Home International Macron Hindi Message Pm Modi France

‘ભારત-ફ્રાન્સની દોસ્તી અમર રહે’ : મેક્રોને હિન્દીમાં કહ્યું, જુઓ સંપૂણ VIDEO

Macron said: May the friendship between India and France last forever
Published by: Vaishnavi Pathak
Last Updated: Jun 19, 2026, 09:36 AM IST

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને PM મોદી માટે હિન્દીમાં ખાસ વીડિયો સંદેશ શેર કરીને મિત્રતાની પ્રશંસા કરી

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને ભારત અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની ગાઢ મિત્રતાને દર્શાવતો એક અનોખો વીડિયો મેસેજ સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ વીડિયોમાં રાષ્ટ્રપતિ મેક્રોન હિન્દી ભાષામાં બોલતા જોવા મળી રહ્યા છે. તેમણે પોતાના સંદેશમાં કહ્યું, "પ્રિય મિત્ર નરેન્દ્ર, નીસ, એવિયન અને પેરિસના તમારા પ્રવાસમાં તમારું સ્વાગત કરતાં મને ખૂબ આનંદ થયો. ફ્રાન્સ અને ભારતની મિત્રતા અમર રહે."

આટલું હિન્દીમાં બોલ્યા બાદ મેક્રોને હસતાં હસતાં અંગ્રેજીમાં કહ્યું કે, "મને આશા છે કે આ મારો હિન્દી સંદેશ સાચો હશે. ડિયર પ્રાઇમ મિનિસ્ટર, આ મિત્રતા માટે તમારો આભાર. હું આવતા ફેબ્રુઆરીમાં ભારત પ્રવાસ દરમિયાન તમને ફરી મળીશ."

જુઓ સંપૂણ VIDEO....

6 દિવસનો સફળ પ્રવાસ પૂરો કરી PM મોદી ભારત રવાના

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને સ્લોવાકિયાનો પોતાનો 6 દિવસનો મહત્વપૂર્ણ સત્તાવાર પ્રવાસ પૂરો કરીને ગુરુવારે મોડી રાત્રે નવી દિલ્હી આવવા માટે રવાના થઈ ગયા છે. ફ્રાન્સથી રવાના થતી વખતે પીએમ મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, આ પ્રવાસ બંને દેશો વચ્ચેની ભાગીદારી અને પરિણામો બંને દ્રષ્ટિએ ખૂબ જ વ્યાપક અને સફળ રહ્યો છે.

G7 સમિટમાં વૈશ્વિક નેતાઓ સાથે મુલાકાત

પોતાના આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદીએ ફ્રાન્સના એવિયન શહેરમાં યોજાયેલી G7 સમિટમાં ભાગ લીધો હતો. આ સમિટની તક પર પીએમ મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સહિત વિશ્વના અન્ય અગ્રણી નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. આ મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પે પણ પીએમ મોદીના નેતૃત્વ અને ભારતની વૈશ્વિક ભૂમિકાના મન મૂકીને વખાણ કર્યા હતા. આ પ્રવાસથી ભારત અને યુરોપિયન દેશો વચ્ચે ટેકનોલોજી, સંરક્ષણ અને વેપાર ક્ષેત્રે સંબંધો વધુ મજબૂત બન્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now