Home Automobile Mahindra Launches The Feature Packed Xuv 7xo On Indian Roads

Mahindra એ ભારતીય રસ્તાઓ પર ફીચર્સથી ભરપૂર XUV 7XO ને કરી લોન્ચ! : વોઇસ કમાન્ડથી કંટ્રોલ થશે આ કાર, જાણો નવી XUV 7XO ની કિંમત અને વેરિઅન્ટની માહિતી

Mahindra એ ભારતીય રસ્તાઓ પર ફીચર્સથી ભરપૂર XUV 7XO ને કરી લોન્ચ!
Published by: OBS Bureau
Last Updated: Jan 06, 2026, 06:14 AM IST

Mahindra XUV 7XO: આજના સમયમાં કાર માત્ર એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેનું વાહન નથી રહી, પરંતુ તે આપણી લાઈફસ્ટાઈલ માટેની જરૂરિયાત બની ગઈ છે. Mahindra એ તેની લોકપ્રિય SUV XUV700 ને નવા લુકમાં XUV 7XO તરીકે રજૂ કરીને માર્કેટમાં હલચલ મચાવી દીધી છે. આ કાર એક એવું સ્માર્ટ ગેજેટ છે જેને તમે તમારા અવાજ અને મોબાઈલથી કંટ્રોલ કરી શકો છો. ઘણા લોકોને પ્રશ્ન હશે કે, XUV700 અને XUV 7XO માં શું તફાવત છે? Mahindra એ આ ફેસલિફ્ટેડ વર્ઝનમાં લુક અને ઇન્ટિરિયરને સંપૂર્ણપણે બદલી નાખ્યા છે. જોકે એન્જિનનો પાવર જૂના મોડલ જેવો જ રાખવામાં આવ્યો છે, પરંતુ ટેકનોલોજીની દ્રષ્ટિએ આ કારમાં ઘણા નોંધપાત્ર અપડેટ્સ મળે છે.

કિંમત અને બુકિંગ

જો તમે આ પ્રીમિયમ SUV ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ વિગતો ખાસ નોંધજો:

  • શરૂઆતની કિંમત: ₹13.66 લાખ (એક્સ-શોરૂમ).

  • ખાસ નોંધ: આ કિંમત માત્ર પ્રથમ 40,000 ગ્રાહકો માટે જ લાગુ પડશે.

  • મહત્વની તારીખો: 8 જાન્યુઆરીથી ટેસ્ટ ડ્રાઇવ શરૂ થશે અને 14 જાન્યુઆરીથી ઓફિશિયલ બુકિંગ વિન્ડો શરૂ થશે.

Mahindra XUV 7XO ના વેરિઅન્ટ મુજબ કિંમતનું લિસ્ટ

વેરિઅન્ટ (Variant)

સીટિંગ કેપેસિટી (Seater)

ગેસોલિન/પેટ્રોલ MT (Gasoline MT)

ડીઝલ MT (Diesel MT)

AT એક્સક્લુઝિવ (G/D)

AX

7 STR

₹ 13.66 લાખ

₹ 14.96 લાખ

NA

AX3

7 STR

₹ 16.02 લાખ*

₹ 16.49 લાખ*

NA

AX5

7 STR

₹ 17.52 લાખ*

₹ 17.99 લાખ*

NA

AX7

7 STR

₹ 18.48 લાખ*

₹ 18.95 લાખ*

NA

AX7

6 STR

NA

NA

NA

AX7T

7 STR

NA

₹ 20.99 લાખ*

G - ₹ 21.97 લાખ

AX7T

6 STR

NA

₹ 21.39 લાખ*

G - ₹ 22.16 લાખ

AX7L

7 STR

NA

₹ 22.47 લાખ*

G - ₹ 23.45 લાખ

AX7L

6 STR

NA

NA

G - ₹ 23.64 લાખ

AX7L

6 STR

NA

NA

D - ₹ 24.11 લાખ

એટ્રેક્ટિવ લુક

XUV 7XO નો નવો લુક Mahindra ની ફ્યુચરની ઇલેક્ટ્રિક કારો (EV) ની ડિઝાઇનથી ઇન્સપાયર છે. તેમાં બૂમરેંગ આકારની LED DRLs, નવા સ્ટાઇલિશ હેડલેમ્પ્સ અને પાછળના ભાગમાં કનેક્ટેડ LED ટેલલાઇટ્સ આપવામાં આવી છે. તેના નવા એલોય વ્હીલ્સ કારને રસ્તા પર એક દમદાર લુક આપે છે.

પ્રીમિયમ ઇન્ટિરિયર

કારની અંદર પગ મૂકતા જ તમને કોઈ મોંઘી લક્ઝરી કારમાં હોવાનો અહેસાસ થશે. સૌથી મોટો ફેરફાર તેની 12.3-ઇંચની ટ્રિપલ સ્ક્રીન છે. ડ્રાઇવર માટે ડિજિટલ મીટર ઉપરાંત, વચ્ચે ઇન્ફોટેનમેન્ટ અને બાજુમાં બેઠેલા પેસેન્જર માટે પણ અલગ ડિસ્પ્લે આપવામાં આવી છે. નવું ટુ-સ્પોક સ્ટિયરિંગ વ્હીલ આ કેબિનને વધુ મોર્ડન બનાવે છે.

કમ્ફર્ટ ફીચર્સ

મુસાફરીને આરામદાયક બનાવવા માટે આ SUV માં દરેક નાની બાબતનું ધ્યાન રાખવામાં આવ્યું છે:

  • મોટી પેનોરેમિક સનરૂફ

  • વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ

  • ડ્યુઅલ ઝોન ક્લાઈમેટ કંટ્રોલ.

  • વાયરલેસ ચાર્જિંગ અને પ્રીમિયમ લેધર ફિનિશ

થિએટર જેવો માહોલ આ કારમાં

Mahindra એ આ કારને 'Theatre on Wheels' કહી છે. તેમાં 16 સ્પીકર્સ ધરાવતી Harman Kardon સિસ્ટમ છે. Dolby Vision અને Dolby Atmos ના સપોર્ટ સાથે, કારની અંદર મ્યુઝિક કે મૂવી જોવાનો અનુભવ થિયેટર જેવો જ રહેશે.

ChatGPT અને સ્માર્ટ ટેક્નોલોજી

ભારતમાં પહેલીવાર કોઈ પેટ્રોલ/ડીઝલ (ICE) કારમાં ChatGPT નો સપોર્ટ આપવામાં આવ્યો છે. સાથે જ તમે એલેક્સા (Alexa) સાથે વાત કરીને કારના ફીચર્સ કંટ્રોલ કરી શકો છો અને તમારા પ્રશ્નોના જવાબો પણ મેળવી શકો છો.

સેફટી ફીચર્સ

સેફટીના મામલે Mahindra XUV 7XO માં ઘણા ફીચર્સ મળે છે:

  • સુરક્ષા માટે 7 એરબેગ્સ

  • 540-ડિગ્રી કેમેરા

  • ISOFIX સીટ એન્કર

  • Level-2 ADAS: જેમાં 17 એડવાન્સ ફીચર્સ છે (જેમ કે ઓટોમેટિક બ્રેકિંગ અને લેન આસિસ્ટ), જે અકસ્માત થતા અટકાવે છે.

પાવરફુલ એન્જિન અને ટ્રાન્સમિશનના ઓપ્શન

  • 2.0L પેટ્રોલ: 200bhp પાવર સાથે તેજ સ્પીડ આપે છે.

  • 2.2L ડીઝલ: 185bhp પાવર સાથે લાંબી મુસાફરી માટે શ્રેષ્ઠ છે.

બંનેમાં 6-સ્પીડ મેન્યુઅલ અને ઓટોમેટિક ટ્રાન્સમિશનના ઓપ્શન ઉપલબ્ધ છે, સાથે જ ડીઝલમાં AWD (ઓલ વ્હીલ ડ્રાઇવ) નો ફીચર જોવા મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now