Home Health-lifestyle Lifestyle Story Of Gujarati Famous Dabeli

ચટપટી દાબેલી જટથી ખાઈ લેતા ગુજરાતીઓ, જાણો છો તેના આવિષ્કારની કહાની : જેમ મુંબઈનો વડાપાઉ, તેમ ગુજરાતીઓ માટે તો દાબેલી

ચટપટી દાબેલી જટથી ખાઈ લેતા ગુજરાતીઓ, જાણો છો તેના આવિષ્કારની કહાની
Published by: Offbeat Team
| Last Updated: Jan 25, 2025, 05:35 AM IST


વિદેશીઓનું બર્ગર પણ જેના સ્વાદ સામે પાણી ભરે તેનું નામ દાબેલી…  દાબેલીની પોતાની જ અલાયદી ઓળખ છે, તેને દેશી બર્ગર કહીએ તો દાબેલીનું હળાહળ અપમાન કહેવાય.  ગુજરાતીઓ જાત જાતની વાનગીઓ ખાતા હોય છે. બસ આ બોલિવૂડ અને ટીવી કલાકારોએ ગુજરાતીઓની એક છબી ઉભી કરી કે ગુજરાતીઓ એટલે ઢોકળા અને થેપલા. પણ ભાઈ ગુજરાતમાં એકથી એક ચઢિયાતી વાનગીઓ છે. બસ અહીં એવી જ વાનગીની વાત….. મસ્તમજાની ચટાકેદાર દાબેલીની કહાની


 દાબેલી એટલે કે એક પાઉમાં જુદી જુદી વસ્તુઓનું મિશ્રણ હોય છે. દેખાવે કોઈ વડાપાઉ કે બર્ગર કહેશે પરંતુ સ્વાદમાં તો સાવ અલગ લાગે આપણી દાબેલી…  આમ તો દાબેલી ગુજરાતનું મોસ્ટ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે પરંતુ મુંબઈમાં પણ દાબેલી ખૂબ ચાઉથી ખવાય છે.


કચ્છમાં જન્મી આપણી દાબેલી



ગુજરાતની દાબેલીનો ઈતિહાસ બહુ જૂનો નથી. ગુજરાતના કચ્છના કેશવજી ગાભા ચુડાસમા નામની વ્યક્તિએ સૌથી પહેલા આ પ્રકારની વાનગી બનાવી. વર્ષ 1960માં બનેલી આ વાનગી ગામમાંથી બહાર નીકળી અને ધીમે ધીમે પ્રચલિત થતી ગઈ. ધીમે ધીમે દાબેલી ગુજરાતના તમામ જિલ્લાઓ સુધી પહોંચી ગઈ... આજથી બે દાયકા પહેલાના સમયમાં દાબેલી ત્રણ રૂપિયામાં મળતી હતી. આજે આ દાબેલી 20થી 25 રૂપિયામાં મળી રહે છે. દાબેલી વડાપાઉની જેમ સસ્તુ અને ચટાકેદાર ફૂડ છે. 'દબાવવામાં આવેલી વાનગી' એટલે તેને દાબેલી કહેવામાં આવે છે.


ચટપટો હોય છે સવાદ

ગુજરાતની વાનગી હોય ત્યારે તેના સ્વાદમાં થોડી મીઠાશ હોય તે સ્વાભાવિક છે. બે પાઉની વચ્ચે જે મસાલો ભરવામાં આવે છે તે તેનો સૌથી મોટી ખાસિયત છે. દાબેલીમાં મુખ્ય સામગ્રી બટાકા છે, અને તેમાં સ્વાદનો રોલ ભજવે છે તેની ચટણી... આ ચટણીમાં આંબલી,ખજૂર,લસણ અને લાલ મરચું સાથે ખાસ દાબેલીનો મસાલો ઉમેરવામાં આવે છે. આ ચટણીથી દાબેલી ખાટી-મીઠી લાગે છે. આ દાબેલી પર સેવ અને સીંગ ભભરાવવામાં આવે છે જેનાથી તે ક્રન્ચી લાગે છે.


દાબેલીએ તો ભાઈ છેવાડા વટાવ્યા

ગુજરાતના દરેક શહેરમાં દાબેલી મળી જાય છે, રેલવે સ્ટેશનની બહાર કે બસ સ્ટોપની પાસે તમને દાબેલીના બોર્ડ સાથેની લારીઓ જોવા મળશે જ. આ દાબેલી ન માત્ર ગુજરાત પરંતુ મહારાષ્ટ્ર,તેલંગણા, કર્ણાટક અને રાજસ્થાનમાં પણ લોકપ્રિય થઈ છે. દિલ્લીમાં પણ કેટલાક સ્થળોએ દાબેલી મળી રહે છે. આ સાથે તમે જો ઈન્દોર અને ભોપાલમાં હોવ તો ત્યા પણ દાબેલીનો સ્વાદ માણી શકો છો. જો કે, સ્થળ બદલાવવાથી થોડી ઘણી બનાવવાની રીત અને તેના સ્વાદમાં બદલાવ જોવા મળી શકે છે. દાબેલીનો જો અસલ સ્વાદ લેવો હોય તો કચ્છમાં જવું પડે...


હવે થેપલા અને ઢોકળાનું નામ જ ના લો

જ્યારે ગુજરાતી વ્યંજનની વાત આવે ત્યારે દાબેલીનું નામ અચૂકથી લેવાય. ન માત્ર ગુજરાતીઓ પરંતુ દેશવાસીઓ હવે હરખભેર ખાતા થયા છે. 



કચ્છી દાબેલી બનાવવાની રીત જાણી લો


ગુજરાતમાં સૌથી વધારે કચ્છી દાબેલી વખણાતી હોય છે. ત્યારે કચ્છી દાબેલી ઘરે બનાવવા માટે બટાકા, ડુંગળી, જીરું, વરિયાળી, તેલ, તજ, લવિંગ, કાળા મરી, નારિયેળની છીણ, હળદર, આખા ધાણા, ખાંડ, આમચૂર, આંબલીની ચટણી, લીલી ચટણી, મગફળી, દાડમ સહિતની સામગ્રીની જરુરત રહેશે. સૌથી પહેલા બટાકા ચોખ્ખા પાણીથી ધોઈને તેને બાફી લો. બાફેલા બટાકા ઠંડા થાય ત્યારે તેની છાલ કાઢી બરાબર મેશ કરી દો.


હવે એક પેનમાં આખા ધાણા, વરિયાળી, જીરું, કાળા મરી, તજ,લવિંગ, સુુકુ નારિયેળ, લાલ મરચાં નાખી તમામ મસાલાને બરાબર શેકી લો. જ્યારે મસાલામાંથી સુગંધ આવવા લાગે ત્યારે ગેસ બંધ કરી દો. હવે મસાલો ઠંડો થાય ત્યારે તેને પીસી લો.


આ બધા જ મસાલામાં હવે આમચૂર, ખાંડ, હળદર અને સ્વાદ અનુસાર મીઠું નાંખીને મિક્સરમાં નાખીને પીસી લો. આ મસાલો તમે સ્ટોર પણ કરી શકો છો. એક પેનમાં તેલ ઉમેરો તેમાં હિંગ નાખી તેમાં દાબેલીનો મસાલો ઉમેરી તેમાં મેશ કરેલા બટાકા નાખી બરાબર મિક્સ કરી દો.હવે પાઉને વચ્ચેથી કાપી એક તરફ લીલી ચટણી અને બીજી તરફ ગળી ચટણી લગાવી દો. ત્યારબાદ પાઉમાં દાબેલીનો મસાલો ભરી તેને બંન્ને તરફથી બરાબર શેકી તેના પર સેવ, સીંગ અને ડુંગળી નાખી સર્વ કરી શકો.

















Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
Join WhatsappWhatsapp ચેનલ સાથે જોડાઓ
Join WhatsappJoin Now

લીંબુ અને મધની ચા છે ઔષધીય ગુણોનો ખજાનો: દરરોજ પીવાથી શરીરના ઝેર નીકળી જશે બહાર! જાણો અદ્ભુત ફાયદા

લીંબુ અને મધની ચા છે ઔષધીય ગુણોનો ખજાનો

ખાંડ વગર પણ રજવાડી સ્વાદ!: ઘરેલુ દહીંથી બનાવો ઠંડી-સુપર ક્રીમી લસ્સી! જાણો સ્વાદિષ્ટ રેસીપી

ખાંડ વગર પણ રજવાડી સ્વાદ!

લીંબુ-મેથી પાણીથી શરીર બને છે તંદુરસ્ત અને ફિટ: પીતા જ પેટની ચરબી થશે ગાયબ! જાણો અઢળક ફાયદા

લીંબુ-મેથી પાણીથી શરીર બને છે તંદુરસ્ત અને ફિટ

અનાનસનો રસ સ્વાસ્થ્ય માટે છે વરદાન!: દરરોજ પીવો, શરીરમાં આવશે અદ્ભુત પરિવર્તન! જાણો મુખ્ય ફાયદા

અનાનસનો રસ સ્વાસ્થ્ય માટે છે વરદાન!

હવે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવાનો બેલ વાગશે: બાંધકામ સાઈટ માટે પણ આપ્યો નવો નિયમ, ગરમીથી બચવું હોય તો જાણી લેજો તંત્રની આ ગાઈડલાઈન

હવે સ્કૂલોમાં દર દોઢ કલાકે પાણી પીવાનો બેલ વાગશે

કેમ સતત વધી રહી છે ગરમી? સામે આવ્યાં 4 સૌથી મોટા કારણો: જાણો હીટ ડોમની અસરથી ખરેખર કઈ રીતે થાય છે વાતાવરણમાં ફેરફાર

કેમ સતત વધી રહી છે ગરમી? સામે આવ્યાં 4 સૌથી મોટા કારણો

આવી ટેસ્ટી ચા પહેલા ક્યારેય નઈ પીધી હોય!: ચા બનાવતી વખતે પહેલા દૂધ-પાણી નહીં પણ તપેલીમાં નાખો માટીના દીવા! ઘરે જ માણો 'તંદૂરી ચા'ની મજા

આવી ટેસ્ટી ચા પહેલા ક્યારેય નઈ પીધી હોય!

તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો: આ 5 મિનિટનું કામ બચાવશે હજારો રૂપિયા, TVની લાઇફ પણ થઈ જશે બમણી

તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો

શું ઉનાળાની ગરમીમાં દૂધ વારંવાર ફાટી જાય છે?: ઉકાળતી વખતે કરો આ એક નાનકડું કામ, બેક્ટેરિયાનો થશે નાશ અને રહેશે એકદમ તાજું

શું ઉનાળાની ગરમીમાં દૂધ વારંવાર ફાટી જાય છે?

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ 10 સુપરફૂડ્સ: જાણો વિટામિન C ના શ્રેષ્ઠ સ્ત્રોત

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ડાયેટમાં સામેલ કરો આ 10 સુપરફૂડ્સ

લોખંડના તવામાં કયા શાક રાંધવા અને કયા ટાળવા?: જાણો ફાયદા અને સાવધાનીઓ!

લોખંડના તવામાં કયા શાક રાંધવા અને કયા ટાળવા?

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ: ડાયેટમાં ફેરફાર કરતા પહેલા આ 5 વાતો જાણી લો

કોલેસ્ટ્રોલ વિશેની 5 મોટી ગેરમાન્યતાઓ

મકોય છે લીવર માટે વરદાન!: નાનું ફળ, પણ ગુણોમાં અજાયબી, દરરોજ ખાઓ, ભાગી જશે અનેક રોગો!

મકોય છે લીવર માટે વરદાન!

માર્ચનો મહિનો છે પ્રવાસ માટે પરફેક્ટ!: ગરમી પહેલાં જરૂર જુઓ આ 5 સુંદર જગ્યાઓ પર, ઉનાળામાં હવામાન રહે છે સ્વર્ગ જેવું

માર્ચનો મહિનો છે પ્રવાસ માટે પરફેક્ટ!

Sleeping Vastu Tips: સૂતી વખતે ભૂલથી પણ આ દિશામાં ના રાખતા માથું, નહીંતર ફૂટી જશે તમારી કિસ્મત

Sleeping Vastu Tips

આળસ છોડો, જીત અપનાવો!: આ 15 મંત્રો તમને બનાવશે અજેય! જાણો સપના પૂરા કરવાની અસલી ચાવી

આળસ છોડો, જીત અપનાવો!

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના નામ કેવી રીતે પડ્યા?: જાણો હજારો વર્ષ જૂની રોચક કથા અને તેના અર્થ

ઈરાન, ઈઝરાયેલ અને અમેરિકાના નામ કેવી રીતે પડ્યા?

મોંમાં પાણી આવી જાય તેવી પાણીપુરી ઘરે જ!: લોટમાં ઉમેરો આ એક જાદુઈ ઘટક! બનશે બજાર કરતાં વધુ ક્રિસ્પી અને ફૂલેલી

મોંમાં પાણી આવી જાય તેવી પાણીપુરી ઘરે જ!

શું તમને પણ વારંવાર તરસ લાગે છે?: અવગણશો નહીં – આ ગંભીર બીમારીના સંકેત, જાણો સત્ય

શું તમને પણ વારંવાર તરસ લાગે છે?

Metro AC Secrets: વારંવાર ગેટ ખુલવા છતાં મેટ્રોમાં કેમ રહે છે શિમલા જેવી ઠંડક? જાણો મેટ્રો ACનું આ રહસ્ય

Metro AC Secrets