Home Health-lifestyle Life Style Health Benifit Black Paper Useful For Migrain

શું તમે પણ માઈગ્રેનના દુખાવાની સમસ્યાથી ત્રસ્ત છો? : ફિકર નોટ! તમારા ઘરમાં જ છે તેનો રામબાણ ઈલાજ

શું તમે પણ માઈગ્રેનના દુખાવાની સમસ્યાથી ત્રસ્ત છો?
Published by: OBS Bureau
Last Updated: Jan 14, 2025, 05:30 AM IST

માઈગ્રેન માટે કાળા મરીના ફાયદા: કાળા મરી માઈગ્રેનના દુખાવામાં રાહત અપાવવામાં ફાયદાકારક સાબિત થઈ શકે છે. કાળા મરીમાં ઘણા કુદરતી તત્વો હોય છે, જે માઈગ્રેનના દર્દીઓ માટે રામબાણ બની શકે છે. જો કે કાળા મરીનું સેવન વધુ પડતું કરવું પણ હિતાવહ નથી.

કાળા મરી રામબાણ ઈલાજ- માઈગ્રેન એક ગંભીર સમસ્યા છે, જેના કારણે માથામાં અસહ્ય દુખાવો થવા લાગે છે. આ પીડા થોડી મિનિટોથી લઈને ઘણા દિવસો સુધી રહી શકે છે. દેશમાં લાખો લોકો માઈગ્રેનની સમસ્યાથી પીડિત છે. ઘણી વખત આ સમસ્યા એટલી વધી જાય છે કે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવા પડે છે. ડોકટરો માઈગ્રેનને કંટ્રોલ કરવા માટે દવાઓ આપે છે, પરંતુ ઘણા દેશી નુસખાઓ પણ આ સમસ્યામાંથી રાહત આપી શકે છે. આયુર્વેદિક નિષ્ણાતો પણ શિયાળામાં કાળા મરીનું સેવન કરવાની સલાહ આપે છે.

 માઇગ્રેનને કારણે માત્ર માથામાં જ નહીં પરંતુ આખા શરીરમાં તીવ્ર દુખાવો થાય છે. જ્યારે શરીરના જ્ઞાનતંતુઓ ખેંચાય છે અને સંકુચિત થાય છે, ત્યારે આ દુખાવો થાય છે. માથાના એક ભાગથી શરૂ કરીને, આ દુખાવો ગરદન, ખભા, પીઠ અને હાથ સુધી ફેલાય છે. ક્યારેક માઈગ્રેનનો દુખાવો એટલો તીવ્ર હોય છે કે એકવાર શરૂ થઈ જાય પછી તેને નિયંત્રિત કરવું મુશ્કેલ બની જાય છે. આવી સ્થિતિમાં જો વ્યક્તિ દુખાવો થવા પહેલા જ કાળા મરીનું સેવન કરવા લાગે તો શિયાળાની સિઝનમાં આ દુખાવામાંથી રાહત મળી શકે છે.

કાળા મરીમાં શું હોય છે ગુણો?

આયુર્વેદિક તબીબોના મતે કાળા મરીમાં પિપેરીન નામનું તત્વ હોય છે, જે દુખાવાને દૂર કરવામાં સહાયરૂપ થાય છે. કાળા મરીની તાસીર ગરમ હોય છે, જે શિયાળાની સિઝનમાં માઈગ્રેનના દુખાવાને વધતા અટકાવી શકાય છે. માઈગ્રેનનો દુખાવો થાય તે પહેલા કાળા મરીનું સેવન કરવાથી આ સમસ્યાથી રાહત મેળવી શકાય છે. માઈગ્રેનની સમસ્યાથી પીડિત વ્યક્તિએ બે અથવા ત્રણ કાળા મરીને મોંમાં રાખીને ચાવવા જોઈએ, જેનાથી આરામ મળે છે.  જો કે કાળા મરી તેજ મસાલા છે,જેની તાસીર ગરમ હોય છે તેથી વધુ પડતું સેવન પણ ના કરવું જોઈએ.

અતિરેક સેવન પણ ના કરવું

નિષ્ણાતોના મતે વધારે પ્રમાણમાં કાળા મરીનું સેવન કરવાથી નુકસાન પણ પહોંચે છે. વધારે પડતા ઉપયોગમાં લો તો નાકમાંથી લોહી નીકળે, તેવામાં બે કે ત્રણથી વધારે કાળા મરી ના ચાવવા જોઈએ. જો માઈગ્રેનની સમસ્યા છે, તો નિષ્ણાંત તબીબની સલાહ લઈને કાળા મરીનું સેવન કરવું જોઈએ. ડૉકટરની સલાહ મુજબ સેવન કરશો, તો આડઅસરનું પણ જોખમ ઘટશે. કાળા મરીનો ઉપયોગ ભોજન બનાવવામાં પણ કરી શકાય છે, જેનાથી સ્વાદ પણ વધે છે, અને સ્વાસ્થ્ય પણ સુધરે છે.

DISCLAIMER: સ્વાસ્થ્ય સબંધિત અપાતી અહી જાણકારી લેવાની સાથે તબીબની કે નિષ્ણાંતની સલાહ લેવી અનિવાર્ય છે

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now