Home Health-lifestyle Life Style Health 4 Things That Causes Heart Attack And Heart Diseases

જો જો દિલ દગો ના આપી દે : દિલને સ્વસ્થ રાખવા અને હાર્ટ એટેકથી બચવા આ 4 વસ્તુઓથી દૂર રહો

જો જો દિલ દગો ના આપી દે
Published by: OBS Bureau
Last Updated: Mar 04, 2025, 06:10 PM IST

દિલ આપણા શરીરનું સૌથી મહત્વપૂર્ણ અંગ છે, જે રક્ત અને ઓક્સિજનને શરીરના દરેક ખૂણે પહોંચાડે છે. પણ કેટલીક ખરાબ આદતો અને જીવનશૈલીના કારણે હૃદયની કાર્યક્ષમતા ઘટી જાય છે અને હાર્ટ એટેકનું જોખમ વધે છે. જાણીતા ડોકટર્સના મતે આ 4 ખરાબ આદતોથી દૂર રહો, જેનાથી તમારું હ્રદય સ્વસ્થ થઈ રહે છે.

1. સ્ટ્રેસ (તણાવ)


હૃદયરોગના મુખ્ય કારણોમાંથી એક તણાવ છે. વધુ તણાવ કે દબાણ હાઈ બ્લડપ્રેશર, હૃદય સંબંધિત બીમારીઓ અને અન્ય સમસ્યાઓ ઊભી કરી શકે છે. લાંબા ગાળાના તણાવથી હૃદય પર પ્રભાવ પડી શકે છે, જે ધીમે ધીમે હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

2. પૂરતી ઊંઘ ના મળવી


પર્યાપ્ત અને ગુણવત્તાયુક્ત ઊંઘ હૃદય માટે ખૂબ જરૂરી છે. જો તમે ઓછા કલાક ઊંઘો છો અથવા અનિયમિત રીતે ઊંઘો છો, તો તમારા હૃદયને રિકવરી માટે પૂરતો સમય મળતો નથી. આ કારણે બ્લડ વેસલ્સ અને હૃદય પર વધુ દબાણ પડે છે, જે હૃદયરોગ માટે જવાબદાર હોઈ શકે છે.

3. શારીરિક નિષ્ક્રિયતા


આજકાલના સમયગાળામાં મોટાભાગના લોકોના કામ બેસીને થવાના છે, જેના કારણે શારીરિક સક્રિયતા ખૂબ ઓછી થઈ ગઈ છે. નિયમિત વ્યાયામની, યોગ- પ્રાણાયમ ના થવાના કારણે હાઈ કોલેસ્ટ્રોલ અને મેદસ્વિતાનું જોખમ વધી શકે છે, જે હૃદય માટે અત્યંત હાનિકારક છે.

4. વાયુ પ્રદૂષણ


જ્યાં વધુ પ્રદૂષણ હોય, ત્યાં લાંબા ગાળે રહેવું હૃદય માટે નુકસાનકારક થઈ શકે છે. પ્રદૂષિત હવા શ્વાસ લેવામાં તકલીફ ઉંમેરે છે અને ધૂમ્રપાન જેટલું જ નુકસાન પહોચાડી શકે છે. તમે એર પ્યુરીફાયરનો ઉપયોગ કરી શકો છો અને તાજી હવાના સંપર્કમાં રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ.

નિષ્કર્ષ: તમારા હૃદયને સ્વસ્થ રાખવા માટે તમારે તણાવથી બચવું, સારી ઊંઘ લેવી, નિયમિત કસરત કરવી અને સ્વચ્છ હવામાં રહેવાનું ધ્યાન રાખવું જોઈએ. આ આદતોને અનુસરીને હાર્ટ એટેક અને હૃદય સંબંધિત બીમારીઓથી બચી શકાય છે. આ જ બધા પ્રશ્નોને લઈ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશભરમાં મેદસ્વિતા વિરુદ્ધ અભિયાન શરૂ કર્યું છે, લોકોને તંદુરસ્ત જીવનશૈલી અપનાવવા માટેની અપીલ કરવામાં આવી રહી છે.

ડિસ્ક્લેમર: આ લેખમાં આપવામાં આવેલી માહિતી અને દાવા નિષ્ણાંતોના રિસર્ચના આધારે છે, OFFBEAT STORIES.IN તેની સત્યતા, સચોટતાને પ્રમાણ આપતું નથી. તબીબોની સલાહ લેવી હિતાવહ છે.

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now