Home Health-lifestyle Lifestyle Relationship Indian Singles Now Preferes Concert Over Coffee Dates

હવે કોફી ડેટ પર જવાનો જમાનો ગયો : ભારતના યુવાઓની ડેટિંગ માટે આ છે ફેવરિટ જગ્યા!

હવે કોફી ડેટ પર જવાનો જમાનો ગયો
Published by: OBS Bureau
Last Updated: Feb 09, 2025, 06:27 PM IST

ભારતમાં હવે યુવાનો માટે ડેટિંગ કાફે સુધી જ સીમિત રહી નથી, આજની GEN-Zનવા જમાનાના ફોર્મ્યુલા ડેટિંગ માટે અપનાવવા લાગી છે. હવે મ્યુઝિક, શેર વાઈબ્સ અને રિયલ વર્લ્ડ કનેકશનનું મિક્સચર આજના યુવાનોને રોમાન્સની ફિલ આપે છે. એક ડેટિંગ એપ્લિકેશને સરવે કરાવ્યો જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. આ સરવે મુજબ 74 ટકા ભારતીય સિંગલ્સ કોન્સર્ટને પોતાની ડ્રીમ ફર્સ્ટ ડેટ માને છે. 67 ટકા લોકો માને છે કે લાઈવ મ્યુઝિક ઈવેન્ટસમાં ડેટિંગ સરળ હોય છે. આ જ કારણથી લાઈવ કોન્સર્ટ યુવાનો માટે હોટસ્પોટ બની રહ્યા છે.

 
શું કોન્સર્ટ ડેટિંગ માટેની નવી રીત બની ગયા છે?

છેલ્લા 5 વર્ષની તુલનામાં ડેટિંગની પદ્ધતિ બદલાઈ ગઈ છે, આજે ડેટિંગનો મતલબ છે કે મેમરીઝ બનાવવી, કોઈ સારા અનુભવ કરવા, જેમાં સિંગલ્સ યોગા સેશન અને પેઈન્ટિંગ સેશનમાં સામેલ થાય છે. એક્ટિવિટી બેઝડ ડેટિંગ્સને આજકાલના યુવાનો પ્રાધાન્ય આપે છે, જેમાં મ્યુઝિક ઈવેન્ટ્સ પણ મહત્વની ભૂમિકા છે, પછી તે કોલ્ડપ્લે હોય કે અથવા સ્કાય ફુલ સ્ટાર્સ પર ડાન્સ હોય કે પછી તે એડ શીરનના ગીતો હોય.  કોન્સર્ટ ઈવેન્ટ સાથે સંકળાયેલા લોકોના મતે GEN-Zડેટિંગને નવુ રૂપ આપી રહ્યા છે, આ જનરેશન માટે મ્યુઝિક સોશિયલ લીવ્સમાં મહત્વનો ભાગ ભજવે છે. ભારતીય યુવાઓ એક્ટિવિટી બેઝ્ડ ડેટ્સ માટે એકસાઈટેડ રહે છે. જ્યારે બે લોકો મ્યુઝિક કોન્સર્ટમાં ભાગ લે છે, ત્યારે તે લોકો માત્ર ઈવેન્ટ્સ જ એન્જોય નથી કરતા પરંતુ બોન્ડિંગ ઈમોશન્સ પણ શેર કરતા હોય છે, કોન્સર્ટ સામાન્ય ડેટિંગમાં પડતી મુશ્કેલીઓને દૂર કરે છે. સામાન્ય ડેટ્સમાં વાતચીતનું દબાણ વધારે છે, પરંતુ કોન્સર્ટ ડેટમાં વાતચીતનું દબાણ રહેતુ નથી. કોન્સર્ટ ડેટ્સને યુવાનો સારી રીતે એન્જોય કરે છે.

પ્લેલિસ્ટ કેમેસ્ટ્રીની તાકાત

જ્યારે તમે કોઈની સાથે જોડાવ છો તો તમારા માટે મહત્વ હોય છે કે તમારા બંનેનું મ્યુઝિક અને આર્ટિસ્ટ ઈન્ટરેસ્ટ સરખો હોય, 48 ટકા ભારતીય સિંગલ્સ માને છે કે જે લોકો ડેટિંગ પ્રોફાઈલમાં પોતાના પસંદગીના કલાકાર જુએ છે, તેની સાથે ઈન્સ્ટન્ટ અટ્રેકશન ઉભુ થાય છે. મ્યુઝિક હવે માત્ર મનોરંજનનું જ સાધન રહ્યુ નથી, પરંતુ તમારી પર્સનાલિટીને પણ ડિફાઈન કરે છે, જેનાથી ઈમોશનલ ટ્રિગર જન્મે છે અને પ્રેમના પહેલા પગથિયા પર તમે ચડી જાઓ છો.

સરવેમાં કઈ કઈ વાતો આવી સામે?

74 ટકા ભારતીય સિંગલ્સ કોઈ નવી વ્યક્તિને મળતા સમયે મ્યુઝિકનો ઉપયોગ આઈસબ્રેકર તરીકે કરે છે, 79 ટકા સિંગલ્સનું માનવું છે કે મ્યુઝિકના કારણે રોમાન્સ માટે મૂડ સેટ થાય છે, હા એ વાત અલગ છે કે તમારી પ્લેલિસ્ટ નક્કી કરે છે કે તમારું કામ બને છે કે બગડે છે.આઈસબ્રેકર એટલે કે બરફ તોડવો નહીં પરંતુ એક એવા પ્રયાસ જેના કારણે વ્યક્તિઓ વચ્ચે વાતચીત વધી શકે છે. GEN-Z  આ શબ્દને ઉપયોગમાં લે છે એટલા માટે મિલેનિયમ જનરેશનને આ શબ્દ સમજવો મુશ્કેલ સાબિત થાય.

લાઈવ મ્યુઝિક કોન્સર્ટના કન્સેપ્ટમાં વૈજ્ઞાનિક તર્ક

લાઈવ મ્યુઝિક કોન્સર્ટ દરમિયાન ઓક્સિટોસીન અને ડોપોમાઈન રિલીઝ થાય છે. હોર્મોન્સ પેદા થવાના કારણે નેચરલી ઉત્સાહ જન્મે છે, જે લોકોને પોતાની ગમતી વ્યક્તિ સાથે જોડે છે. આ એક બાયોલોજિકલ પ્રોસેસ છે, મ્યુઝિકની પસંદગી એક હોય તો કનેકશન પણ મજબૂત થાય છે. આવું કનેકશન ટ્રેડિશનલ ડેટિંગ્સમાં મુશ્કેલ રહે છે.

 

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now