Home Health-lifestyle Make Oil Free Spicy Bread Pakodas At Home

નાસ્તામાં બનાવો તેલ વગરના મસાલેદાર બ્રેડ પકોડા : સ્વાસ્થ્ય સાથે સ્વાદનો સંગમ! જાણો સરળ રેસીપી

નાસ્તામાં બનાવો તેલ વગરના મસાલેદાર બ્રેડ પકોડા
Published by: OBS Bureau
| Last Updated: Dec 18, 2025, 06:21 AM IST

Oil Free Bread Pakoda Recipe: સવારનો નાસ્તો હોય કે સાંજની ચા સાથેનો સ્નેક, બ્રેડ પકોડા બધાને પસંદ આવે છે. પરંતુ તળેલા પકોડામાં વધુ તેલ હોવાથી સ્વાસ્થ્યની ચિંતા થાય છે. તો આજે અમે તમને તેલ વગરના બ્રેડ પકોડા બનાવવાની સરળ અને ઝડપી રેસીપી આપીએ છીએ, જે એર ફ્રાયર, ઓવન કે નોન-સ્ટિક તવામાં બની જાય છે. આ પકોડા ક્રિસ્પી અને મસાલેદાર બને છે, પણ તેલનું નામોનિશાન નથી!

જરૂરી સામગ્રી

બ્રેડના ટુકડા: 8-10 (સફેદ કે બ્રાઉન બ્રેડ)

બાફેલા બટાકા: 3-4 મધ્યમ કદના

ચણાનો લોટ (બેસન): 1 કપ

લીલા મરચાં: 2-3 (બારીક સમારેલા)

આદુ: 1 ઇંચનો ટુકડો (ખમણેલું)

લીલી ધાણા: 2-3 ચમચી (બારીક સમારેલી)

મસાલા: મીઠું સ્વાદાનુસાર, લાલ મરચું પાઉડર 1 ચમચી, હળદર1/2 ચમચી, ગરમ મસાલો 1/2 ચમચી

વૈકલ્પિક: આમચૂર પાઉડર (સ્વાદ માટે) 1 ચમચી

પાણી: બેટર માટે જરૂર મુજબ

બટેટાનું સ્ટફિંગ તૈયાર કરો

બટાકાને બાફી લો, છાલ કાઢીને સારી રીતે મેશ કરો.

તેમાં બારીક સમારેલા લીલા મરચાં, ખમણેલું આદુ, લીલી ધાણા અને તમામ મસાલા (મીઠું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, આમચૂર) ઉમેરો.

સારી રીતે મિક્સ કરો. સ્ટફિંગ ન તો વધુ સૂકું હોવું જોઈએ ન તો વધુ ભીનું.

બેસનનું બેટર તૈયાર કરો

એક બાઉલમાં ચણાનો લોટ લો.

થોડું-થોડું પાણી ઉમેરીને ઘટ્ટ બેટર બનાવો (ખૂબ પાતળું કે જાડું નહીં).

તેમાં મીઠું, હળદર, લાલ મરચું પાઉડર ઉમેરો અને સારી રીતે ફેટી લો. (વૈકલ્પિક: થોડું અજમો કે બેકિંગ સોડા ઉમેરીને વધુ ક્રિસ્પી બનાવી શકો.)

તેલ વગર બ્રેડ પકોડા બનાવવાની રીત

બ્રેડના બે ટુકડા લો, એક પર બટેટાનું સ્ટફિંગ લગાવો અને બીજા ટુકડાથી ઢાંકીને સેન્ડવિચની જેમ બંધ કરો. (ત્રિકોણ કે ચોરસ આકારમાં કાપી શકો.) આ સેન્ડવિચને બેસનના બેટરમાં સારી રીતે ડુબાડો.

એર ફ્રાયરમાં: 180°C પર પ્રીહીટ કરો. બેટરવાળા પકોડાને બાસ્કેટમાં મૂકો (વચ્ચે જગ્યા રાખો). 10-15 મિનિટ સુધી એર ફ્રાય કરો, વચ્ચે એકવાર ફ્લિપ કરો. (વૈકલ્પિક: ક્રિસ્પીનેસ માટે થોડું તેલ સ્પ્રે કરી શકો.)

ઓવનમાં: 200°C પર 15-20 મિનિટ બેક કરો.

નોન-સ્ટિક તવા પર: ધીમા તાપે બંને બાજુ શેકો (થોડું તેલ બ્રશ કરી શકો).

પીરસવાની રીત

ગરમા ગરમ તેલ-ફ્રી બ્રેડ પકોડાને લીલી ચટણી, ટામેટા કેચઅપ કે દહીં સાથે પીરસો. ચા સાથે મજા દ્વિગુણિત થશે! આ હેલ્ધી વર્ઝન બાળકોથી લઈને મોટેરા સુધી બધાને પસંદ આવશે. ટ્રાય કરીને જુઓ અને કમેન્ટમાં જણાવો કેવા બન્યા!

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

શું તમે પણ નકલી કેળા તો નથી ખાઈ રહ્યા ને?: આ રીતે કરો અસલી-નકલીની ઓળખ, બીમારીઓથી રહો દૂર

શું તમે પણ નકલી કેળા તો નથી ખાઈ રહ્યા ને?

ખીલના ડાઘ અને નિશાનને કાયમ માટે કહો અલવિદા: અજમાવો આ જાદુઈ ફેસ પેક, 15 દિવસમાં જ મળશે નેચરલ ગ્લોઇંગ સ્કિન!

ખીલના ડાઘ અને નિશાનને કાયમ માટે કહો અલવિદા

ઉપવાસમાં બનાવો સ્વાદિષ્ટ સાબુદાણા ફ્રૂટ કસ્ટર્ડ: એકવાર ખાશો તો ચાટી જશો આંગળા! જાણો સરળ રેસીપી

ઉપવાસમાં બનાવો સ્વાદિષ્ટ સાબુદાણા ફ્રૂટ કસ્ટર્ડ

આંખો નીચેના કાળા કુંડાળાથી છો પરેશાન?: મોંઘી ક્રીમ છોડો અને અજમાવો બટાકાનો આ રામબાણ નુસખો, દિવસોમાં દેખાશે અસર!

આંખો નીચેના કાળા કુંડાળાથી છો પરેશાન?

Kissing Side Effects: શું તમે જાણો છો કે કિસ કરવાથી ફેલાઈ શકે છે આ 7 ગંભીર બીમારીઓ, જાણો બચવાના ઉપાય

Kissing Side Effects