Home Health-lifestyle Life Style Gallery Which 10 Countries Have Less Work Culture

WORK CULTURE : દુનિયાના આ 10 દેશોથી ખાનગી કંપનીઓને શીખ લેવાની જરૂર

WORK CULTURE
Published by: OBS Bureau
Last Updated: Jan 11, 2025, 05:09 AM IST

નારાયણ મૂર્તિ બાદ હવે L&Tના ચેરમેન એસ.એન.સુબ્રમણ્યમે વિવાદનો મધપૂડો છંછેડ્યો છે. સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થયો જેમાં તેઓ કહી રહ્યા છે કે કર્મચારીઓએ તો અઠવાડિયામાં 90 કલાક કામ કરવું જોઈએ, ઘરમાં રહીને શું તેઓ પત્નીનું મોઢું જ નિહાળ્યા કરશે. ઘરની બહાર નીકળો અને કામ કરો. મને અફસોસ છે કે હું મારા કર્મચારીઓને રવિવારે કામ કરાવી શકતો નથી, હું પોતે રવિવારે કામ કરુ છું. એસ.એન.સુબ્રમણ્યમના આ નિવેદનની આકરી આલોચના થઈ છે. બોલિવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણે ઈન્સ્ટામાં સ્ટોરી શેર કરતા કહ્યું- આ વાહિયાત તર્ક છે, કોઈ આટલા ઊંચા હોદ્દા પર રહીને આ પ્રકારનું નિવેદન કેવી રીતે આપી શકે... મેન્ટલ હેલ્થ મેટર કરે છે.

ભારતની વાત કરીએ તો શ્રમ કાનૂન અંતર્ગત એક દિવસમાં 9 કલાક નોકરી કરાવી શકાય, જેમાં એક કલાક લંચ અને ટી બ્રેક આપવો પડે, હા એ વાત અલગ છે કે ભારતમાં ખાનગી કંપનીઓ આ નિયમનો ઉલાળિયો કરે છે.  દુનિયાના કોઈ દેશમાં વધારે કલાકો સુધી નોકરીઓમાં કામ કરવાનો નિયમ છે તો કોઈ દેશમાં ઓછા કલાકો કામ કરવાના નિયમ છે. ત્યારે કરીએ એવા દેશોની યાદી પર નજર કામ કરવાના કલાકો ઘણા ઓછા છે.

 
યુરોપના દેશોમાં કર્મચારીઓની મેન્ટલ અને ફિજિકલ હેલ્થને સૌથી વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે, જેથી આવા દેશોમાં કર્મચારીઓ માટે કામ કરવાના કલાકો ઓછા રાખવામાં આવે છે, આ યાદીમાં યુરોપના દેશોનો સમાવેશ થાય છે...  આ યાદીમાં આપણે સૌથી પહેલા એ દેશના નામ બતાવીશું જ્યા કામના કલાકો વધારે છે મતલબ કે આપણે ઉતરતાથી ચઢતા ક્રમ તરફ જઈશું

 

10- સ્વીડન

યુરોપના આ સુંદર દેશમાં એક અઠવાડિયામાં કર્મચારીઓ સરેરાશ 35.7 કલાક જ કામ કરે છે.

9- આયરલેન્ડ

આયરલેન્ડની વાત કરીએ તો ત્યા અઠવાડિયાના કામના કલાકો સરેરાશ 35.5 કલાક છે

8- લક્સમબર્ગ

યુરોપનો આ સૌથી સમૃદ્ધ દેશમાંથી એક છે, જેમાં કામના કલાકો સરેરાશ 35.3 કલાક છે.

7- બેલ્ઝિયમ

બેલ્ઝિયમમાં કર્મચારીઓ માટે એક અઠવાડિયામાં સરેરાશ 34.9 કલાક કામ કરવાનો નિયમ છે


6- ફિનલેન્ડ

ફિનલેન્ડમાં પણ કર્મચારીઓ માટે સાનુકૂળ વાતાવરણ છે, સરેરાશ 34.8 કલાક અહીં કામ કરવાનો નિયમ છે

5- ડેનમાર્ક

આ દેશમાં કર્મચારીઓને અઠવાડિયામાં સરેરાશ 34.3 કલાક કામ કરવું પડે છે

4- જર્મની

યુરોપના સૌથી તાકાતવર દેશમાંથી એક જર્મનીમાં પણ કામના કલાકો ઘણા ઓછા છે, અહીં કર્મચારીઓને અઠવાડિયામાં માત્ર 34 કલાક કામ કરવાનું હોય છે

3- નોર્વે

નોર્વેમાં કામના કલાકો ઘણા ઓછા છે, એક અઠવાડિયામાં માત્ર 33.9 કલાક કામ કરાવવામાં આવે છે

 
2- ઓસ્ટ્રિયા

ઓસ્ટ્રિયામાં પણ કર્મચારીઓને જલસા છે, અહીં એક અઠવાડિયામાં માત્ર 33.6 કલાક કર્મચારીઓને કામ કરવાનું હોય છે

1-      નેધરલેન્ડ

યુરોપમાં સૌથી ઓછા કામના કલાકો નેધરલેન્ડમાં છે. અહીં કર્મચારીઓ એક અઠવાડિયામાં માત્ર 32.2 કલાક જ કામ કરે છે.

આ જાણકારી વર્લ્ડ ઓફ સ્ટેટેટિક્સે યુરોસ્ટેટના માધ્યમથી આપી છે.   

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now