Home Entertainment Malaika Arora Looks Killer Flaunt Body Share Bts Moments From Manish Malhotra Dubai Show

રેડ ગાઉનમાં મલાઈકએ ફ્લોન્ટ કર્યું ફિગર : જુઓ ક્યારેય ના જોઈ હોય તેવી તસવીરો

રેડ ગાઉનમાં મલાઈકએ ફ્લોન્ટ કર્યું ફિગર
Published by: OBS Bureau
Last Updated: Feb 10, 2025, 05:51 AM IST

મલાઈકા અરોરાએ તાજેતરમાં જ દુબઈથી મનીષ મલ્હોત્રાના ફેશન શોની એક ઝલક સોશિયલ મીડિયા પર શેર કરી હતી. મલાઈકાએ ગ્લેમરસ ઈવેન્ટની કેટલીક તસવીરો શેર કરી હતી, જેમાં તેમણે ચાહકોને બેકસ્ટેજની ઝલક આપી હતી.
તસવીરોમાં મલાઈકા લાલ રંગના ગાઉનમાં જોવા મળે છે. જાણે લાલ ગાઉનમાં પરી આવી હોય તેવો અનુભવ થાય.

બીજા ફોટોમાં મલાઈકા કેમેરા તરફ પીઠ કરીને પોઝ આપી રહી છે. લાલ બેકલેસ ગાઉનમાં ગ્લેમરસ દેખાતી હતી. તેનો વીડિયો વાયરલ થયો છે.

મલાઈકાએ ગાઉન સાથે ક્લાસિક ગોલ્ડન ઓપન-ટો હીલ્સ પહેરી હતી અને એક્સેસરીઝ ખુબ ઓછી હતી. તેમણે મેકઅપ માટે, બ્રોન્ઝ્ડ ગ્લો અપનાવ્યો, સન કિસ્ડ લુક માટે કોન્ટુર અને બ્રોન્ઝર સાથે એક ફ્લોલેસ બેઝ ચૂઝ કર્યો. તેના વાળ સોફ્ટ વેવ્સમાં સ્ટાઇલ કરવામાં આવ્યા હતા.


મલાઈકાએ નો-મેકઅપ લુકમાં તસવીરો પણ શેર કરી હતી. તસવીરમાં 'છૈય્યા છૈય્યા' ગર્લ પૂલની બાજુમાં આરામ કરતી જોવા મળી રહી છે. જેમાં તે બિકિનીમાં જોવા મળી. તસવીરો શેર કરતાં અરોરાએ કેપ્શનમાં લખ્યું, "હબીબી દુબઈ"... તેમણે રેમ્પ પરથી મનીષ મલ્હોત્રાની તસવીર પણ પોસ્ટ કરી હતી.

મનીષે દુબઈ ફેશન વીક 2025માં તેના નવા કલેક્શનને જાહેર કર્યો. મલાઈકા અરોરા, રવિના ટંડનની દીકરી રાશા થડાની, સંજય દત્ત અને કરણ જોહર જેવી હસ્તીઓ ડિઝાઈનરને ચીયર કરવા માટે જોડાયા હતા. ગ્રાન્ડ ફિનાલે માટે મલ્હોત્રાએ સુપરમોડેલ એડ્રિયાના લિમાને સ્ટેજ પર આમંત્રણ આપ્યું હતું. તેમણે રેમ્પ પર અદભૂત આકાશી ગ્રે સ્ટ્રેપલેસ ગાઉન પહેર્યું હતું.

મનીષે ઈન્સ્ટાગ્રામ પર ઇવેન્ટની તસવીરો શેર કરતાં લખ્યું, "અમારું પહેલું વર્લ્ડ કલેક્શનઃ શોની દુબઈની ક્ષણો મારા માટે હંમેશા ખાસ રહેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now