Home Health-lifestyle Life Style Why Men Like Long Hair Women E14823ba 6e6d 4a73 8c09 B96268729f69 E14823ba 6e6d 4a73 8c09 B96268729f69

લાંબા વાળનો જાદૂ : પુરૂષોને કેમ લાંબા વાળ રાખતી છોકરીઓ વધારે ગમે છે?

લાંબા વાળનો જાદૂ
Published by: OBS Bureau
Last Updated: Feb 25, 2025, 07:30 PM IST

ઘણીવાર આપણે જોતા હોઈએ છીએ કે છોકરાઓ લાંબા વાળવાળી છોકરીઓ પ્રત્યે વધુ આકર્ષિત થાય છે. પરંતુ શું તમે ક્યારેય આ પાછળનું કારણ જાણવા પ્રયત્ન કર્યો છે?  જો નહીં, તો આ આર્ટિકલ ખાસ તમારાં માટે જ છે. અહીં તમને કેટલાક એવા કારણો જણાવીએજે કદાચ છોકરાઓ પણ જાણતા નહીં હોય.


 લાંબા અને રેશમી વાળને ફિલ્મોમાં ખૂબસુરતી સાથે જોડવામાં આવતું આવ્યું છે. એટલે જ, ઘણા ગીતોના શબ્દોમાં અભિનેત્રીના લાંબા વાળનો ઉલ્લેખ કરવામાં આવે છે. જયારે, બીજી તરફ જો ફેશનની વાત કરીએ, તો સમય સાથે તેનો ટ્રેન્ડ બદલાતું રહ્યું છે. ક્યારેક નાના વાળનો ટ્રેન્ડ આવી જાય છે, તો ક્યારેક લાંબા વાળનો ક્રેઝ છોકરીઓમાં જોવા મળે છે. પણ, એ છોકરાઓનું શું, જેમનું લાંબા વાળવાળી છોકરીઓ પર જ મન મોહી જાય છે?

 ફિલ્મ ‘કુછ કુછ હોતા હૈ’ નું ઉદાહરણ લઈને સમજીએ, તો નાના વાળ રાખનારી અંજલી જ્યારે લાંબા અને લહેરાતા વાળ સાથે રાહુલ સામે આવે છે, ત્યારે તેની આંખો ખુલ્લી જ રહી જાય છે. અંજલીનો ચહેરો તો એ જ હતો, પણ લાંબા વાળ આખુ વ્યક્તિત્વ જ બદલી નાખે છે. આ વચ્ચે પ્રશ્ન ઉઠે છે કે આખરે પુરુષોને લાંબા વાળવાળી છોકરીઓ કેમ વધારે પસંદ આવે છે? શું આ પાછળ વિજ્ઞાન છે કે ઇતિહાસ? આવો, જાણીએ.

 

સૌપ્રથમ જાણો કે રિસર્ચ શું કહે છે?

2004ના એક અભ્યાસમાં જાણવા મળ્યું હતું કે લાંબા વાળવાળી સ્ત્રીઓ પુરુષોને વધુ આકર્ષક અને યુવાન લાગી શકે છે. લાંબા વાળ કુદરતી સુંદરતા અને આકર્ષક દેખાવ આપે છે.સ્કેન્ડિનેવિયન જર્નલ ઑફ સાઇકોલોજીમાં લખાયું છે કે જે સ્ત્રીઓના વાળ લાંબા હોય અને ગળા અથવા ખભાની નીચે પહોંચતા હોય, તે સ્ત્રીઓને યુવાન, સ્વસ્થ અને સેક્સી માનવામાં આવે છે.

શા માટે સારી હેલ્થનો સંકેત માનવામાં આવે?

 પહેલાના સમયમાં છોકરીઓના લાંબા વાળને ખૂબ મહત્વ આપવામાં આવતું હતું. લાંબા વાળ જેટલા સુંદરતા માટે મહત્વના છે, તેટલા જ આરોગ્ય માટે પણ. અનેક અભ્યાસો દર્શાવે છે કે  લાંબા વાળ સારા સ્વાસ્થ્ય અને પ્રજનન ક્ષમતાનો સંકેત આપે છે. ઐતિહાસિક રીતે, સ્ત્રીઓના તંદુરસ્ત અને સુંદર વાળને પ્રજનન ક્ષમતા, યોગ્ય પોષણ અને સારી જીવનશૈલી સાથે જોડવામાં આવ્યું છે. ઉપરાંત, સ્ત્રીઓના શરીરમાં ઊંચા સ્તરના એસ્ટ્રોજન હોર્મોન લાંબા વાળ ઉગાડવામાં મદદ કરે છે, જે પુરુષોને કુદરતી રીતે આકર્ષક લાગે છે.

સુંદરતાની નિશાની છે લાંબા વાળ


ઘણી સંસ્કૃતિઓમાં લાંબા વાળને સુંદરતા અને નારીત્વનું પ્રતિક માનવામાં આવે છે. જો ભારતીય સંસ્કૃતિની વાત કરીએ, તો અહીં પણ લાંબા વાળ પરંપરાગત સુંદરતા સાથે જોડાયેલા છે. ફિલ્મો, પુસ્તકો અને આર્ટમાં લાંબા વાળવાળી સ્ત્રીઓને આદર્શ અને આકર્ષક દર્શાવવામાં આવે છે, જેના કારણે પણ પુરુષોની માનસિકતા પર તેનો પ્રભાવ પડે છે.

મનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ જાણો

હવે જો  સાઇકોલોજીની વાત કરીએ, તો લાંબા વાળને ઘણીવાર લૈંગિક આકર્ષણ (સેક્સ્યુઅલ અટ્રેકશન) ના સંકેત તરીકે જોવામાં આવે છે. ઉદાહરણ તરીકે, લાંબા વાળને જ્યારે મહિલા આમથી તેમ ફેરવે, લટ્ટ આગળ આવી જાય તો તે પુરૂષોને આકર્ષિત કરે છે.. લાંબા વાળથી પુરૂષો મનો વૈજ્ઞાનિક રીતે આકર્ષાય છે, કારણ કે તેમનું ધ્યાન લાંબા અને સુંદર વાળ તરફ સરળતાથી ખેંચાય છે. આ રીતે, લાંબા વાળવાળી છોકરીઓને પસંદ આવવાના વિવિધ કારણો જોવા મળે છે.

 Disclaimer
આ લેખમાં આપેલા દાવાઓ ઇન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતી પર આધારિત છે.offbeat.stories.in તેની સત્યતા અને સચોટતા માટે કોઈ જવાબદારી લેતું નથી.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now