Home Gujarat Liquor Worth Crores Seized From Kutch

કચ્છમાંથી પકડાયો કરોડોનો દારૂ! : 7 હજાર દારૂની બોટલો SMCએ કરી કબજે, બુટલેગરોમાં ફફડાટ

કચ્છમાંથી પકડાયો કરોડોનો દારૂ!
Published by: OBS Bureau
Last Updated: Feb 23, 2026, 01:07 PM IST

કચ્છ જિલ્લામાં ખુલ્લેઆમ ચાલતા વિદેશી દારૂના ગેરકાયદે વેપાર સામે SMC દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાસ કરીને ભચાઉ વિસ્તારમાં કરવામાં આવેલી રેડ દરમિયાન કરોડોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

કરોડોની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો

મળતી માહિતી મુજબ, સોયાબીનના જથ્થાની આડમાં કન્ટેનર મારફતે વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો હતો. ચોક્કસ બાતમીના આધારે SMC ટીમે વહેલી સવારે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન કન્ટેનરમાંથી કુલ 7080 વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. સમગ્ર મુદ્દામાલની અંદાજિત કિંમત 1 કરોડ રૂપિયાથી વધુ હોવાનું જણાવાયું છે.

બુટલેગરોમાં ફફડાટ ફેલાયો!

આ કાર્યવાહી SMCના PI એમ એસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા કન્ટેનર સહિત સમગ્ર જથ્થો કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂના આ ગેરકાયદે વેપાર પાછળ કોણ સંડોવાયેલું છે તેની વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. કચ્છ જિલ્લામાં SMC દ્વારા સતત ચાલતી કાર્યવાહીથી બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસ તંત્ર દ્વારા સ્પષ્ટ સંદેશ આપવામાં આવ્યો છે કે ગેરકાયદે દારૂના વેપારને કોઈ પણ સંજોગોમાં બરદાશ્ત કરવામાં આવશે નહીં.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now