Home Health-lifestyle Life Style California Camroon Airpark Where Every House Has Aeroplane

અહીં ઘર આગળ ગાડી પાર્કિંગની મળે છે માંડ જગ્યા : આ શહેરમાં ઘરે ઘરે લોકોના વિમાન પાર્ક થાય

અહીં ઘર આગળ ગાડી પાર્કિંગની મળે છે માંડ જગ્યા
Published by: OBS Bureau
Last Updated: Mar 23, 2025, 05:07 AM IST

તમને વિચાર આવતો હશે કે કાશ એવી જગ્યાએ આપણે રહેતા હોઈએ કે જ્યા ટ્રાફિકજામ ના હોય... વાહનો પાર્ક કરવાની સમસ્યા ના હોય.. ક્યારેય તમે વિચાર્યું કે ઘરની બહાર કાર નહીં પરંતુ વિમાન પાર્ક થઈ શકે એટલી જગ્યા પણ હોય? તમે કહેશો આવી કલ્પના જ થઈ શકે, હકીકતમાં આવું શક્ય નથી.. તો અમે તમને કહીશું ના... આ કલ્પના નહીં પરંતુ હકીકત છે... અહીં વાત અમદાવાદની નહીં પરંતુ અમેરિકાની કરી રહ્યા છીએ... એકતરફ લોકોના ઘર આગળ કાર પાર્ક કરવાની જગ્યા નથી હોતી અને અહીં તો લોકો ઘર આગળ લોકો હોંશે હોંશે વિમાન પાર્ક કરી દેતા હોય છે... જેમ ઘર ઘર આગળ સ્કૂટર, બાઈક કે કાર આપણે જોતા હોઈએ છીએ, પરંતુ અહીં તો ઘરની આગળ વિમાન પાર્ક કરવામાં આવે છે..

કેલિફોર્નિયાના કેમરૂન એરપાર્કમાં ઘરે પાર્ક વિમાન
માનવામાં આ વાત પહેલા ગળે ના ઉતરે પરંતુ આ વાસ્તવિકતા છે. અમેરિકાના કેલિફોર્નિયામાં કેમરૂન એરપાર્કમાં લોકો ઘર આગળ વિમાન પાર્ક કરતા હોય છે. આ વિસ્તાર ઉત્તર કેલિફોર્નિયાના એલ ડોરેડો કાઉન્ટીમાં આવેલો છે. અહીં લોકોના ઘર આગળ વિમાન પાર્ક થાય છે. મતલબ કે તમારે નોકરી જવું હોય અથવા નાનામોટા કામ કરવા હોય એટલે એ વિમાનની ચાવી લો અને નીકળી પડો. સામાન્ય રીતે લોકોના ઘર આગળ કાર પાર્ક હોય અને અહીં બાકી વિમાન પાર્ક હોય, જે તમારું હોય જેને તમે ગમે ત્યા લઈ જઈ શકો છો, આ વિસ્તારના રસ્તાઓ પણ એવા છે, જેના પર વિમાન દોડીને ઉડાન ભરી શકે છે. કેલિફોર્નિયામાં આવેલા કેમરૂન પાર્કમાં લોકો ઓફિસ આ વિમાન લઈને જાય છે.
એવિએશન સેકટર સાથે જોડાયેલા લોકો
કેમરૂન પાર્કમાં દરેક ઘર આગળ વિમાન એટલા માટે પાર્ક છે કારણકે અહીં રહેનારી દરેક વ્યક્તિ એવિએશન સેકટર સાથે કોઈને કોઈ રીતે જોડાયેલી છે. આ વિસ્તારમાં રસ્તાઓ અને ગલીઓના નામ પણ એવિએશન પર રાખવામાં આવ્યા છે. કેમરૂન પાર્ક વર્ષ 1963માં બનાવવામાં આવ્યો હતો, આ વિસ્તારમાં 124 કરતા પણ વધારે ઘર છે.

બીજા વિશ્વયુદ્ધ બાદથી બન્યા એરપાર્ક
કેમરૂન એરપાર્કમાં એવા લોકોના ઘર હોય છે જે લોકો પાયલટ રહ્યા હોય. મિલેટ્રીના રિટાયર્ડ પાયલટના સૌથી વધારે ઘર અહીં આવેલા છે, અમરેકામાં બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પાયલોટની સંખ્યામાં ઘણો વધારો થયો હતો, પાયલોટની સંખ્યા 34થી 35 હજાર હતી જે વર્ષ 1946 સુધીમાં તો 4 લાખને પાર થઈ ગઈ હતી. આ દરમિયાન ઘણા બધા એરફિલ્ડ બનાવવામાં આવ્યા હતા, જે યુદ્ધ પૂર્ણ થયા બાદ પણ બંધ ના કરાયા, જે બાદ ત્યા રેસિડેન્સિયલ એરપાર્ક બનાવી દેવામાં આવ્યા. અમેરિકાના ઉડ્ડયન વિભાગે રિટાયર્ડ પાયલોટની વસાહત અહીં રાખવાનો નિર્ણય લીધો. કેલિફોર્નિયામાં જે એરપાર્ક છે તેને વર્ષ 1963માં બનાવવામાં આવ્યું, બસ તે બાદથી આજે પણ અહીં ઘર આગળ કારની જેમ વિમાન પાર્ક જોવા મળે છે.

અમેરિકાના કેલિફોર્નિયામાં કેમરુન એરપાર્ક આ રીતે બનાવવામાં આવ્યો છે, અહીં રહેનારી દરેક વ્યક્તિમાં વિમાન ઉડાવવાને લઈ ક્રેઝ જોવા મળે છે, આવા તો અમેરિકામાં 610 એરપાર્ક આવેલા છે. અહીં રસ્તા પહોળા બનાવવામાં આવ્યા છે, મતલબ કે ઘરેથી એરફિલ્ડ સુધી વિમાનને સરળતાથી લઈ જઈ શકાય છે. આ રસ્તાઓ પર એકસાથે વિમાન અને કાર બંને પસાર થતા જોવા મળે છે. કેમરુન એરપાર્કમાં રસ્તા પરના સાઈનબોર્ડને સામાન્ય ઊંચાઈ કરતા નીચા રાખવામાં આવ્યા છે કારણકે વિમાનના વિંગના કારણે કોઈ નુકસાન ના થાય.

દરેકને અહીં રહેવાનું મન થાય
આ ગામના રિટાયર્ડ પાયલોટ જાતે જ વિમાન ઉડાવતા હોય છે, ઘર આગળ જેમ કાર પાર્ક કરવાની જગ્યા હોય તેમ અહીં વિમાન પાર્ક માટેના હેંગર છે. સોશિયલ મીડિયા પર કેલિફોર્નિયાના એરપાર્કના વીડિયો અવારનવાર વાયરલ થતા હોય છે, અને આ જગ્યાઓના દ્રશ્યો જોનારા એમ જ કહેતા હોય છે કે કાશ! અમે પણ અહીં રહેતા હોય અને અમારી પાસે પણ આવું વિમાન હોય

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now