Home Automobile Maruti Suzuki Car Price Hike Up To 30000 From August Gujarati

મારૂતિ સુઝુકીએ કારની કિંમતોમાં 30,000 સુધીનો કર્યો વધારો : જાણો ક્યારથી લાગુ થશે નવી કિંમત

Maruti Suzuki
Published by: OBS Bureau
Last Updated: Jul 21, 2026, 01:11 PM IST

Maruti Suzuki: દેશની સૌથી મોટી પેસેન્જર વાહન ઉત્પાદક કંપની મારુતિ સુઝુકીએ નવી ગાડી ખરીદવાનું વિચારતા ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. મારુતિ સુઝુકીએ મંગળવારે (21 જુલાઈ) વાહનોની કિંમતોને લઈને એક મોટી જાહેરાત કરી છે. જે મુજબ, કંપનીએ પોતાની ગાડીઓની કિંમતોમાં ₹30,000 સુધીનો વધારો કરવાનો નિર્ણય લીધો છે. કંપનીના જણાવ્યા અનુસાર, કાર બનાવવામાં આવતા ઉત્પાદન ખર્ચમાં (Inपुट Cost) થયેલો વધારો આ ભાવવધારાનું મુખ્ય કારણ છે. કંપની આગામી મહિનાથી એટલે કે ઓગસ્ટથી નવી કિંમતો લાગુ કરવા જઈ રહી છે.

આ પણ વાંચો: 7-સીટર કાર ખરીદવાનું વિચારી રહ્યા છો? : આ છે ભારતની સૌથી વધુ વેચાતી MPV, નંબર-1એ બધાને પાછળ છોડી દીધા

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)માં આપેલી ફાઇલિંગમાં મારુતિ સુઝુકીએ જણાવ્યું કે, સતત વધી રહેલા ઉત્પાદન ખર્ચને કારણે કિંમતોમાં સુધારો કરવો જરૂરી બની ગયો હતો.

મોંઘવારીનું દબાણ સતત જળવાયેલું છે

કંપનીએ ઉમેર્યું કે, છેલ્લા કેટલાક મહિનાઓથી તે વિવિધ ખર્ચ-કપાત (Cost-cutting)ના ઉપાયો દ્વારા વધી ગયેલા ખર્ચનો બોજ પોતે સહન કરવાનો પ્રયાસ કરી રહી હતી. જોકે, મોંઘવારીનું દબાણ સતત ઊંચું રહ્યું છે અને ખર્ચનું વાતાવરણ હજુ પણ પ્રતિકૂળ છે. આવી સ્થિતિમાં, કંપનીએ વધેલા ખર્ચનો એક ભાગ ગ્રાહકો પર પાસ કરવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો: Skoda Slavia Faceliftમાં મળશે નવો દમદાર લુક : 8-સ્પીડ ઓટોમેટિક ગિયરબોક્સ અને પ્રીમિયમ ફીચર્સ સાથે કરશે એન્ટ્રી

જોકે, મારુતિ સુઝુકીએ મોડેલ મુજબ કિંમતોમાં કયા કારમાં કેટલો સુધારો થશે તેની વિગતવાર માહિતી આપી નથી. કંપની ટૂંક સમયમાં આ અંગે જાણકારી આપશે. બીજી તરફ, બીએસઈ (BSE) પર મારુતિ સુઝુકીનો શેર ટ્રેડિંગ સેશનમાં 0.64 ટકાના સુધારા સાથે ₹13,593.30 પર બંધ થયો હતો.

ટાટા મોટર્સે જૂનમાં જ વાહનોના ભાવ વધાર્યા હતા

મારુતિ સુઝુકીનો આ નવો ભાવવધારો એવા સમયે આવ્યો છે જ્યારે અન્ય અનેક વાહન ઉત્પાદક કંપનીઓ પણ પોતાના વિવિધ મોડેલોના દામ વધારી ચૂકી છે. જૂન મહિનામાં ટાટા મોટર્સે પણ પોતાની પેસેન્જર વ્હીકલ સિરીઝ (જેમાં ઇલેક્ટ્રિક વાહનો પણ સામેલ છે)ની કિંમતોમાં 1 જુલાઈથી અમલી બને તે રીતે મહત્તમ 1.5 ટકા સુધીના વધારાની જાહેરાત કરી હતી. જ્યારે મારુતિ હવે ઓગસ્ટથી પોતાના વાહનોના દામ વધારવા જઈ રહી છે.

આ પણ વાંચો: RTOના નિયમોમાં મોટો ફેરફાર : હવે વાહન ટ્રાન્સફર માટે આ કામ કરવું ફરજિયાત, સરકારે લાગુ કર્યા નવા નિયમો

આ સિવાય, હ્યુન્ડાઈ મોટર ઈન્ડિયા અને કિયા ઈન્ડિયાએ પણ તાજેતરના મહિનાઓમાં પોતાના વાહનોની કિંમતો વધારી છે. હ્યુન્ડાઈએ 1 જૂનથી પોતાના વિવિધ મોડેલોના ભાવમાં મહત્તમ ₹12,800 સુધીનો વધારો કર્યો હતો, જ્યારે કિયાએ 1 જુલાઈથી વાહનોની કિંમતમાં મહત્તમ 2 ટકા સુધીનો વધારો કર્યો હતો. બંને કંપનીઓએ આ ભાવવધારા પાછળ વધતા ઇનપુટ ખર્ચ, કોમોડિટીના ભાવમાં ઉછાળો અને સતત જળવાયેલા મોંઘવારીના દબાણને મુખ્ય કારણ ગણાવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now