Home Automobile Maruti Suzuki Khoraj Plant Investment Gujarat Jobs

Maruti Suzuki ખોરજમાં સ્થાપશે નવો પ્લાન્ટ : 12000 લોકોને મળશે સીધી નોકરી

Maruti Suzuki ખોરજમાં સ્થાપશે નવો પ્લાન્ટ
Published by: Offbeat Team
| Last Updated: Jan 18, 2026, 03:00 PM IST

ભારતની અગ્રણી ઓટોમોબાઈલ કંપની Maruti Suzuki India Limited દ્વારા ગુજરાતના ઔદ્યોગિક વિકાસમાં એક નવો અધ્યાય ઉમેરવા જઈ રહી છે. કંપનીએ અમદાવાદ અને ગાંધીનગરની નજીક આવેલા ખોરજમાં એક વિશાળ ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા માટે 35000 કરોડ રૂપિયાના જંગી રોકાણની સત્તાવાર જાહેરાત કરી છે. આ મેગા પ્રોજેક્ટ દ્વારા કંપની દર વર્ષે 10 લાખથી વધુ કાર બનાવવાનું લક્ષ્ય ધરાવે છે. આ નવા એકમના નિર્માણથી ગુજરાતમાં અંદાજે 12000 લોકોને સીધી રોજગારી પ્રાપ્ત થશે, જે રાજ્યના યુવાનો માટે કારકિર્દીની મોટી તક સાબિત થશે.

1750 એકરમાં ફેલાશે અત્યાધુનિક ફેક્ટરી

Maruti Suzukiનો આ નવો પ્લાન્ટ Gujarat Industrial Development Corporation (GIDC) દ્વારા ફાળવવામાં આવેલી 1750 એકર જમીન પર તૈયાર કરવામાં આવશે. ગાંધીનગરમાં આયોજિત એક વિશેષ કાર્યક્રમ દરમિયાન કંપનીના MD Hitachi Takeuchiએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આ રોકાણ અંગેનો ઈન્વેસ્ટમેન્ટ લેટર સુપરત કર્યો હતો. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કંપનીના એક્ઝિક્યુટિવ મેમ્બર સુનિલ કક્કડ પણ હાજર રહ્યા હતા. કંપનીના આ પગલાથી ગુજરાતની આર્થિક ગતિમાં મોટો ઉછાળો આવવાની અપેક્ષા છે.

ઓટોમોબાઈલ હબ તરીકે ગુજરાતની નવી ઓળખ

મુખ્યમંત્રીએ આ રોકાણને આવકારતા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે, ખોરજમાં આ મેગા ફેક્ટરીના આગમનથી સહાયક ઉદ્યોગો અને MSMEsના વિકાસને વેગ મળશે. તેનાથી રાજ્યમાં એક મજબૂત ઓટો મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર તૈયાર થશે. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારત અને જાપાન વચ્ચેની ભાગીદારી આ પ્રોજેક્ટથી વધુ ગાઢ બની છે, જે ગુજરાતની શ્રેષ્ઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉદ્યોગ સાનુકૂળ નીતિઓ પર વૈશ્વિક રોકાણકારોના વિશ્વાસનું પ્રતીક છે.

પર્યાવરણ અને વિકાસનો સમન્વય

નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ રોકાણને ગુજરાતની 'ગ્રોથ સ્ટોરી' માટે ગૌરવની ક્ષણ ગણાવી છે. આ પ્રોજેક્ટથી માત્ર નોકરીઓ જ નહીં, પરંતુ ઈનોવેશન અને ઔદ્યોગિક વૃદ્ધિને પણ પ્રોત્સાહન મળશે. Maruti Suzukiએ પોતાની પ્રથમ સફર 1983માં હરિયાણાના ગુરુગ્રામથી શરૂ કરી હતી અને હવે ગુજરાત આ કંપની માટે ભારતનું સૌથી મોટું ઉત્પાદન કેન્દ્ર બનવા જઈ રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, હંસલપુર બાદ ખોરજમાં કંપનીનો આ બીજો મોટો પ્લાન્ટ હશે, જે ગુજરાતને વિશ્વના મેપ પર ઓટો હબ તરીકે પ્રસ્થાપિત કરશે.

Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક: ભારત માટે હાઇબ્રિડ ટેકનોલોજી પર વધારશે ફોકસ

HONDAએ ગ્લોબલ EV પ્રોજેક્ટ્સ પર લગાવી બ્રેક

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન: જુઓ તેનું શાનદાર કલેક્શન

ધુંઆધાર બેટિંગ કરનાર ઈશાન કિશન રિયલ લાઈફમાં છે લક્ઝરી કાર્સના શોખીન

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!: જાણો પ્રીમિયમ ફીચર્સ અને નવા એન્જિન ઓપ્શન વિશેની માહિતી

2026 Kia Sonet; 10 લાખથી ઓછી કિંમતમાં ઓટોમેટિક વેરિઅન્ટ લોન્ચ!

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!: મોડર્ન ટેકનોલોજી અને દમદાર પરફોર્મન્સ, જાણો કિંમત અને ફીચર્સ

Suzuki Burgman Street 125EX નવા કલર સાથે થઈ લોન્ચ!

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?: શું તમે નવી કાર ખરીદવાનું વિચારી રહ્યા છો?

Hatchback or Sedan; ભારતના રસ્તાઓ માટે કઈ કાર વધુ યોગ્ય?

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?: જાણો ઓછી EMI કઈ કારમાં આવશે

મારુતિ ડિઝાયર અને હોન્ડા અમેઝ માંથી કઈ સેડાન છે સૌથી બેસ્ટ?

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક: ઓછી કિંમતમાં મળશે દમદાર મજબૂતી અને શાનદાર માઈલેજ

ગામડાના કાચા રસ્તાઓ માટે બેસ્ટ છે આ 5 બાઈક

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!: દમદાર પાવર અને અપડેટેડ વર્ઝન સાથે જાણો સંભવિત કિંમત

Mahindra Thar Roxx 2026; નવા એન્જિન ઓપ્શન સાથે થશે લોન્ચ!

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!: 7-સીટર સફારી માટે બેસ્ટ ફાઇનાન્સ પ્લાન અહીં જુઓ

2 લાખના ડાઉન પેમેન્ટ પર લાવો Tata Safari Petrol!

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!: પ્રીમિયમ ફીચર્સ અને ઓછા મેન્ટેનન્સ સાથે આવતી આ 5 ઇલેક્ટ્રિક કાર વિશે જાણો

પેટ્રોલના ભાવથી મુક્તિ, આ સસ્તી ઇલેક્ટ્રિક કાર આપે છે લાંબી રેન્જ!

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?: જાણો EMI, ડાઉન પેમેન્ટ અને ફીચર્સની સંપૂર્ણ માહિતી

Mahindra Thar ખરીદવા માટે કેટલો પગાર હોવો જોઈએ?

કબાડનો કમાલ: 500 જૂની બેટરીઓની મદદથી વ્યક્તિએ દોડાવી ઇલેક્ટ્રિક કાર, જાણો કેવી રીતે થયો આ ચમત્કાર

કબાડનો કમાલ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો: Toyotaની આ SUV પર મળી રહ્યું છે મોટું ડિસ્કાઉન્ટ

એકવાર ફુલ ટેન્ક કરાવો અને 1200 KM સુધી ચલાવો

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર: માત્ર 2 લાખની ડાઉન પેમેન્ટ પર ઘરે લાવો સૌથી વધુ વેચાતું મોડલ

Toyota Fortuner ખરીદવાનું સપનું થશે સાકાર

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!: અકસ્માતો અને વિવાદોમાં આપશે સાથ, જાણો કેવી રીતે

તમારી કારમાં જરૂર ઇન્સ્ટોલ કરો આ નાનું ડિવાઇસ!

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!: રિક્ષા-બાઇકને ફંગોળી ખાડામાં પડવા છતાં મુસાફરો સુરક્ષિત

ટેસ્ટ ડ્રાઈવમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ખાબકી Tata Sierra!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs: ઓફ-રોડિંગના શોખીનો માટે આ કારમાં મળશે 4x4 પાવર!

20 લાખથી ઓછી કિંમતની આ 3 પાવરફૂલ ઓફ-રોડિંગ SUVs

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?: નવી કાર ખરીદતા પહેલા જાણો કારના પ્રકાર અને તેની ખાસિયતો વિશેની માહિતી

હેચબેક, સેડાન, SUV અને કૂપ કાર વચ્ચે શું તફાવત છે?

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી: જુઓ હિટમેન રોહિત શર્માનું કરોડોનું કાર કલેક્શન

મેદાનમાં સિક્સરની રમઝટ અને રસ્તા પર લક્ઝરી સવારી

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?: બાઈકની માઈલેજ વધારવા માટે અપનાવો આ સરળ ટિપ્સ

મોંઘા પેટ્રોલથી મેળવવી છે મુક્તિ?