Home International Maharashtra Dycms Plane Crash

મહારાષ્ટ્રના DyCM અજિત પવારનું પ્લેન ક્રેશ : બારામતીમાં લેન્ડિંગ કરતી વખતે અકસ્માત, DyCM સહિત સવાર તમામના મોત

મહારાષ્ટ્રના DyCM અજિત પવારનું પ્લેન ક્રેશ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 28, 2026, 06:28 AM IST

મહારાષ્ટ્રમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે કે બારામતી એરપોર્ટ પર અજિત પવારનું પ્લેન લેન્ડિંગ કરતી વખતે ક્રેશ થયું છે. જિલ્લા પરિષદની ચૂંટણી માટે પ્રચાર કરવા માટે અજિત પવાર મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત થયો હતો. આ વિમાનમાં સવાર અજિત પવાર સહિત તમામ લોકોના મોત થયા છે.

મળતી પ્રાથમિક માહિતી અનુસાર, અજિત પવાર આજે સવારે મુંબઈથી બારામતી માટે ખાસ વિમાનમાં રવાના થયા હતા. જોકે, અચાનક ટેકનિકલ ખામી સર્જાતા વિમાન ક્રેશ થયું હતું. જોકે આ અકસ્માત નજીવો હતો, પરંતુ વિમાનમાં રહેલા કેટલાક સ્ટાફ અને સુરક્ષા ગાર્ડ્સને નાની-મોટી ઈજાઓ થઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

રાજ્ય હાલમાં જિલ્લા પરિષદની ચૂંટણીઓની વચ્ચે છે, અને આજે બારામતીમાં વિવિધ સ્થળોએ અજિત પવારની પ્રચાર સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ આ સભાને સંબોધવા માટે મુંબઈથી રવાના થયા હતા. આ ઘટનાથી છેલ્લા કેટલાક સમયથી વિસ્તારમાં ચિંતાનો માહોલ ફેલાયો છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now