Mangal Gochar 2026: વૈદિક જ્યોતિષમાં મંગળ ગ્રહને સાહસ, પરાક્રમ, ઊર્જા, આત્મવિશ્વાસ, જમીન-મકાન અને નેતૃત્વનો કારક માનવામાં આવે છે. જ્યારે પણ મંગળ પોતાની રાશિ બદલે છે, ત્યારે તેની અસર તમામ 12 રાશિઓના જીવન પર જોવા મળે છે. કેટલાક લોકો માટે આ પરિવર્તન પડકારો લઈને આવે છે તો કેટલાક માટે પ્રગતિના નવા દરવાજા ખોલે છે. જ્યોતિષીય ગણતરી મુજબ 2 ઑગસ્ટ 2026ના રોજ રાત્રે 10:59 વાગ્યે મંગળ મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મંગળના આ ગોચર બાદ કેટલીક રાશિના જાતકો માટે ભાગ્યોદયના યોગ બનશે. અટવાયેલા કામો પૂર્ણ થઈ શકે છે, કરિયરમાં નવી તકો મળશે, આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને જીવનમાં સકારાત્મક પરિવર્તનો જોવા મળી શકે છે.
ચાલો જાણીએ કે મંગળનું આ રાશિ પરિવર્તન કઈ ત્રણ રાશિઓ માટે સૌથી વધુ શુભ સાબિત થઈ શકે છે.
મિથુન રાશિ: આત્મવિશ્વાસ વધશે, કરિયરમાં મળશે નવી તક
મંગળ પોતાની ગોચર યાત્રા દરમિયાન મિથુન રાશિમાં પ્રવેશ કરશે, જેના કારણે આ રાશિના જાતકો પર તેની અસર સૌથી વધુ જોવા મળશે. આ સમયગાળા દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે મુશ્કેલ લાગતા નિર્ણયો પણ સરળતાથી લઈ શકશો. લાંબા સમયથી અટવાયેલા કામોમાં ગતિ આવશે અને નવા પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળી શકે છે. વ્યાપારીઓ માટે આ સમય ખાસ લાભદાયક રહેશે. નવા ગ્રાહકો જોડાશે અને વેપારનો વિસ્તાર થઈ શકે છે. નોકરીયાત લોકોને ઉચ્ચ અધિકારીઓ તરફથી પ્રશંસા મળી શકે છે અને નવી જવાબદારીઓ સોંપાઈ શકે છે. આર્થિક દૃષ્ટિએ પણ સમય સારો રહેશે. આવકમાં વધારો થઈ શકે છે અને અચાનક ધનલાભની શક્યતા પણ રહેશે. પરિવાર અને મિત્રોનો સહયોગ મળવાથી માનસિક શાંતિનો અનુભવ થશે.
કન્યા રાશિ: કરિયર અને મિલકત સંબંધિત કામોમાં મળશે સફળતા
મંગળનું મિથુન રાશિમાં ગોચર કન્યા રાશિના જાતકો માટે કરિયરમાં નવી સિદ્ધિઓ લઈને આવી શકે છે.
જો તમે લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છો તો સારા સમાચાર મળી શકે છે. કાર્યસ્થળ પર તમારી મહેનત અને કાર્યશૈલીની પ્રશંસા થશે. વરિષ્ઠ અધિકારીઓનો સહયોગ મળવાથી મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. વ્યાપાર કરતા લોકો માટે નવા રોકાણ અને વેપારના વિસ્તરણની તક મળશે. જો તમે ઘર, જમીન અથવા વાહન ખરીદવાનું આયોજન કરી રહ્યા છો તો આ સમય અનુકૂળ સાબિત થઈ શકે છે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને અગાઉ કરેલા રોકાણમાંથી સારો લાભ મળવાની શક્યતા છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને સંબંધોમાં મધુરતા વધશે.
મકર રાશિ: અટવાયેલા કામ થશે પૂર્ણ, આવકના નવા સ્ત્રોત બનશે
મકર રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર અનેક નવી તકો લઈને આવી શકે છે.
લાંબા સમયથી અટવાયેલા કામો પૂર્ણ થવા લાગશે. નોકરીમાં નવી જવાબદારીઓ મળવાની સાથે ભવિષ્યમાં પ્રમોશનની શક્યતા પણ વધી શકે છે. આર્થિક રીતે આ સમય ખૂબ જ લાભદાયક બની શકે છે. આવકના નવા સ્ત્રોત ઊભા થશે અને ધીમે-ધીમે આર્થિક સ્થિરતા આવશે. જો તમે નવી નોકરી અથવા કારકિર્દીમાં ફેરફાર વિશે વિચારી રહ્યા છો તો અનુકૂળ તક મળી શકે છે. વ્યવસાયિક પ્રવાસના યોગ પણ બની રહ્યા છે, જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થઈ શકે છે. કોઈ પ્રતિષ્ઠિત કંપની અથવા સંસ્થા તરફથી આકર્ષક ઓફર મળવાની સંભાવના પણ છે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને પરિવારજનો સાથેના સંબંધો વધુ મજબૂત બનશે.
આ પણ વાંચો: 24 જુલાઈથી બુધ થશે માર્ગી! : આ 5 રાશિવાળાનું સૂર્યની જેમ ચમકશે નસીબ! જાણો તમામ 12 રાશિઓ પર શું પડશે અસર
મંગળ ગોચર કેમ મહત્વનો માનવામાં આવે છે?
વૈદિક જ્યોતિષમાં મંગળને ઊર્જા, હિંમત, નેતૃત્વ, જમીન-મકાન, ભૌતિક પ્રગતિ અને સ્પર્ધાત્મક શક્તિનો કારક ગ્રહ માનવામાં આવે છે. મંગળનું રાશિ પરિવર્તન વ્યક્તિની કાર્યશૈલી, આત્મવિશ્વાસ, કરિયર, વેપાર અને આર્થિક સ્થિતિ પર નોંધપાત્ર અસર કરી શકે છે. ખાસ કરીને મિથુન, કન્યા અને મકર રાશિના લોકો માટે આ ગોચર પ્રગતિ અને સફળતાની નવી તકો લઈને આવી શકે છે.





