Home Automobile Maruti Alto K10 And S Presso Sales February 2026

દેશની સૌથી સસ્તી કારોની બોલબાલા : ફેબ્રુઆરીમાં વેચાયા આટલા યુનિટ્સ, માત્ર 3.49 લાખથી શરૂ થાય છે કિંમત

દેશની સૌથી સસ્તી કારોની બોલબાલા
Published by: OBS Bureau
Last Updated: Mar 02, 2026, 08:30 PM IST

ભારતીય ગ્રાહકોમાં હેચબેક કારો હંમેશા ફેવરિટ રહી છે. ફેબ્રુઆરી 2026 ના આંકડા જોઈએ તો દેશની સૌથી સસ્તી કારોનું વેચાણ શાનદાર રહ્યું છે. ગયા મહિને એટલે કે ફેબ્રુઆરી 2026માં આ સેગમેન્ટમાં કુલ 10,238 યુનિટ્સનું વેચાણ થયું છે. ઉલ્લેખનીય છે કે, બરાબર એક વર્ષ પહેલા ફેબ્રુઆરી 2025માં આ આંકડો 10,226 યુનિટ્સ હતો. GST માં કાપ આવ્યા બાદ Maruti S-Presso અને Maruti Alto K10 દેશની સૌથી સસ્તી કારો તરીકે ઉભરી આવી છે. ચાલો જાણીએ આ બંને કારોની કિંમત, ફીચર્સ અને પાવરટ્રેન વિશે.

Maruti Alto K10: કિંમત અને ફીચર્સ

Maruti Alto K10ના બેઝ મોડલ STD (Petrol) ની એક્સ-શોરૂમ કિંમત 3,69,900 રૂપિયા છે. દિલ્હીમાં તેની ઓન-રોડ કિંમત અંદાજે 4,32,836 રૂપિયા જેટલી થાય છે. આ કાર STD, LXi, VXi અને VXi Plus વેરિઅન્ટમાં ઉપલબ્ધ છે, જેથી ગ્રાહકો પોતાના બજેટ મુજબ પસંદગી કરી શકે છે.

પરફોર્મન્સ અને માઈલેજ

Maruti Alto K10માં 1 લિટરનું ડ્યુઅલજેટ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 67 PS પાવર અને 89 Nm ટોર્ક જનરેટ કરે છે. તેમાં 5 સ્પીડ મેન્યુઅલ અથવા 5 સ્પીડ AMT ગિયરબોક્સનો વિકલ્પ મળે છે. કંપનીના દાવા મુજબ આ કાર પેટ્રોલ પર 24.39 kmpl અને CNG પર 33.40 km/kg ની માઈલેજ આપે છે. તેમાં 7 ઈંચની ટચસ્ક્રીન, કી-લેસ એન્ટ્રી, સેમી ડિજિટલ મીટર અને સુરક્ષા માટે ડ્યુઅલ એરબેગ્સ તેમજ ABS સાથે EBD જેવા ફીચર્સ મળે છે.

Maruti S-Presso: સૌથી કિફાયતી વિકલ્પ

Maruti S-Pressoની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત માત્ર 3.49 લાખ રૂપિયા છે, જ્યારે તેના ટોપ-એન્ડ વેરિઅન્ટની કિંમત 5.25 લાખ રૂપિયા સુધી જાય છે. એસ-પ્રેસોમાં 1.0 લિટરનું પેટ્રોલ એન્જિન છે જે 68 PS પાવર અને 89 Nm ટોર્ક આપે છે.

માઈલેજ અને ટેકનોલોજી

એસ-પ્રેસોમાં 5 સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન સ્ટાન્ડર્ડ છે અને AMT ગિયરબોક્સનો પણ ઓપ્શન છે. તેના CNG વેરિઅન્ટમાં એન્જિન 56.69 PS પાવર અને 82.1 Nm ટોર્ક જનરેટ કરે છે. માઈલેજની વાત કરીએ તો પેટ્રોલ વેરિઅન્ટ અંદાજે 24 થી 24.76 kmpl અને CNG વેરિઅન્ટ 32.73 km/kg સુધીની માઈલેજ આપે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now