Home Automobile Maruti Suzuki Dzire Sales Record 2025 2026 Top Selling Car India

Maruti Dzireએ તોડ્યા સેલ્સના તમામ રેકોર્ડ : SUVના ક્રેઝ વચ્ચે પણ બની દેશની નંબર-1 કાર, જુઓ લેટેસ્ટ સેલ્સ રિપોર્ટ

Maruti Dzireએ તોડ્યા સેલ્સના તમામ રેકોર્ડ
Published by: OBS Bureau
Last Updated: Jan 10, 2026, 05:30 PM IST

ભારતની સૌથી વધુ વેચાતી કાર કઈ છે? સામાન્ય રીતે અત્યારે લોકોમાં SUV પ્રત્યે ભારે આકર્ષણ જોવા મળી રહ્યું છે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે દેશની બેસ્ટ સેલિંગ કાર કોઈ SUV નહીં પણ એક સેડાન છે. ભારતીય ગ્રાહકોની પસંદગીને Maruti Suzuki આજે પણ કેટલી સારી રીતે સમજે છે તેનો આ પુરાવો છે. લેટેસ્ટ સેલ્સ રિપોર્ટ અનુસાર, Maruti Suzuki Dzire એ વેચાણના મામલે તમામ દિગ્ગજ કારોને પાછળ છોડી દીધી છે.

2.14 લાખથી વધુ યુનિટ્સનું વિક્રમી વેચાણ

Maruti Suzuki Dzire અત્યારે ભારતની સૌથી વધુ લોકપ્રિય કાર બની ગઈ છે. આ વર્ષે તેનું વેચાણ 2.14 Lakh યુનિટથી પણ વધુ નોંધાયું છે. રસપ્રદ વાત એ છે કે, આ આંકડો Hyundai Creta અને Tata Nexon જેવી લોકપ્રિય અને દમદાર SUVs કરતા પણ વધારે છે. નવી જનરેશનની ડિઝાયર તેની આકર્ષક ડિઝાઈન, નવા પ્લેટફોર્મ અને શાનદાર માઈલેજ આપતા પેટ્રોલ એન્જિનના કારણે ગ્રાહકોમાં હિટ સાબિત થઈ છે.

પહેલા કરતા વધુ પ્રીમિયમ અને સુરક્ષિત

નવી ડિઝાયરનું ઇન્ટિરિયર પહેલા કરતા ઘણું લક્ઝુરિયસ બનાવવામાં આવ્યું છે. આ સેડાનમાં હવે સનરૂફ જેવી પ્રીમિયમ સુવિધા પણ ઉપલબ્ધ છે, જે સેડાન સેગમેન્ટમાં મોટું આકર્ષણ છે. આ સાથે જ કંપનીએ તેના સેફ્ટી ફીચર્સમાં પણ ધરખમ સુધારા કર્યા છે. જ્યારે બજારમાં SUV કારોનો દબદબો છે, ત્યારે ડિઝાયર એકમાત્ર એવી સેડાન છે જે આટલી મોટી સફળતા હાંસલ કરી શકી છે. બીજી તરફ Creta અને Nexon નું વેચાણ પણ 2 Lakh યુનિટને પાર કરી ગયું છે, જે દર્શાવે છે કે ભારતીય બજાર હવે મોંઘી અને પ્રીમિયમ કારો તરફ વળ્યું છે.

મારૂતિ સુઝુકીનો દબદબો યથાવત

SUV ની વધતી માંગ વચ્ચે પણ સેડાનનું આટલું વેચાણ એ વાત સાબિત કરે છે કે ગ્રાહકો માત્ર સસ્તી કાર જ ખરીદે છે એવું નથી. Maruti Dzire એ કોઈ એન્ટ્રી લેવલ કાર નથી, છતાં તેની ડિમાન્ડ અકલ્પનીય છે. આ ઉપરાંત કંપનીની અન્ય કારો જેવી કે Wagon-R, Swift અને Ertiga પણ આખું વર્ષ વેચાણના મામલે ટોચ પર રહી છે. આ રિપોર્ટ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતીય રસ્તાઓ પર આજે પણ Maruti Suzuki ની પકડ સૌથી મજબૂત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now