Home Health-lifestyle Lifestyle Sugar Drinks Caused More Than 22 Lakhs Cases

આ એક ભૂલ કરી તો ડાયાબિટીસ થવાનું ફાઈનલ : મોડું થાય તે પહેલા જ સુધારી લો આ આદત

આ એક ભૂલ કરી તો ડાયાબિટીસ થવાનું ફાઈનલ
Published by: OBS Bureau
Last Updated: Jan 31, 2025, 04:56 AM IST

ડાયાબિટીસ એ એક અસાધ્ય રોગ છે અને તે તમારા અયોગ્ય ખાવા-પીવાની ટેવને કારણે થઈ શકે છે,  આ જાણતા હોવા છતાં લોકો પોતાની ભૂલો સુધારતા નથી. એક રિસર્ચમાં સામે આવ્યું છે કે કોલ્ડ ડ્રિંકસ જેમાં સુગરનું પ્રમાણે વધારે છે, તેના કારણે 22 લાખ લોકો ડાયાબિટીસનો શિકાર બની ગયા. ડાયાબિટીસ એ સાઈલન્ટ કિલર છે, જેનો સંપૂર્ણ કોઈ ઈલાજ નથી. એકવાર જો કોઈ વ્યક્તિ તેની ચપેટમાં આવી જાય છે તો તેની મુસિબતમાં વધારો થઈ જાય છે. આ બિમારી ખોટું ખાવા-પીવાની ટેવ અને અયોગ્ય જીવનશૈલીના કારણે થાય છે. વધારે પડતું ગળ્યું ખાવા-પીવાના કારણે સુગરની બિમારી થઈ શકે છે. આ વાત જાણતા હોવા છતાંલોકો તેમની આદતોને કંટ્રોલ કરી શકતા નથી.

એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે વર્ષ 2020 માં, વિશ્વભરમાં ટાઇપ 2 ડાયાબિટીસના 22 લાખ કેસ નોંધાયા, અને તેના પાછળનું કારણ હતું સુગર ડ્રિંક્સ... કોલ્ડ ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સ, એનર્જી ડ્રિંક્સ અથવા અન્ય કોઈપણ પીણાં કે જેમાં ખાંડની માત્રા વધારે છે તેના કારણે ડાયાબિટીસ થાય છે. આ રિસર્ચ નેચર મેડિસિન પબ્લિકેશને બહાર પાડ્યુ છે. રિસર્ચમાં 184 દેશોના ડેટાનું એનાલિસીસ કરવામાં આવ્યું છે. આ રિસર્ચ મુજબ મીઠા પીણાં ડાયાબિટીસ અને હૃદયરોગની બિમારી થવામાં મોટી ભૂમિકા ભજવે છે. સંશોધનકારોએ એવું પણ શોધી કાઢયું છે કે મીઠી પીણાને કારણ હ્રદયરોગના 12 લાખ નવા કેસ પણ સામે આવ્યા છે.

કોણ સૌથી વધારે પ્રભાવિત?

સંશોધનમાં સામે આવ્યું છે કે ડાયાબિટીસની અસર પુરુષો, યુવાનો, પુખ્ત વયના લોકો, ઉચ્ચ શિક્ષણ અને શહેરી વિસ્તારોમાં રહેતા લોકો પર સૌથી વધુ જોવા મળી છે. આ રોગનો ખતરો લેટિન અમેરિકા, કેરેબિયન અને સહારા આફ્રિકા જેવા વિસ્તારોમાં સૌથી વધુ જોવા મળ્યો છે.

કોલમ્બિયા-અમેરિકામાં વધ્યા ડાયાબિટીસના કેસો

રિસર્ચ મુજબ કોલમ્બિયામાં ટાઇપ 2 ડાયાબિટીસના કેસોમાં સૌથી ઝડપથી વધારો થયો છે. 1990 અને 2020 ની વચ્ચે, કોલમ્બિયામાં દર 10 લાખ પુખ્ત વયના લોકોમાં 793 નવા કેસ નોંધાયા છે. વર્ષ 2020માંકોલમ્બિયાના 50 ટકા લોકોને ડાયાબિટીસ તો સુગર ડ્રિંક્સ પીવાના કારણે થઈ છે.  એ જ રીતે, આ જ સમયગાળા દરમિયાન અમેરિકામાં 10 લાખ પુખ્ત વયના લોકોમાં 671 નવા કેસ નોંધાયા.

ઓછી આવકવાળા દેશોમાં કેસ વધ્યા

રિસર્ચરોના મતે સુગર ડ્રિંક્સનો સૌથી વધારે પ્રચાર ઓછી અને મધ્યમ આવક ધરાવતા લોકો વચ્ચે વધારે કરવામાં આવે છે. જે દેશોમાં ગરીબ અને મધ્યમવર્ગના લોકો વધારે હોય ત્યા આવા હાનિકારક પીણા વધારે પીવાય છે.

નીતિઓમાં બદલાવની જરૂર

સંશોધન નિષ્ણાતો કહે છે કે સરકારોએ સુગર ડ્રિંક્સના વેચાણ પર કડક નીતિઓ લાગુ કરવી જોઈએ, જેથી ડાયાબિટીસ અને હૃદયના રોગોના દર્દીઓની સંખ્યા ઘટાડી શકાય. આનાથી લોકોના સ્વાસ્થ્યમાં સુધારો થશે અને ગંભીર રોગોનું જોખમ ઘટાડશે.

વધારે ગળ્યું ખાવા-પીવાથી નુકસાન

રિસર્ચમાં જણાવ્યા અનુસાર, ખાંડ અને અન્ય મીઠા પીણાંનું અતિશય સેવન તમારા વજનમાં વધારો કરે છે, મેદસ્વિતાપણું વધે છે,  ટાઈપ 2 ડાયાબિટીસ, હૃદયરોગ, કિડની રોગો, નોન-આલ્કોહોલિક યકૃત રોગ, દાંતમાં સડો અને અને સંધિવાના તમે દર્દી બની શકો છો.

 

DISCLAIMER: અહીં આપવામાં આવેલી જાણકારી રિસર્ચ રિપોર્ટ્સના આધાર પર આપવામાં આવી છે. વધારે જાણકારી માટે તબીબનો સંપર્ક કરવો.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now