Home Health-lifestyle Lifestyle Best Places To Travel In India

BEST PLACES TO VISIT IN INDIA : જીવનમાં એકવાર તો ભારતના આ 5 સ્થળો ફરી લેવા જોઈએ

BEST PLACES TO VISIT IN INDIA
Published by: OBS Bureau
Last Updated: Jan 29, 2025, 05:42 AM IST

જો તમે ફરવાના શોખીન છો તો દર વખતે કોઈ નવી જગ્યાની શોધમાં રહેતા હોવ છો. ત્યારે અહીં તમારુ કામ સરળ કરવું છે. ભારતની એવી 5 જગ્યાઓ વિશે તમને બતાવવું છે, જેની એક વખત તો મુલાકાત લેવી જ જોઈએ. જો તમે પ્રકૃતિ પ્રેમી છો તો આ જગ્યાઓ તમને ધરતી પરના સ્વર્ગની અનુભૂતિ કરાવશે.

1.       ધરતી પરનું સ્વર્ગ જમ્મુ-કાશ્મીર


દરેક વ્યક્તિને જીવનમાં એકવાર તો જમ્મુ-કાશ્મીરની મુલાકાત લેવી જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં તમે ગુલમર્ગ, સોનમર્ગ અને શ્રીનગરની મુલાકાત લઈ શકો છો. આ બધા સ્થળો ફરવા માટે ખૂબ સુંદર છે. કાશ્મીરમાં તમે ડાલ લેક, ત્યુલિપ ગાર્ડન, શાલીમાર બાગ, નિશાત બાગ, શંકરાચાર્ય મંદિરની મુલાકાત લેવી જોઈએ. જો તમને કાશ્મીરના સૌંદર્ય સાથે હિમવર્ષાનો આનંદ પણ લેવો હોય તો  કાશ્મીર ફરવા માટેનો શ્રેષ્ઠ સમય ડિસેમ્બરથી ઓકટોબર સુધીનો છે.

 

2.       લક્ષદ્વીપ


લક્ષદ્વીપ ભારતના સૌથી સુંદર ફરવાના સ્થળોમાંથી એક છે. જો તમને બીચ પર ફરવું પસંદ છે તો લક્ષદ્વીપ શ્રેષ્ઠ વિકલ્પ છે. કપલ્સ માટે તો બેસ્ટ હનીમૂન ઓપ્શન છે. અહીં તમે બાંગરમ દ્વીપ, કાવારત્તી દ્વીપ, કલપેની દ્વીપ, મરીન સંગ્રહાલય, કદમત આયલેન્ડની મુલાકાત લઈ શકો છો.  ઓકટોબરથી મે સુધીનો સમય અહીં ફરવા માટેનો શ્રેષ્ઠ કહેવાય છે.

 

3.       હિમાચલ પ્રદેશ


હિમાચલ પ્રદેશને પહાડોના રાણી તરીકે પણ ઓળખવામાં આવે છે. અહીં લીલાછમ પહાડો મન પ્રફુલ્લિત કરી દે તેવા હોય છે. હિમાચલમાં તમે કસૌલ, લાહોલ-સ્પિતિ, ધર્મશાળા, શિમલા, મનાલી, કુલ્લુ, બીર-બિલિંગ, મલાના, કાંગડા, ડેલહાઉસી, પાલમપુર,કિન્નોર અને કુફરી સહિતના સ્થળોએ ફરી શકો છો. હિમાચલ પ્રદેશમાં પણ ફરવાનો સારો સમય ઓકટોબરથી મે વચ્ચેનો છે.


4.        કેરળ


ચોમાસાના સમયમાં ફરવા માટે દક્ષિણ ભારતમાં કેરળ બેસ્ટ વિકલ્પ છે. અહીંની પ્રકૃતિ અને હરિયાળી જોઈને તમે કહેશો ઘરે પરત ફરવું જ નથી. અલ્લેપી, મુન્નાર,વાયનાડ, થેક્કડી અને શ્રી પદ્મનાભસ્વામી મંદિર જેવા સ્થળોએ ફરવા જઈ શકાય છે. જુલાઈથી નવેમ્બર સુધી ફરી શકાય છે.

 

5.       દાર્જિલિંગ


પશ્ચિમ બંગાળનું દાર્જિલિંગ પણ ધરતી પરના સ્વર્ગથી ઓછુ આંકી શકાય તેમ નથી. જો તમને ચાના બગીચાઓ જોવા હોય તો તમે દાર્જિલિંગની મુલાકાત લઈ શકો છો. નાઈટેંગલ પાર્ક, ઘૂમ રૉક, બતાસીયા લૂપ, વિકટોરિયા વૉટરફોલ, ટાઈગર હિલ, સેંથલ ઝીલ દાર્જિલિંગ ફરી શકાય છે.  સપ્ટેમ્બરથી નવેમ્બર ફરવા માટેનો સારો સમય છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now