Home Automobile Maruti Suzuki E Vitara Price How Much Could Marutis First Electric Car Cost

Maruti Suzuki e-Vitara Price : કેટલી કિંમત હોઈ શકે છે મારુતીની પહેલી ઈલેક્ટ્રિક કારની?

Maruti Suzuki e-Vitara Price
Published by: OBS Bureau
Last Updated: Aug 28, 2025, 01:30 AM IST

દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની દુનિયામાં નવો અધ્યાય શરૂ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે (26 ઓગસ્ટ) ગુજરાતના હાંસલપુર સ્થિત મારુતિ સુઝુકીના પ્લાન્ટમાંથી કંપનીની પહેલી ઇલેક્ટ્રિક કાર e-Vitaraને લીલી ઝંડી બતાવી હતી. આ સાથે જ કારનું ઉત્પાદન સત્તાવાર રીતે શરૂ થઈ ગયું છે. ખાસ વાત એ છે કે ભારતમાં બનેલી આ કાર માત્ર સ્થાનિક બજાર માટે નહીં પરંતુ 100થી વધુ દેશોમાં નિકાસ માટે પણ મોકલવામાં આવશે.

કિંમત અંગે અટકળો

કંપનીએ અત્યાર સુધી કિંમત જાહેર કરી નથી. જોકે, ઓટો ઉદ્યોગના નિષ્ણાતો માને છે કે તેની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત ₹15 લાખથી શરૂ થઈને ₹25 લાખ સુધી હોઈ શકે છે.

લેટેસ્ટ ડિઝાઇન અને સુવિધાઓ

e-Vitara એક આધુનિક અને મજબૂત SUV ડિઝાઇન સાથે આવે છે.

  • લુક: LED પ્રોજેક્ટર હેડલાઇટ, Y-આકારના DRL, LED ટેલલાઇટ, 18-ઇંચ ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ

  • ઇન્ટિરિયર: ડ્યુઅલ-ટોન બ્લેક-ટેન કેબિન, સેમી-લેધરેટ સીટ, લેયર્ડ ડેશબોર્ડ

  • ટેકનોલોજી: 10.25-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, 10.1-ઇંચ ડિજિટલ ડ્રાઇવર ડિસ્પ્લે, ઇન્ફિનિટી સાઉન્ડ સિસ્ટમ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ, 10-વે એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, ગ્લાસ રૂફ, એમ્બિયન્ટ લાઇટિંગ, PM2.5 એર ફિલ્ટર

સેફ્ટી ફીચર્સ

  • લેવલ-2 ADAS (એડવાન્સ્ડ ડ્રાઈવર આસિસ્ટન્સ સિસ્ટમ)

  • 7 એરબેગ્સ

  • 360-ડિગ્રી કેમેરા

  • ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ (TPMS)

  • આગળ અને પાછળના પાર્કિંગ સેન્સર

  • ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક

બેટરી અને પરફોર્મન્સ

e-Vitara બે બેટરી વિકલ્પોમાં મળશે:

  • 49 kWh બેટરી: 144 PS પાવર, 192.5 Nm ટોર્ક

  • 61 kWh બેટરી: 174 PS પાવર, 192.5 Nm ટોર્ક, 500 કિમીથી વધુ રેન્જ

બંને વર્ઝન ફ્રન્ટ-વ્હીલ ડ્રાઇવ ઇલેક્ટ્રિક મોટર સાથે આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now