Home Gujarat Major Accident On Gadhada Ahmedabad Road

ગઢડાના ઢસા-અમદાવાદ રોડ પર ગોઝારો અકસ્માત : કારનું પડીકું વળી ગયું, અમદાવાદના બે યુવકોના મોત

ગઢડાના ઢસા-અમદાવાદ રોડ પર ગોઝારો અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Dec 24, 2025, 07:22 AM IST

ભાવનગર જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા-અમદાવાદ રોડ પર આજે મધરાતે એક ગોઝારો માર્ગ અકસ્માત સર્જાયો હતો. ઢસા પાસે કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં અમદાવાદના બે યુવકોના ઘટનાસ્થળે જ દુઃખદ મોત નિપજ્યા હતા. આ અકસ્માતે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે.

સ્વિફ્ટ કાર અને ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત

પ્રાપ્ત માહિતી મુજબ અમદાવાદ તરફ ઘરે પરત ફરી રહેલા યુવકો સ્વિફ્ટ કારમાં મુસાફરી કરી રહ્યા હતા. કારનો નંબર જીજે 27 સીએમ 6574 હતો, જેમાં ત્રણ યુવકો સવાર હતા. જ્યારે ઢસા નજીક ગઢડા રોડ પર સામેથી આવી રહેલી ટ્રક નંબર આરજે 07 જીઈ 4791 સાથે કારની ભયંકર ટક્કર થઈ હતી.

કારનું પડીકું વળી ગયું

ટક્કર એટલી જોરદાર હતી કે કારનો સંપૂર્ણ કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને કારનું પડીકું વળી ગયું હતું. અકસ્માતમાં બોપલ અને હાથીજણ વિસ્તારમાં રહેતા બે મિત્રોની એક જ ઝાટકે જિંદગી છીનવાઈ ગઈ હતી. બંને યુવકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નિપજ્યા હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં જ સ્થાનિક લોકો અને પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now