Home Gujarat Mahisagar Another Chinese Man Caught Selling Lace

મહીસાગરમાંથી વધુ એક ચાઈનીઝ દોરી વેચતો ઝડપાયો : 42 હજારનો મુદ્દામાલ જપ્ત, SOGની કાર્યવાહી

મહીસાગરમાંથી વધુ એક ચાઈનીઝ દોરી વેચતો ઝડપાયો
Published by: OBS Bureau
Last Updated: Jan 02, 2026, 07:16 AM IST

મહીસાગર જિલ્લામાં ચાઈનીઝ દોરીના ગેરકાયદેસર વેચાણ સામે પોલીસે વધુ એક કાર્યવાહી કરી છે. કોઠંબા પોલીસ મથક વિસ્તારમાં મહીસાગર SOGને મળેલી ચોક્કસ બાતમીના આધારે એક યુવકને ચાઈનીઝ દોરી સાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી જિલ્લામાં ફરી એકવાર ચાઈનીઝ દોરીના ગેરકાયદેસર વેપારનો ખુલાસો થયો છે. મહીસાગર SOGની ટીમે બાતમીના આધારે મહારાજ ઢાબા નજીક રોડ ઉપર રેડ કરી હતી. ત્યાં એક યુવક ચાઈનીઝ દોરીનું વેચાણ કરતો હોવાનું સામે આવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી તેને ઝડપી લીધો હતો. પકડાયેલા યુવકનું નામ મહેન્દ્ર હોવાનું જાણવા મળ્યું છે.

42 હજારનો મુદ્દામાલ કબજે કર્યો

પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી 36 નંગ ચાઈનીઝ દોરીના ફિરકા મળી આવ્યા હતા. આ સાથે ચાઈનીઝ દોરીના વેચાણમાં ઉપયોગમાં લેવાતો એક મોબાઈલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યો છે. પોલીસે કુલ મળીને અંદાજે રૂપીયા 42 હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે.

પોલીસનની કડક કાર્યવાહી

ઉલ્લેખનીય છે કે ચાઈનીઝ દોરી માનવજીવન અને પક્ષીઓ માટે અત્યંત જોખમી હોવાથી તેના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ છે. તેમ છતાં કેટલાક લોકો ચોરીછૂપીથી તેનો વેપાર કરી રહ્યા છે. આ ઘટનાને લઈને કોઠંબા પોલીસ મથકમાં આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસ દ્વારા હવે આ ચાઈનીઝ દોરી ક્યાંથી લાવવામાં આવી હતી અને તેનો સપ્લાય કોને કરવામાં આવતો હતો તે અંગે પણ વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. જિલ્લામાં ચાઈનીઝ દોરીના ગેરકાયદેસર વેપાર સામે પોલીસે કડક કાર્યવાહી ચાલુ રાખી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now