Home Automobile Maruti 800 Desi Lamborghini Conversion Jharkhand Mechanic Arif

મારુતિ 800 બની ‘દેશી લેમ્બોર્ગિની’ : ઝારખંડના મિકેનિકની આ કળા જોઈને તમે પણ થઈ જશો આફરીન

મારુતિ 800 બની ‘દેશી લેમ્બોર્ગિની’
Published by: OBS Bureau
Last Updated: Mar 04, 2026, 09:30 PM IST

કહેવાય છે કે હુનર ઉંમર કે ઓળખનું મોહતાજ નથી હોતું અને આ કહેવતને સાચી ઠેરવનારા અનેક કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. આવો જ એક અનોખો કિસ્સો ઝારખંડના સરાયકેલા ખાતેથી સામે આવ્યો છે, જ્યાં મોહમ્મદ આરિફ નામના એક મિકેનિકે પોતાની અથાગ મહેનત અને કળાના દમ પર સામાન્ય મારુતિ 800 ને લક્ઝુરિયસ લેમ્બોર્ગિની સુપરકારનું રૂપ આપી દીધું છે.

‘ટારઝન’ ફિલ્મથી પ્રેરિત ગેરેજ અને શોખ

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram અને Facebook પર અત્યારે આ ‘દેશી લેમ્બોર્ગિની’ના ભારે ચર્ચા છે. મોહમ્મદ આરિફ ઝારખંડના સરાયકેલામાં ‘ટારઝન ગેરેજ’ નામની દુકાન ચલાવે છે. અજય દેવગનની ફિલ્મ ‘ટારઝન: ધ વન્ડર કાર’ થી પ્રેરિત થઈને આ ગેરેજનું નામ રાખવામાં આવ્યું હતું. આરિફે પોતાના આ શોખને ધીમે-ધીમે એવું રૂપ આપ્યું કે આજે લોકો તેમની નવી કારને ‘દેશી લેમ્બોર્ગિની’ તરીકે ઓળખતા થયા છે.

5 લાખના ખર્ચે અને 2 વર્ષની મહેનતે તૈયાર થઈ ‘સુપરકાર’

મોહમ્મદ આરિફ અને તેમની 6 મિકેનિક્સની ટીમે મળીને આશરે 2 વર્ષની સખત મહેનત બાદ એક સામાન્ય મારુતિ 800 ને લેમ્બોર્ગિની જેવી દેખાતી કારમાં ફેરવી દીધી છે. આ અનોખી કારને જોવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં આશરે 5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હોવાનું કહેવાય છે. આરિફ અને તેમની ટીમે કારના ડિઝાઇન અને વિવિધ પાર્ટ્સના વેલ્ડિંગથી લઈને એસેમ્બલિંગ, એક્સટિરિયર, ઇન્ટિરિયર અને એક્ઝોસ્ટ સાઉન્ડ તેમજ ફીચર્સ સુધીનું તમામ કામ જાતે જ મોડિફાય કર્યું છે.

વાસ્તવિક લેમ્બોર્ગિની અને દેશી મોડિફિકેશન વચ્ચેનો તફાવત

અહીં એ સ્પષ્ટ કરવું જરૂરી છે કે આરિફે જે કઈ પણ કર્યું છે, તે જુસ્સા અને મહેનતનું જ પરિણામ છે. લાખોના ખર્ચે લેમ્બોર્ગિની જેવી દેખાતી કાર જ બનાવી શકાય છે, કરોડો રૂપિયાની કિંમતવાળી કાર જેવું પાવર અને પરફોર્મન્સ તેમાં મળી શકે નહીં. કરોડોનું કામ લાખોમાં થતું નથી.

ભારતમાં લેમ્બોર્ગિની કારની કિંમત

સુપરકાર અને સ્પોર્ટ્સ કાર બનાવતી ઇટાલીની કંપની લેમ્બોર્ગિનીની ભારતમાં Urus જેવી SUV અને Revuelto જેવી હાઇબ્રિડ સુપરકાર સાથે જ Temerario અને Huracan EVO જેવી શાનદાર કારો છે. આ કારોની એક્સ-શોરૂમ કિંમતો 4.18 કરોડ રૂપિયાથી શરૂ થઈને ₹8.89 કરોડ સુધી જાય છે. આ કારો પાવર અને પરફોર્મન્સ મામલે અત્યંત જબરદસ્ત હોય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now