Home Gujarat Major Action Under Anti Drug Campaign In Vav Tharad

વાવ થરાદમાં ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી : બે આરોપીઓ પાસેથી 488 ગ્રામ પોષ ડોડાનો જથ્થો ઝડપ્યો

વાવ થરાદમાં ડ્રગ્સ વિરોધી અભિયાન હેઠળ મોટી કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Jan 04, 2026, 06:10 AM IST

થરાદ પોલીસે ડ્રગ્સ વિરોધી અભિયાન અંતર્ગત મોટી કાર્યવાહી કરી છે. વાતડાઉ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન બે આરોપીઓ પાસેથી 488 ગ્રામ પોષ ડોડાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની કુલ કિંમત 97,320 રૂપિયા આંકવામાં આવી છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, કેતન પારેગી (રહે. મોરીખા, તા. વાવ) અને ભાણજી પરમાર (રહે. તીર્થગામ, તા. વાવ) નામના બે ઈસમો બજાજ પ્લેટિના મોટરસાયકલ પર સાંચોર તરફથી આવી રહ્યા હતા. વાંતડાઉ ચેકપોસ્ટ પર રોકીને તેમની તલાશી લેવામાં આવી હતી.

તપાસ દરમિયાન, ભાણજીભાઈ પરમારના કબજામાંથી ગેરકાયદેસર પોષ ડોડાનો 488 ગ્રામ જથ્થો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત આશરે 7320 રૂપિયા છે. આ ઉપરાંત, પોલીસે બે મોબાઈલ ફોન (કિંમત 10000 રૂપિયા) અને મોટરસાયકલ (કિંમત 80000 રૂપિયા) પણ જપ્ત કર્યા હતા.

આરોપીઓ આ નશીલો પદાર્થ પીવા માટે લઈ જતા હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. વધુમાં, સાંચોર રાણીવાડા ચોકડી પાસેથી એક ઇલેક્ટ્રિક એક્ટિવા ચાલકે તેમને આ મુદ્દામાલ આપ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે, જેણે ગુનામાં મદદગારી કરી હતી.

વાવ થરાદ પોલીસ દ્વારા 'ઝીરો ટોલરન્સ ફોર ડ્રગ્સ' અભિયાન અંતર્ગત આ કાર્યવાહી કરવામાં આવી છે. થરાદ પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા આ નશીલા પદાર્થના સ્ત્રોત અને તેમાં સંડોવાયેલા અન્ય લોકો અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now