Home Health-lifestyle Lifestyle Dubai Travel Tourism World S Most Expensive 10 Star Hotel In Dubai

દૂબઈમાં આવેલી છે દુનિયાની એકમાત્ર 10 સ્ટાર હોટલ : એક રાતનું ભાડુ સાંભળીને કહેશો અરે બાપ રે!

દૂબઈમાં આવેલી છે દુનિયાની એકમાત્ર 10 સ્ટાર હોટલ
Published by: OBS Bureau
Last Updated: Feb 10, 2025, 05:34 AM IST

દૂબઈ પોતાની અત્યાધુનિક અને લેવિસ લાઈફસ્ટાઈલ માટે દુનિયાભરમાં પ્રખ્યાત છે. આમ તો આપણે 3 સ્ટાર, 5 સ્ટાર અને 7 સ્ટાર હોટલો વિશે સાંભળતા રહીએ છીએ, પરંતુ દૂબઈમાં 10 સ્ટાર હોટલ આવેલી છે. આ હોટલનું નામ બુર્જ અલ અરબ છે, વૈભવી જીવનશૈલીનું શ્રેષ્ઠ ઉદાહરણ આ હોટલને માનવામાં આવે છે.


બુર્જ અલ અરબ હોટલના માલિક ઝુમેરાહ ગ્રુપ છે, જે એક સરકારની માલિકીની લકઝરી હોટલ્સની ચેઈન છે, આ હોટલ તેની ભવ્યતા, બેમિસાલ સુવિધાઓ અને તેના ખાસ આર્કિટેક્ચર માટે ફેમસ છે. બુર્જ અલ અરબ હોટલની ઊંચાઈ 321 મીટરની છે, જે દુનિયાની સૌથી ઊંચી હોટલમાંથી એક છે. વર્ષ 1998માં આ હોટલ બની હતી, ત્યારથી તે દૂબઈની શાન છે. હોટલની ડિઝાઈન જહાજના પોલ જેવી છે, જે સમુદ્ર વચ્ચે સ્થિત છે. આ હોટલને કુત્રિમ દ્વીપ પર જ બનાવવામાં આવી છે, આ હોટલના નિર્માણ માટે જ દ્વીપ બનાવવામાં આવ્યો છે. આ હોટલનું આર્કિટેકચર જ દૂરથી લોકોને આકર્ષિત કરે છે. 

 

મન મોહી લે તેવા સ્યૂટ


બુર્જ અલ અરબ હોટલમાં મન મોહી લે તેવા 202 ડુપ્લેક્સ સ્યૂટ છે, જે અત્યાધુનિક સુવિધાઓથી ભરેલા છે. હોટલની અંદર 24 કેરેટ સોનાનો ઉપયોગ સજાવટ માટે કરવામાં આવ્યો છે. દરેક સ્યૂટમાં મહેમાનો માટે વ્યક્તિગત સર્વન્ટની સુવિધા છે, હોટલને ખૂબસૂરતીથી ડિઝાઈન કરવામાં આવી છે, જે લકઝરી અને આરામનો પર્યાય છે.

 

વિશેષ સુવિધાઓ આપે છે બુર્જ અલ અરબ

બુર્જ અલ અરબ હોટલ પોતાના મહેમાનોને સ્વર્ગમાં આવ્યા હોવાની અનુભૂતિ કરાવે છે. હોટલમાં આવનારા મહેમાનોને હેલિકોપ્ટર અને રોલ્સ રોયસના ઉપયોગની પણ સુવિધા મળે છે. આ હોટલમાં અનેક રેસ્ટોરન્ટ છે, જ્યા દુનિયાના ફેમસ વ્યંજનોનો આસ્વાદ માણી શકાય છે. હોટલની અંદર વિશાળ એક્વેરિયમ પણ છે જે મહેમાનોને અનોખો અનુભવ પ્રદાન કરે છે.


બુર્જ અલ અરબનો નિર્માણ ખર્ચ

બુર્જ અલ અરબ હોટલનું નિર્માણ અંદાજિત 1 અરબ ડોલરમાં એટલે કે રૂ. 8 હજાર કરોડમાં કરવામાં આવ્યુ હતું, આ ખર્ચ તેની ભવ્યતા અને વિશેષ સુવિધાઓનો પુરાવો આપે છે.  હાઈ ક્વોલિટી મટીરિયલ અને ટેકનોલોજીની મદદથી હોટલ તૈયાર કરવામાં આવી છે, જેના કારણે બુર્જ અલ અરબ દુનિયાની સૌથી મોંઘી હોટલ છે.

 

પીક સિઝનમાં રહેવાનો અંદાજિત ખર્ચ

બુર્જ અલ અરબમાં રહેવાનો અનુભવ ખાસ હોય છે, એટલા માટે તે મોંઘી પણ એટલી જ છે. પીક સીઝનમાં આ હોટલમાં એક રાત રહેવાનો ખર્ચ ભારતીય રૂપિયા પ્રમાણે 10 લાખ થાય છે. હોટલની ભવ્યતા અને ગ્રાહકોને મળતી વૈભવી લાઈફસ્ટાઈલ સામે આ ખર્ચાને યોગ્ય ગણવામાં આવે છે. હોટલમાં રહેનારા મહેમાનોને અદ્વિતીય અનુભવ મળે છે જેને ક્યારેય ભૂલી શકાતો નથી.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now