાં, ધુરંધરના જમીલ જમાલી બન્યા 'ખબરી'
LIVE SHOW દરમિયાન મિસ થાઈલેન્ડ કન્ટેસ્ટન્ટના નકલી દાંત પડ્યા
Play Video
વિજયની છેલ્લી ફિલ્મ 'jana Nayagan' ને નવો ઝટકો!
'Dhurandhar 2' એ 9 દિવસમાં તોડ્યા 9 મોટા રેકોર્ડ
ઓર્ગેન્ઝા સાડી અને કુંદન ચોકર