Home International Mahakumbh Irctc Booking Full Till 300january Bageshwar Baba Will Arrive

MAHAKUMBH UPDATE: 6.10 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં કર્યું સ્નાન : 24 જાન્યુઆરી આવશે બેગશ્વરબાબા, આજે શંકર મહાદેવનનો પ્રોગ્રામ

MAHAKUMBH UPDATE: 6.10 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં કર્યું સ્નાન
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2025, 10:35 AM IST


મહાકુંભમાં IRCTC એટલે કે ઈન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન દ્વારા તૈયાર કરાયેલા ટેન્ટ સિટીનું બુકિંગ 30 જાન્યુઆરી સુધી ફૂલ થઈ ગયું છે જો તમે અત્યારે બુકિંગ કરો છો, તો તમારે ફેબ્રુઆરીના પહેલા સપ્તાહ સુધી રાહ જોવી પડશે.


24 જાન્યુઆરીએ બાગેશ્વર ધામના પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી મહાકુંભમાં સ્નાન કરવા માટે સંગમ પહોંચશે. તે 3 દિવસ સુધી કથા કરશે. તેમનો દરબાર હનુમાન મંદિરની સામે લાગશે.

16 જાન્યુઆરીથી 24 ફેબ્રુઆરી સુધી સંસ્કૃતિનો મહાકુંભ યોજાશે. આજે બોલિવૂડ સિંગર શંકર મહાદેવન ગંગા પંડાલમાં પરફોર્મ કરશે. તેમણે કહ્યું કે મારું સૌ ભાગ્ય છે કે મને મહાકુંભમાં ભાગ લેવાનો અવસર મળ્યો છે.


મહાકુંભમાં ઇસ્કોનની શોભાયાત્રામાં વિદેશી ભક્તોએ જોરશોરથી ડાન્સ કર્યો. વિદેશીઓ હરે રામ-હરે કૃષ્ણના સ્તોત્રો પર નાચતા ગાતા જોવા મળ્યા. ચોથા દિવસે બપોર સુધી 10 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું. 13 જાન્યુઆરીથી અત્યાર સુધીમાં દેશ-વિદેશના લગભગ 6.10 કરોડ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે.


Disclaimer ( અસ્વીકરણ ) : અહીં આપેલી માહિતી સામાન્ય માન્યતાઓ, જ્યોતિષ, કેલેન્ડર, ધાર્મિક ગ્રંથો વગેરે પર આધારિત છે. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now