Home Health-lifestyle Life Style How To Play Safe Holi Precautions For Pragnant Women And Old Ages

HOLI 2025 : રંગોના તહેવારમાં આ વાતોનું ધ્યાન રાખો, ગર્ભવતી મહિલાઓ અને વૃદ્ધો ખાસ ધ્યાન રાખે

HOLI 2025
Published by: OBS Bureau
Last Updated: Mar 14, 2025, 05:28 AM IST

આજે લોકો ધૂળેટી ઉજવી રહ્યા છે. ધૂળેટી રંગોનો તહેવાર છે, જે દરેકના ચહેરા પર સ્મિત લઈ આવે છે. આ દિવસ પરિવાર અને મિત્રોનો સંગાથ હોય એટલે જલસા..  એકબીજા પર રંગ લગાવવાનો અને ખુશીઓ વહેંચવાનો આ તહેવાર છે, પરંતુ આ આનંદ વચ્ચે જો તમે તમારી ત્વચા અને શરીરનું યોગ્ય રીતે ધ્યાન રાખો તો ખુશીઓ બમણી થઈ શકે છે. ચાલો જાણીએ કે કેવી રીતે સ્વસ્થ રહીને તમે સુરક્ષિત ધૂળેટી ઉજવી શકો.

1. રાસાયણિક રંગોથી ત્વચાને બચાવવો
ધૂળેટીના રંગોમાં ઘણી વખત એવા રાસાયણિક તત્વો હોય છે, જે ત્વચા માટે અત્યંત હાનિકારક સાબિત થઈ શકે છે. તબીબ નિષ્ણાંત કહે છે કે ધૂળેટીના રંગોમાં મોટર ઓઈલ, ડીઝલ, એસિડ, મિકા, કાચનો પાઉડર જેવા ખતરનાક તત્ત્વો મિશ્રિત હોય છે. આ તત્વોના સંપર્કમાં આવવાથી ત્વચા પર એક્ઝીમા, ફોલ્લા, સોજો અને વધારે ખંજવાળ થઈ શકે છે. રંગોનો સતત સંપર્ક ત્વચા સાથે રહે તો ચામડીમાં બળતરા, લાલ ચકામા, લાલાશ અને કેન્સરજેવા ગંભીર રોગ પણ થઈ શકે છે. રાસાયણિક રંગોથી બચવા માટેકુદરતી રંગોનો ઉપયોગ કરવો શ્રેષ્ઠ વિકલ્પ છે.

2. ભાંગનું સેવન સમજી વિચારીને કરવું
ધૂળેટી દરમિયાન ભાંગ પીવાની પરંપરા વર્ષોથી ચાલી આવી છે. ભાંગથી મજા તો વધે છે, પરંતુ તેનું અધિક સેવન આરોગ્ય માટે ખતરનાક બની શકે છે.તબીબ નિષ્ણાંતકહે છે કેભાંગના સેવનથી હૃદયની ધબકારા તેજથઈ શકે છે,  રક્તદબાણ વધી શકેછે અનેમાનસિક સ્થિતિ પર અસર થઈ શકે છે. ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે ભાંગનું સેવન બિલકુલ સુરક્ષિત નથી, કારણ કે તે શિશુના આરોગ્ય પર પ્રતિકૂળ અસર કરી શકે છે.

3. ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું
ગર્ભવતી મહિલાઓએ રાસાયણિક રંગોથી દૂર રહેવુંજોઈએ, કારણ કે તેગર્ભપાત અથવા સમય પહેલાં પ્રસવનું જોખમ વધારી શકે છે. તબીબ નિષ્ણાંત કહે છે કે ગર્ભવતી મહિલાઓએ ધૂળેટી દરમિયાન બહાર જવાનું ટાળવું જોઈએ અને ભાંગ કે નશીલી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ, કારણ કે તે આરોગ્ય માટે હાનિકારક સાબિત શકે છે.

4. વૃદ્ધોએ આ બાબતોનું ધ્યાન રાખવું
વૃદ્ધોએ ધૂળેટીમાં ખાસ તકેદારી રાખવી જરૂરી છે.તબીબ નિષ્ણાંત કહે છે કે વૃદ્ધોએ ભીના અને લપસી જવાય તેવા સ્થળોએ જવાનું ટાળવું જોઈએ, કારણ કે એના કારણે હાડકા તૂટી જવાની અથવા મચકોડાઈ જવાના કારણે ઇજા થવાની શક્યતા વધી જાય છે. વધારે ઉંમરે હાડકાની ઘનતા ઓછી થતી હોય છે, જેના કારણે ઓસ્ટિયોપોરોસિસ હોય તો જોખમ વધુ વધી શકે છે. એટલે સાવચેત રહી ધૂળેટી રમવી વધુ સુરક્ષિત છે.

5. ધૂળેટીના દિવસે શરીરને હાઈડ્રેટેડ રાખો
શરીર હાઈડ્રેટેડ રાખવું ખૂબ જ જરૂરી છે.તબીબ નિષ્ણાંત કહે છે કે ધૂળેટી પહેલાં અને પછી એક ગ્લાસ લીંબુ પાણી અથવા ડિટૉક્સ ડ્રિંક પીવાથી શરીરમાં તાજગી રહે છે અને રંગોનો પ્રભાવ ઓછો થાય છે.આ ઉપરાંત, હલકા અને પૌષ્ટિક ભોજનનું સેવન કરવાથી શરીરને ઉર્જા મળે છે, જેનાથી તમે દિવસભર સક્રિય રહી શકો છો. આ તમારા પાચનતંત્રને પણ સ્વસ્થ રાખે છે, જેના કારણે રંગોનો પ્રભાવ ઓછો હોય છે.

DISCLAIMER

આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે.  તબીબની સલાહ લેવી હિતાવહ છે.  OFFBEAT STORIES.IN ની આ સ્ટોરી સામાન્ય જાણકારી તરીકે ઉપયોગમાં લેવી. આરોગ્ય સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ લેવી જરૂરી છે. 

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now