Home Gujarat Mahisagar Collector Visits Emergency Health Sub Center

મહીસાગર કલેક્ટરની મોટી કાર્યવાહી : આકસ્મિક આરોગ્ય સબ સેન્ટરની લીધી મુલાકાત, બેદરકારી બદલ સરકારી ડોક્ટરને કર્યા સેવા નિવૃત

મહીસાગર કલેક્ટરની મોટી કાર્યવાહી
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2025, 09:56 AM IST

Mahisagar Collector Action : મહીસાગર જિલ્લામાં લુણાવાડા તાલુકાના કીડિયા આરોગ્ય સબ સેન્ટરના સરકારી ડોક્ટર ધરીત્રી પટેલની સેવા સમાપ્ત કરવામાં આવી છે. આ નિર્ણય મહીસાગર જિલ્લા કલેક્ટર દ્વારા આકસ્મિક મુલાકાત દરમિયાન લેવામાં આવ્યો હતો.

એક્સપાયરી ડેટ વાળી દવાઓ મળતા ડોક્ટરને કર્યા સેવા નિવૃત

કલેક્ટરની મુલાકાત દરમિયાન સબ સેન્ટરમાં ગંભીર ક્ષતિઓ જોવા મળી હતી. તપાસમાં એક્સપાયરી ડેટ વાળી દવાઓ સબ સેન્ટરમાં સ્ટોર થઈ હોવાની વાત સામે આવી હતી. આ મુદ્દા પર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા પણ તાત્કાલિક તપાસ હાથ ધરવામાં આવી હતી.

આરોગ્ય વિભાગે હાથધરી તપાસ

જિલ્લા કલેક્ટરે આ મુલાકાતને ધ્યાનમાં લઈને તરત પગલાં લેતા ધરિત્રી પટેલની સેવાને સમાપ્ત કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી જાહેર આરોગ્ય વ્યવસ્થામાં કડક પાલન અને શિસ્ત સુનિશ્ચિત કરવાનો સંકેત મળ્યો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now