Mahindra XUV 3XO EV Launch Price Features: Mahindra & Mahindra એક પછી એક નવી કાર લોન્ચ કરી રહી છે. હાલમાં Mahindra XUV 700 નું ફેસલિફ્ટ મોડલ Mahindra XUV 7XO લોન્ચ કર્યા પછી, હવે આ ભારતીય કંપનીએ તેની સબ-4 મીટર કોમ્પેક્ટ SUV XUV 3XO નું ઇલેક્ટ્રિક વેરિઅન્ટ XUV 3XO EV લોન્ચ કરી છે. 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, LED લાઇટ્સ, ડ્યુઅલ ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, હાઇટ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, 360 ડિગ્રી કેમેરા અને લેવલ 2 ADAS સહિત ઘણા ફીચર્સ સાથે, આ નવી ઇલેક્ટ્રિક SUV ની શરૂઆતી એક્સ-શોરૂમ કિંમત 13.89 લાખ રૂપિયા છે.
Mahindra XUV 3XO EV: કિંમત અને કલર ઓપ્શન
Mahindra & Mahindra એ તેની નવી XUV 3XO EV બે વેરિઅન્ટમાં રજૂ કરી છે: XUV 3XO EV AX5, જેની કિંમત ₹13.89 લાખ (એક્સ-શોરૂમ) છે અને XUV 3XO EV AX7L, જેની કિંમત ₹14.96 લાખ (એક્સ-શોરૂમ) છે. જો તમે 7.2 kW વોલ ચાર્જર સાથે આ ઇલેક્ટ્રિક SUV ખરીદો છો, તો તમારે વધારાના ₹50,000 ચૂકવવા પડશે. મહિન્દ્રાએ Everest White, Tango Red, Stealth Black, Nebula Blue, Galaxy Grey અને Deep Forest જેવા કલર ઓપ્શનમાં તેની સૌથી સસ્તી ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરી છે. બુકિંગ 6 જાન્યુઆરીથી શરૂ થઈ ગયું છે, જ્યારે ડિલિવરી 23 ફેબ્રુઆરી, 2026 થી શરૂ થશે.
Mahindra XUV 3XO EV: લુક અને ડિઝાઇન
મહિન્દ્રા XUV 3XO EV નો લુક અને ડિઝાઇન તેના ICE મોડલ (પેટ્રોલ અને ડીઝલ) જેવા જ છે, પરંતુ EV જરૂરિયાતોને અનુરૂપ કેટલાક ફેરફારો કરવામાં આવ્યા છે. તેમાં LED પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, LED DRL સાથે ફ્રન્ટ ટર્ન ઇન્ડિકેટર્સ, ઇન્ફિનિટી ટેલલેમ્પ્સ, LED ફ્રન્ટ ફોગ લેમ્પ્સ, રૂફ રેલ્સ, રીઅર સ્પોઇલર, સિંગલ-પેન અને પેનોરેમિક સનરૂફ, લેધરેટ સ્ટીયરિંગ અને સીટ્સ, ડેશબોર્ડ અને ડોર ટ્રીમ પર સોફ્ટ-ટચ લેધર, 16- અને 17-ઇંચ ડાયમંડ-કટ એલોય વ્હીલ્સ, 10.25 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 12.25 ઇંચનું ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટરનો સમાવેશ થાય છે.
Mahindra XUV 3XO EV: કમ્ફર્ટ અને ફીચર્સ
Mhindra XUV 3XO EV ના કમ્ફર્ટ અને ફીચર્સની વાત કરીએ તો, તેમાં ડ્યુઅલ-ઝોન ક્લાઇમેટ કંટ્રોલ, પેસિવ કીલેસ એન્ટ્રી અને પુશ-બટન સ્ટાર્ટ, ઓટો-હોલ્ડ ફીચર સાથે ઇલેક્ટ્રોનિક પાર્કિંગ બ્રેક, ઓટો હેડલાઇટ અને ઓટો-રેન-સેન્સિંગ વાઇપર્સ, ઇલેક્ટ્રિકલી ફોલ્ડિંગ ORVM, ઊંચાઈ-એડજસ્ટેબલ ડ્રાઇવર સીટ, પાછળના મુસાફરો માટે કપ હોલ્ડર્સ સાથે આર્મરેસ્ટ, પાછળનો વાઇપર અને વોશર, તેમજ પાછળનો ડિફોગર, એડજસ્ટેબલ રીઅર સીટ હેડરેસ્ટ, એક-ટચ અપ/ડાઉન ફીચર સાથે ડ્રાઇવર સાઇડ પાવર વિન્ડો, 60:40 ફોલ્ડેબલ રીઅર સીટ, રીઅર એસી વેન્ટ્સ, સ્ટોરેજ સાથે સેન્ટ્રલ ફ્રન્ટ આર્મરેસ્ટ, વાયરલેસ ચાર્જર, ફ્રન્ટ અને રીઅર યુએસબી ચાર્જિંગ પોર્ટ, ઓટો-ડિમિંગ IRVM, ઇલ્યુમિનેશન લાઇટ્સ સાથે કૂલ્ડ ગ્લોવ બોક્સ અને કો-ડ્રાઇવરની સીટ માટે એક પ્રકાશિત સન વિઝર અને વેનિટી મિરરનો સમાવેશ થાય છે.
Mahindra XUV 3XO EV: ટેક ફીચર્સ
Mahindra & Mahindra ની નવી XUV 3XO EV ની ટેક ફીચર્સ વિશે વાત કરીએ તો, તે Adrenox સાથે બિલ્ટ-ઇન એલેક્સા, ઓનલાઈન નેવિગેશન, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે, ડોલ્બી એટમોસ સાથે હરમન કાર્ડનનું 7-સ્પીકર સ્ટીરિયો સિસ્ટમ, સ્ટીયરિંગ ઓડિયો કંટ્રોલ અને 65W USB-C ફાસ્ટ ચાર્જિંગ જેવા ફીચર્સ સાથે આવે છે.
Mahindra XUV 3XO EV: સેફટી ફીચર્સ
સેફટીની દ્રષ્ટિએ, Mahindra XUV 3XO EV ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP), 6 એરબેગ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ક્રુઝ કંટ્રોલ, સ્માર્ટ પાયલટ આસિસ્ટ, 360-ડિગ્રી સરાઉન્ડ વ્યૂ સિસ્ટમ, બ્લાઇન્ડ વ્યૂ મોનિટર અને ફ્રન્ટ પાર્કિંગ આસિસ્ટ સિસ્ટમ જેવા ફીચર્સ સાથે આવે છે. આ ઉપરાંત, લેવલ 2 એડવાન્સ્ડ ડ્રાઇવર આસિસ્ટન્સ સિસ્ટમ્સ (ADAS) પણ છે જેમાં લેન ડિપાર્ચર વોર્નિંગ, લેન ડિપાર્ચર પ્રોટેક્શન, લેન કીપ આસિસ્ટ, ટ્રાફિક સાઇન રેકગ્નિશન સિસ્ટમ, ફોરવર્ડ કોલિઝન વોર્નિંગ, ઓટો ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ, હાઇ બીમ આસિસ્ટ અને સ્ટોપ એન્ડ ગો સાથે એડેપ્ટિવ ક્રુઝ કંટ્રોલનો સમાવેશ થાય છે.
Mahindra XUV 3XO EV: પર્ફોમન્સ
Mahindra XUV 3XO EV ની બેટરી, પાવર અને પર્ફોમન્સની વાત કરીએ તો, આ કોમ્પેક્ટ ઇલેક્ટ્રિક SUV 39.4kWh બેટરીથી સાથે આવે છે, જે કંપનીનો દાવો છે કે, આ કાર રિયલ લાઇફમાં 285 કિલોમીટર સુધીની રેન્જ આપે છે. 50 kW DC નો ઉપયોગ કરીને તેને માત્ર 50 મિનિટમાં 0 થી 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે. તેમાં ત્રણ ડ્રાઇવિંગ મોડ ઓફર કરે છે: Fun, Fast and Fearless. તેની ઇલેક્ટ્રિક મોટર 110kW પાવર અને 310Nm ટોર્ક જનરેટ કરે છે. આ ઇલેક્ટ્રિક SUV માત્ર 8.3 સેકન્ડમાં 0 થી 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. વધુમાં, તેમાં ફ્રીક્વન્સી ડિપેન્ડન્ટ ડેમ્પિંગ (FDD) સસ્પેન્શન છે.






