Home Automobile Maruti Suzuki Starts Production Of Lithium Ion Batteries

Maruti Suzuki એ lithium-ion બેટરીનું ઉત્પાદન શરૂ કર્યું : Fronx જેવી બજેટ-ફ્રેન્ડલી હાઇબ્રિડ કાર ટૂંક સમયમાં લોન્ચ થશે

Maruti Suzuki એ lithium-ion બેટરીનું ઉત્પાદન શરૂ કર્યું
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 06:32 AM IST

Maruti Suzuki Fronx: મારુતિ સુઝુકી હવે ફક્ત ઇલેક્ટ્રિક વાહનો (EVs) પર જ નહીં પરંતુ હાઇબ્રિડ કાર પર પણ વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. કંપની માને છે કે, ભારત જેવા બજારમાં, જ્યાં ફ્યુલ એફિશન્સી અને બજેટ સૌથી આગળ રહે છે, ત્યાં સસ્તી હાઇબ્રિડ કાર ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ ટેકનોલોજી, જે અત્યાર સુધી ગ્રાન્ડ વિટારા અને ઇન્વિક્ટો જેવી પ્રીમિયમ હાઇબ્રિડ કાર સુધી મર્યાદિત હતી, તે આગામી સમયમાં ફ્રોન્ક્સ જેવી કોમ્પેક્ટ અને બજેટ ફ્રેન્ડલી SUV માં પણ જોવા મળશે.

lithium-ion ની બેટરી

હાઇબ્રિડ કાર મોંઘી બનાવવાનું સૌથી મોટું કારણ તેના ભાગો અને બેટરી પેક છે, પરંતુ મારુતિ સુઝુકી માને છે કે, સ્થાનિકીકરણ દ્વારા તેની કિંમતમાં નોંધપાત્ર ઘટાડો કરી શકાય છે. આ જ કારણ છે કે, કંપનીએ ભારતમાં lithium-ion બેટરી અને ઇલેક્ટ્રોડનું ઉત્પાદન શરૂ કરવાની જાહેરાત કરી છે. શરૂઆતમાં, આ બેટરી અને ઇલેક્ટ્રોડનો ઉપયોગ ગ્રાન્ડ વિટારા હાઇબ્રિડ માટે કરવામાં આવશે, પરંતુ પછીથી તેનો ઉપયોગ ફ્રોન્ક્સ અને આગામી નવી SUVs જેવી અન્ય કારોમાં પણ ઉપયોગ કરવામાં આવશે. આનાથી મારુતિને સસ્તી હાઇબ્રિડ કાર રજૂ કરવાની તક મળશે.

સસ્તી હાઇબ્રિડ કારનું ભવિષ્ય

મારુતિ સુઝુકીએ પહેલેથી જ કહ્યું છે કે, ભવિષ્યમાં તે હાઇબ્રિડ ટેકનોલોજીને ફક્ત મોંઘી કાર સુધી મર્યાદિત નહીં રાખે. આનો અર્થ એ છે કે, ભારતીય ગ્રાહકોને ટૂંક સમયમાં હાઇબ્રિડ ટેકનોલોજીવાળી સસ્તી SUVs પણ જોવા મળશે. આ નવી મારુતિની ફ્રોન્ક્સ 3 સપ્ટેમ્બર, 2025 એ લોન્ચ થવાની છે. જે lithium-ion નું શરૂઆતી ઉદાહરણ હોઇ શકે છે. તમને જણાવી દઈએ કે, સ્ટ્રોંગ હાઇબ્રિડ કાર માઇલ્ડ હાઇબ્રિડ કારથી અલગ છે. તેમાં EV મોડ પણ છે અને માઇલેજ ડીઝલ કાર કરતા વધુ હોઈ શકે છે. આ જ કારણ છે કે, મારુતિ તેને ડીઝલ કારના વિકલ્પ તરીકે વિચારી રહી છે.

રોકાણ અને ભવિષ્યની યોજનાઓ

મારુતિ સુઝુકીએ પહેલેથી જ જાહેરાત કરી છે કે, તે 2031 સુધીમાં ભારતમાં રૂ. 70,000 કરોડનું રોકાણ કરવાની છે. આ રોકાણનો ઉપયોગ બેટરી, સેલ, હાઇબ્રિડ ટેકનોલોજી અને ઇલેક્ટ્રિક વાહનોના સ્થાનિકીકરણમાં કરવામાં આવશે. આનો સીધો સંકેત છે કે, કંપની આગામી વર્ષોમાં ભારતીય રસ્તાઓ પર માત્ર પ્રીમિયમ જ નહીં પરંતુ બજેટ-ફ્રેંડલી હાઇબ્રિડ કાર પણ લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now