Home Automobile Maruti Escudo New Gen Hyundai Venue Tata Sierra Three New Suv Launching In 2025

દિવાળીમાં ભારતીય માર્કેટમાં આવી રહી છે આ ત્રણ SUV : ખરીદવાનું વિચારતા હોવ તો જુઓ થોડી રાહ

દિવાળીમાં ભારતીય માર્કેટમાં આવી રહી છે આ ત્રણ SUV
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 07:20 AM IST

દિવાળીનો તહેવાર નજીક આવતા દેશભરમાં વાહન ખરીદાવાનો માહોલ જોવાઈ રહ્યો છે. આ અવસરે, દેશની ત્રણ મોટી ઓટોમોબાઈલ કંપનીઓ મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ અને ટાટા મોટર્સ નવી SUV કાર લોન્ચ કરવા જઈ રહી છે.

Maruti Suzuki 3 સપ્ટેમ્બર, 2025ના રોજ તેની નવી 5-સીટર SUV Maruti Escudo લોન્ચ કરશે. તે Grand Vitara જેવી જ દેખાવાવાળી અને તેના પ્લેટફોર્મ પર આધારિત હશે. આ SUVમાં હાઈબ્રિડ ટેક્નોલોજી સાથે ખાસ અંદાજે ₹10-18 લાખની કિંમતમાં ઉપલબ્ધ રહેશે.

Hyundai પણ ઓક્ટોબર 2025માં નવી પેઢીનું Venue SUV લઈને આવશે. તેમાં નવા ડિઝાઇનવાળા DRLs, એલોય વ્હીલ્સ અને નવીન ADAS લેવલ 2 સલામતી સુવિધાઓ હોવાની શક્યતા છે. મોટાભાગે તેનો ઈન્ટિરિયર Hyundai Creta જેવી ડિઝાઇન ધરાવશે.

તે જ સમયે, Tata Motors 2025ના અંત સુધીમાં પોતાના પોપ્યુલર મોડેલ Sierraનું નવીન વર્ઝન લોન્ચ કરશે. Sierra માં ICE અને EV બંને વિકલ્પ હશે. ટોચના મોડેલમાં 1.5L ટર્બો પેટ્રોલ એન્જિન મળશે અને તેનું ડિઝાઇન Tata Curvv અને Harrier પરથી પ્રેરિત હશે.

દિવાળીના ખરીદી સિઝન પહેલાં આવી રહેલી આ ત્રણે SUV બજારમાં ભારે હલચલ મચાવી શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now