Home Sports Many Old Records Were Broken In The India England Semi Final

ઈન્ડિયા-ઈંગ્લેન્ડની સેમીફાઇનલમાં તૂટ્યા અનેક જૂના રેકોર્ડ્સ! : વાનખેડેમાં ચોગ્ગા-છગ્ગાનો વરસાદ અને બન્યા 499 રન!

ઈન્ડિયા-ઈંગ્લેન્ડની સેમીફાઇનલમાં તૂટ્યા અનેક જૂના રેકોર્ડ્સ!
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2026, 07:32 AM IST

T20 World Cup : ICC T20 વર્લ્ડ કપ 2026 ની બીજી સેમીફાઇનલમાં ક્રિકેટ પ્રેમીઓને એક અવિસ્મરણીય મેચ જોવા મળી. મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની આ મેચ માત્ર હાર-જીત પૂરતી મર્યાદિત ન રહી, પરંતુ રેકોર્ડ બુકમાં પણ સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ. રનનો પહાડ અને ચોગ્ગા-છગ્ગાના વરસાદ વચ્ચે ભારતીય ટીમે સાત રનથી રોમાંચક જીત મેળવી ફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

મેચનો રોમાંચક અંજામ

ગુરુવારે રમાયેલી આ મેચમાં બંને ટીમો વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી. મેચ છેલ્લી ઓવર સુધી ખેંચાઈ હતી, જેમાં ભારતે બાજી મારી હતી. હવે 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ફાઇનલ જંગ જામશે. ન્યૂઝીલેન્ડે સાઉથ આફ્રિકાને હરાવીને પહેલેથી જ ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે.

રનનો નવો ઈતિહાસ

આ મુકાબલામાં ભારત અને ઈંગ્લેન્ડ બંને ટીમોએ મળીને કુલ 499 રન બનાવ્યા હતા. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી હાઈ-સ્કોરિંગ મેચ બની છે. આ મેચમાં કુલ 34 છગ્ગા અને 39 ચોગ્ગા ફટકારવામાં આવ્યા હતા. અગાઉ 2016 માં ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે 459 રનનો રેકોર્ડ હતો, જે હવે ભૂતકાળ બની ગયો છે.

મેન્સ T20I મેચમાં સર્વોચ્ચ રન (Most runs in two innings combined)

કુલ રન

મેચ (ટીમ)

સ્થળ

વર્ષ

517

સાઉથ આફ્રિકા vs વેસ્ટ ઈન્ડિઝ

સેન્ચુરિયન

2023

499

ભારત vs ઈંગ્લેન્ડ

વાનખેડે (મુંબઈ)

2026

496

ભારત vs ન્યૂઝીલેન્ડ

તિરુવનંતપુરમ

2026

489

ભારત vs વેસ્ટ ઈન્ડિઝ

લોડરહિલ

2016

488

ન્યૂઝીલેન્ડ vs ઓસ્ટ્રેલિયા

ઓકલેન્ડ

2018

488

બલ્ગેરિયા vs સર્બિયા

સોફિયા

2022

T20 વર્લ્ડ કપ મેચમાં સૌથી વધુ છગ્ગા (Most Sixes in a Match)

છગ્ગાની સંખ્યા

મેચ (ટીમ)

સ્ટેડિયમ

વર્ષ/સ્ટેજ

34

ભારત vs ઈંગ્લેન્ડ

વાનખેડે, મુંબઈ

2026 (સેમિફાઈનલ)

31

વેસ્ટ ઈન્ડિઝ vs ઝિમ્બાબ્વે

વાનખેડે, મુંબઈ

2026

30

નેધરલેન્ડ્સ vs આયર્લેન્ડ

સિલ્હટ

2014

28

ભારત vs ઝિમ્બાબ્વે

ચેન્નાઈ

2026

25

ઈંગ્લેન્ડ vs ઈટાલી

કોલકાતા

2026

એક ઈનિંગમાં સૌથી વધુ છગ્ગા (T20 વર્લ્ડ કપ)

છગ્ગાની સંખ્યા

ટીમ (કોની વિરુદ્ધ)

સ્થળ

વર્ષ

19

નેધરલેન્ડ્સ (વિ. આયર્લેન્ડ)

સિલ્હટ

2014

19

વેસ્ટ ઈન્ડિઝ (વિ. ઝિમ્બાબ્વે)

વાનખેડે

2026

19

ભારત (વિ. ઈંગ્લેન્ડ)

વાનખેડે

2026

17

ભારત (વિ. ઝિમ્બાબ્વે)

ચેન્નાઈ

2026

16

ઓસ્ટ્રેલિયા (વિ. ભારત)

બ્રિજટાઉન

2010

T20 વર્લ્ડ કપની એક સિઝનમાં સૌથી વધુ છગ્ગા લગાવનારી ટીમ

છગ્ગાની સંખ્યા

ટીમ

વર્ષ

88*

ભારત

2026

76

વેસ્ટ ઈન્ડિઝ

2026

72

સાઉથ આફ્રિકા

2026

62

વેસ્ટ ઈન્ડિઝ

2024

61

ભારત

2024

T20 વર્લ્ડ કપના નોકઆઉટ મેચોમાં સર્વોચ્ચ સ્કોર

સ્કોર

ખેલાડીનું નામ

vs

સ્ટેડિયમ/મેચ

વર્ષ

105

જેકબ બેથેલ

ભારત

વાનખેડે, સેમીફાઇનલ

2026

100*

ફિન એલન

સાઉથ આફ્રિકા

કોલકાતા, સેમીફાઇનલ

2026

96*

તિલકરત્ને દિલશાન

વેસ્ટ ઈન્ડિઝ

ધ ઓવલ, સેમીફાઇનલ

2009

89*

વિરાટ કોહલી

વેસ્ટ ઈન્ડિઝ

મુંબઈ, સેમીફાઇનલ

2016

89

સંજુ સેમસન

ઈંગ્લેન્ડ

વાનખેડે, સેમીફાઇનલ

2026

T20 વર્લ્ડ કપના હાઈએસ્ટ સ્કોર (Highest Team Totals)

સ્કોર

ટીમ

કોની વિરુદ્ધ

વર્ષ/સ્ટેજ

260/6

શ્રીલંકા

કેન્યા

2007

256/4

ભારત

ઝિમ્બાબ્વે

2026

254/6

વેસ્ટ ઈન્ડિઝ

ઝિમ્બાબ્વે

2026

253/7

ભારત

ઈંગ્લેન્ડ

2026 (સેમીફાઇનલ)

246/7

ઈંગ્લેન્ડ

ભારત

2026 (સેમીફાઇનલ)

235/5

આયર્લેન્ડ

ઓમાન

2026

સિક્સર કિંગ સંજુ સેમસન

ભારતીય બેટર સંજુ સેમસને આ વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કરતા સિક્સર ફટકારવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે. તેણે એક જ વર્લ્ડ કપ એડિશનમાં 16 છગ્ગા ફટકારીને રોહિત શર્માના 15 છગ્ગાના રેકોર્ડને પાછળ છોડી દીધો છે. સંજુની આક્રમક બેટિંગ ભારતની જીતમાં નિર્ણાયક સાબિત થઈ હતી.

ભારત માટે એક એડિશનમાં સૌથી વધુ સિક્સર

ખેલાડીનું નામ

વર્ષ

સિક્સરની સંખ્યા

સંજુ સેમસન

2026

16*

રોહિત શર્મા

2024

15

શિવમ દુબે

2026

15*

ઈશાન કિશન

2026

14*

હાર્દિક પંડ્યા

2026

14*

ટીમ ઈન્ડિયા : 250+ સ્કોરનું પાવરહાઉસ

ભારતીય ટીમ હવે T20 ક્રિકેટમાં સૌથી વધુ વખત 250 થી વધુ રન બનાવનારી ટીમ બની ગઈ છે. ભારતે આ સિદ્ધિ 6 વખત મેળવી છે, જેને IPL ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદ (5 વખત) નો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. આ સિઝનમાં ભારતની 'એગ્રેસિવ બેટિંગ' રણનીતિ સ્પષ્ટપણે જોવા મળી રહી છે.

ટીમનું નામ

250+ સ્કોરની સંખ્યા

ઈન્ડિયા (India)

6

SRH (સનરાઈઝર્સ હૈદરાબાદ)

5

વેસ્ટ ઈન્ડિઝ (West Indies)

3

ઝિમ્બાબ્વે (Zimbabwe)

3

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now