Home Gujarat Major Reshuffle In Bharuch Police Force

ભરુચ પોલીસ બેડામાં મોટો ફેરબદલ! : 5 વર્ષથી એક જ જગ્યાએ ફરજ બજાવતા 70 કર્મીઓને બદલીના અપાયા આદેશ

ભરુચ પોલીસ બેડામાં મોટો ફેરબદલ!
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2025, 08:34 AM IST

Bharuch Police Transfer : ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ દ્વારા ભરૂચ પોલીસ બેડામાં વ્યાપક બદલી કરવામાં આવી છે. જાહેર હિતને ધ્યાનમાં રાખીને કુલ 70 પોલીસકર્મીઓની બદલીના આદેશ કરવામાં આવ્યા છે.

70 પોલીસકર્મીઓની બદલી

આ બદલીમાં ખાસ કરીને એક જ પોલીસ સ્ટેશનમાં પાંચ વર્ષથી વધુ સમયથી ફરજ બજાવતા પોલીસકર્મીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. આવા કુલ 56 પોલીસકર્મીઓને ભરૂચ જિલ્લામાં અન્ય અલગ-અલગ સ્થળે બદલી કરવામાં આવી છે જ્યારે 14 પોલીસ કર્મચારીની વહીવટી કારણોસર બદલી કરવામાં આવી છે. લાંબા સમયથી એક જ જગ્યાએ ફરજ બજાવતા કર્મચારીઓની બદલી કરીને કાર્યક્ષમતા અને પારદર્શિતા વધારવાનો હેતુ રાખવામાં આવ્યો છે.

જાહેર હિતમાં લેવાયેલો નિર્ણય

જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ દ્વારા કરવામાં આવેલી આ બદલીને જાહેર હિતમાં લેવાયેલો નિર્ણય ગણાવવામાં આવી રહ્યો છે. આ નિર્ણયથી પોલીસ તંત્રમાં નવી ઉર્જા આવશે અને કાયદો-વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે. ભરૂચ પોલીસ દ્વારા બદલીના આદેશ તાત્કાલિક અમલમાં મૂકવામાં આવશે અને તમામ પોલીસકર્મીઓને નવી ફરજ પર હાજર થવા સૂચના આપવામાં આવી છે.

જુઓ લિસ્ટ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now