Home Entertainment Mamata Banerjee Govt Big Decision One Bengali Film Will Show Daily In Cinema Hall

ભાષા વિવાદ વધુ વકર્યો? : પ. બંગાળના સિનેમાઘરોમાં બંગાળી ફિલ્મો થઈ ફરજિયાત

ભાષા વિવાદ વધુ વકર્યો?
Published by: OBS Bureau
Last Updated: Aug 13, 2025, 04:19 PM IST

પશ્ચિમ બંગાળ સરકારે સિનેમાઘરોમાં પ્રાઇમ ટાઇમના સમયમાં ફેરફાર કરીને બંગાળી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે નવો નિયમ અમલમાં મૂક્યો છે. હવે રાજ્યમાં પ્રાઇમ ટાઇમ શો બપોરે 3 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી રહેશે, જ્યારે પહેલો સમય બપોરે 12 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધીનો હતો.

સરકારના આદેશ મુજબ, પ્રાઇમ ટાઇમ દરમિયાન દરેક સિનેમાઘરમાં ઓછામાં ઓછી એક બંગાળી ફિલ્મ બતાવવી ફરજિયાત રહેશે. મલ્ટિપ્લેક્સમાં પણ દરેક સ્ક્રીન પર પ્રાઇમ ટાઇમમાં એક બંગાળી ફિલ્મ બતાવવાની રહેશે. નિયમનું પાલન ન કરવા પર રાજ્ય સરકાર તરફથી કાર્યવાહી થશે.

ફેડરેશન ઓફ સિને ટેકનિશિયન એન્ડ વર્કર્સ ઓફ ઇસ્ટર્ન ઇન્ડિયાના પ્રમુખ સ્વરૂપ બિશ્વાસે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો અને મુખ્યમંત્રી મમતા બેનર્જીનો આભાર માન્યો. સિનેમા હોલના માલિક સુરંજન પાલ અને બંગાળી અભિનેત્રી ઋતુપર્ણા સેનગુપ્તાએ પણ સરકારના આ પગલાને સ્વાગત કર્યું.

બુધવારે કોલકાતાના નંદન ખાતે યોજાયેલી બેઠક બાદ આ નિર્ણય લેવાયો, જેમાં રાજ્ય મંત્રીઓ અરૂપ બિસ્વાસ અને ઇન્દ્રનીલ સેન, ફિલ્મ ઉદ્યોગના પ્રતિનિધિઓ, દિગ્દર્શકો, વિતરકો અને સિનેમા હોલના માલિકો હાજર રહ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now