Home Health-lifestyle Make Juicy Carrot Gulab Jamun At Home In Winter

શિયાળામાં ઘરે બનાવો ગાજરના રસભર્યા ગુલાબ જામુન : સ્વાદ એવો કે આંગળા ચાટી જશો! જાણો મનમોહક રેસીપી

શિયાળામાં ઘરે બનાવો ગાજરના રસભર્યા ગુલાબ જામુન
Published by: OBS Bureau
Last Updated: Dec 07, 2025, 11:48 AM IST

Carrot Gulab Jamun Recipe: શિયાળાની મોસમ આવી કે તરત જ ઘરે ગાજરનો હલવો બનવા માંડે, પણ આ વખતે કંઈક એવું બનાવો કે બધા આંગળા ચાટતા રહી જાય! ગાજરમાંથી બનતા આ સોફ્ટ-જ્યુસી ગુલાબ જામુન એકદમ અલગ અને ઝડપી બની જાય છે. બસ 30-40 મિનિટમાં તૈયાર, અને સ્વાદ એવો કે દરેક પૂછે “આ શું બનાવ્યું છે?!”

જરૂરી સામગ્રી

ગાજર (બાફેલા અને છીણેલા) – 2 કપ

ખોયા (માવો) – 1 કપ

મેદો – 2-3 ચમચી (જરૂર પ્રમાણે)

ખાંડ (ચાસણી માટે) – 1 કપ

પાણી (ચાસણી માટે) – 1 કપ

એલચી પાવડર – 1/2 ચમચી

ઘી અથવા તેલ – તળવા માટે

પિસ્તા-બદામ – સજાવટ માટે

બનાવવાની સરળ રીત

એક તારની ચાસણી બનાવો

કડાઈમાં 1 કપ ખાંડ + 1 કપ પાણી મૂકીને ગરમ કરો. ખાંડ ઓગળે અને એક તાર જેવી ચાસણી બને ત્યાં સુધી ઉકાળો. એલચી પાવડર નાખી ગેસ બંધ કરી દો.

ગાજર-ખોયાનું મિશ્રણ તૈયાર કરો

કડાઈમાં 1-2 ચમચી ઘી ગરમ કરી છીણેલા ગાજર 2-3 મિનિટ તળો. ખોયા નાખી સારી રીતે મિક્સ કરો અને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રહો. ગેસ બંધ કરી થોડું ઠંડું થવા દો. ઠંડું થાય પછી 2-3 ચમચી મેદો અને થોડી એલચી પાવડર નાખી નરમ લોટ બાંધો. (જો ચોંટે તો થોડો વધુ મેદો નાખજો, પણ વધારે નહીં જામુન સખત થઈ જશે)

ગોળા વણો અને તળો

નાના-નાના ગોળા બનાવો (ફાટે નહીં એનું ધ્યાન રાખજો). કડાઈમાં ઘી/તેલ મધ્યમ-ધીમી આંચે ગરમ કરો અને ગોળ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ધીમે-ધીમે તળો. વધુ ગરમ તેલમાં નાખશો તો અંદર કાચા રહી જશે.

ચાસણીમાં પલાળો

તળેલા જામુન તરત જ ગરમ ચાસણીમાં નાખી દો. ઓછામાં ઓછા 15-20 મિનિટ કે 1 કલાક પલાળો જેથી ચાસણી સારી રીતે અંદર સુધી જાય અને જામુન ફૂલી જાય.

સજાવો અને પીરસો

પિસ્તા-બદામની કતરણ છાંટીને ગરમ-ગરમ કે ઠંડા પીરસો.

આ ગાજરના ગુલાબ જામુન એટલા સોફ્ટ અને જ્યુસી બને છે કે એક વાર બનાવશો તો હલવો બનાવવાનું ભૂલી જશો!

આજે જ અજમાવી જુઓ અને ઘરના બધાને સરપ્રાઇઝ આપો!

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now