Home Health-lifestyle Life Style Valentine Week How To Propse Your Crush Tips To Impress Your Crush

Propose day 2025 : એવું તો શુ કરવું કે તમારા એકરાર વિના જ તમારો ક્રશ હા કહી દે?

Propose day 2025
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2025, 06:43 AM IST

પ્રેમ કરનારાઓ અને યુવા હૈયાઓના વેલેન્ટિક વીકની શરૂઆત 7 ફેબ્રુઆરીથી થઈ જશે. વેલેન્ટાઈન વીકનો દરેક દિવસ પ્રેમ અને સ્નેહની અભિવ્યક્તિનો છે. કપલ, પતિ-પત્ની અને મિત્રો પ્રત્યે ભાવના વ્યકત કરવાનો આ વીક હોય છે. આ વીકમાં ઘણા લોકોની પ્રેમકહાનીની શરૂઆત પણ થાય છે. જો તમે કોઈને પસંદ કરો છો, તો વેલેન્ટાઈન વીક પર તે વ્યક્તિને એકરાર કરી શકો છો. વેલેન્ટાઈન વીકના બીજા જ દિવસે પ્રપોઝ ડે હોય છે, મતલબ કે પ્રેમની અભિવ્યક્તિનો દિવસ. દર વર્ષે યુવાહૈયાઓ પ્રપોઝ ડે મનાવતા હોય છે. આ દિવસ એ લોકો માટે પણ મહત્વનો છે, જે લોકો પોતાના દિલની વાત કહેવા માટે રાહ જોતા રહે છે.

કેમ મનાવાય છે પ્રપોઝ ડે?

પ્રપોઝ ડેનો ઉદ્દેશ ક્રશ અથવા પાર્ટનર સામે પ્રેમની અભિવ્યક્તિ કરવી. આ દિવસે દિલની વાત ખચકાયા વિના કહી શકાય છે. જો તમને તમારા ક્રશને એકરાર કરવામાં ખચકાટ અનુભવાય છે તો કેટલીક રીત એવી પણ છે જેમાં કહ્યા વિના પ્રપોઝ કરી શકાય છે. તમારા પ્રપોઝ કરવાની રીત જોઈને જ તમારો ક્રશ સમજી જશે કે તમારા મનમાં તેના માટે પ્રેમની લાગણી છે.  હા પરંતુ તમારા મનમાં તે વ્યક્તિ માટેની લાગણી સાચી હોવી જોઈએ. ત્યારે જાણીએ એવું તો શું કરી શકાય કે તમારા એકરાર વિના જ તમારો ક્રશ તમને હા કહી દે.

બોડી લેંગ્વેજથી આપો સંકેત

આંખે ભી હોતી હે દિલ કી જુબાન.... આ ગીતના શબ્દો સંપૂર્ણપણે સાચા છે. ઘણીવાર શબ્દો કરતા તમારી બોડી લેંગ્વેજ ઘણી વાતો કહી દે છે. આંખોમાં પ્રેમ, ચહેરા પર સ્મિત સાથે સામેવાળી વ્યક્તિને સ્પેશિયલ ફિલ કરાવો.  તમારી આંખો અને તમારા બિહેવિયર પરથી સામેવાળી વ્યક્તિને લાગવું જોઈએ કે એના જીવનમાં તમે કેટલા મહત્વના છો.

કસ્ટમાઈઝ ગિફ્ટ આપો

તમે તમારા ક્રશને કસ્ટમાઈઝડ ગિફ્ટ આપી શકો છો, જેમ કે ફોટો ફ્રેમ, પર્સનલાઈઝડ કપ અથવા નાની હેન્ડમેડ ગિફ્ટ... સાથે એક સુંદર મેસેજ લખી શકો છો. ગિફ્ટ મળતા જ તમારો ક્રશ સમજી જશે કે તમારા મનમાં તેના માટે લાગણી છે.

સારુ સંગીત ભજવે મહત્વની ભૂમિકા

તમે તમારા ક્રશ સામે રોમેન્ટિક ગીત ગાવો, અથવા રોમેન્ટિક શાયરીઓ બોલો તો તે તેનાથી પણ ઈમ્પ્રેસ થઈ શકશે, અને તમારી લાગણી સમજી જશે.

લવનોટથી પ્રેમની અભિવ્યક્તિ

એક નાનો પ્રેમપત્ર એટલે કે લવનોટ લખો. આ લવનોટમાં તમારે તેના વખાણ અથવા તમારી લાગણી ઈશારામાં કરવાની છે.  આ લવનોટને તમે તેની બેગ, પુસ્તક અથવા એવી જગ્યાએ મૂકી શકો જ્યા તેના જ હાથમાં આવી શકે

સરપ્રાઈઝ પ્લાન કરો

જો તમે તમારા ક્રશને સરપ્રાઈઝ આપો, જેમ કે ક્યાક ડ્રાઈવ પર લઈ જાઓ, ડિનર અરેન્જ કરો.... અથવા અચાનક તેને પાણીપુરી અથવા ફેવરિટ ડીશ ખવડાવશો તો પણ તે ઈમ્પ્રેસ થયા વિના રહી નહીં શકે.

 

અહીં એ વાત સમજવી જરૂરી છે કે તમે તમારા ક્રશને પ્રપોઝ કરો અથવા તે સમજી જાય તો તમને સામે પ્રતિક્રિયા આપી શકે છે. કદાચ તમને એમ કહી શકે કે તેના માટે તમે સારા મિત્ર સમાન છો...  હા તમને દુ:ખ થશે, પરંતુ પ્રેમ ક્યારેય બળજબરીથી કે પરાણે થતો નથી. તમે એમ કહી શકો કે આપણે ભલે સારા કપલ ના બની શકીએ, પરંતુ બેસ્ટ ફ્રેન્ડ તો રહી શકીએ ને... કદાચ તમે લાઈફ પાર્ટનર ના બની શકો પરંતુ સારા મિત્રો આજીવન રહી શકો છો.

 

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now