Home Health-lifestyle Life Style Health Benifits Of Eating Dark Chocolates

લ્યો બોલો! : ડાર્ક ચોકલેટના ખાવાથી તમારી સ્કીનને થાય જોરદાર ફાયદા

લ્યો બોલો!
Published by: OBS Bureau
Last Updated: Mar 20, 2025, 06:30 PM IST

ડાર્ક ચોકલેટ ખાવાથી ત્વચાને ફાયદો: ડાર્ક ચોકલેટ એવા લોકો માટે બેસ્ટ ઓપ્શન છે, જેમને વધારે ગળી ચોકલેટ પસંદ નથી, ડાર્ક ચોકલેટના કારણે સ્વાસ્થ્યના ઘણા ફાયદા થાય છે. કેટલાક સ્ટડી રિપોર્ટ મુજબ ચોકલેટમાં કેટલાક ગુણ હોય છે જે મસ્તિષ્કની કાર્યપ્રણાલીમાં સુધારો કરે છે, સાથે સાથે મેન્ટલ હેલ્થ માટે પણ ફાયદાકારક છે.

ડાર્ક ચોકલેટ ખાવાથી શરીરની ત્વચાને પણ ફાયદો થાય છે. ડાર્ક ચોકલેટમાં કેટલાક પોષક તત્વો હોય છે, જે ત્વચાની અંદર પોષણ આપવાનું કામ કરે છે જેનાથી નેચરલ ગ્લો મળે છે. ત્યારે હવે સમજીએ કે કઈ રીતે ડાર્ક ચોકલેટ સ્કિન માટે ફાયદાકારક છે.

ડાર્ક ચોકલેટ ત્વચાને હાઈડ્રેટ કરવાનું કામ કરે છે, ડાર્ક ચોકલેટમાં કેટલાક કમ્પાઉન્ડ હોય છે જે હાઈડ્રેશનમાં મદદ કરે છે. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના રિપોર્ટ મુજબ ડાર્ક ચોકલેટમાં ફલેવોનોયડ્સ હોય છે, જે ત્વચામાં બ્લડ ફલોને વધુ સારુ બનાવે છે. આ કારણથી સ્કિન હાઈડ્રેટ થાય છે. ડાર્ક ચોકલેટમાં જે ફલેવોનોઈડ્સ હોય છે તે કોલેજન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે. કોલેજન એક પ્રોટીન હોય છે, જે સ્કિનને ફલેક્સિબિલિટી આપે છે. આ કોલેજન સ્કિન હેલ્થને વધુ સારી કરવામાં મદદ કરે છે. NIHના સ્ટડી અનુસાર ફલેવોનાયડથી ભરપૂર ચોકલેટ સ્કિનને UVડેમેજથી બચવામાં મદદ કરે છે, ફલેવોનોયડની સાથે ડાર્ક ચોકલેટ એન્ટી ઓક્સિડન્ટથી ભરપૂર હોય છે, જેનાથી સ્કિનને ઘણો ફાયદો થાય છે. એક રિસર્ચ મુજબ ડાર્ક ચોકલેટનું નિયમિત સેવન કરવાથી સનબર્ન યુવી કિરણોથી થનારા નુકસાનથી બચી શકાય છે.

ડાર્ક ચોકલેટના અન્ય ફાયદા

ડાર્ક ચોકલેટ બ્લડપ્રેશર ઓછું કરવામાં, LDL કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં તો HDL કોલેસ્ટ્રોલનું સ્તર વધારવામાં મદદરૂપ થાય છે, બ્લડ ફલો સુધારવામાં પણ ઉપયોગી છે. આ કારણથી હ્રદય સ્વસ્થ થાય છે,અને હ્રદય રોગનું જોખમ ઘટે છે. ડાર્ક ચોકલેટમાં ફાઈબરનું પ્રમાણ વધારે હોય છે, ફાઈબરના કારણે બિનજરૂરી રીતે ભૂખ લાગતી નથી જેના કારણે અનહેલ્ધી નાસ્તો કરવાની લત લાગતી નથી. ડાર્ક ચોકલેટ્સમાં ઉપસ્થિત ફલેવોનોઈડ્સ મસ્તિષ્કમાં રક્તપ્રવાહમાં સુધારો કરે છે, જે સ્મૃતિ, એકાગ્રતા અને સમગ્ર મસ્તિષ્કનું કાર્ય સુધારે છે.

DISCLAIMER

આ લેખ માત્ર સામાન્ય માહિતી માટે છે.  તબીબની સલાહ લેવી હિતાવહ છે.  OFFBEAT STORIES.IN ની આ સ્ટોરી સામાન્ય જાણકારી તરીકે ઉપયોગમાં લેવી. આરોગ્ય સંબંધિત કોઈપણ નિર્ણય લેતા પહેલા નિષ્ણાંત તબીબની સલાહ લેવી જરૂરી છે. 

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now