Home Entertainment Legendary Actor Manoj Kumar Passed Away At Kokilaben Dhirubhai Ambani Hospital Age Of 87

પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન : 87 વર્ષની વયે અંતિમ લીધા શ્વાસ

પીઢ અભિનેતા મનોજ કુમારનું નિધન
Published by: OBS Bureau
Last Updated: Apr 04, 2025, 02:02 PM IST

બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ નિર્માતા મનોજ કુમારનું નિધન થયું છે. આ દુખદ સમાચાર આવતા જ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.  અભિનેતાએ મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં 87 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. દેખીતી રીતે જ મનોજ કુમાર ઇન્ડસ્ટ્રીમાં તેમની દેશભક્તિ માટે જાણીતા હતા. તેમના ચાહકો તેમને 'ભારત કુમાર' તરીકે ઓળખતા હતા. મનોજ કુમારે પોતાની ફિલ્મી કરિયરમાં 'ક્રાંતિ', 'પૂરબ ઔર પશ્ચિમ', 'વો કૌન થી' અને 'ઉપકાર' જેવી શ્રેષ્ઠ ફિલ્મો કરી હતી. તેમના નિધન પર ચાહકો પણ સોશિયલ મીડિયા પર પીઢ અભિનેતાને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે અભિનેતા મનોજ કુમારના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.  એક ઈન્ટરવ્યુમાં તેણે કહ્યું કે, 'મહાન દાદા ફાળકે એવોર્ડ વિજેતા, અમારા પ્રેરણાસ્ત્રોત અને ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીના 'સિંહ' મનોજ કુમાર હવે નથી રહ્યા. ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે આ એક મોટી ખોટ છે. સમગ્ર ઈન્ડસ્ટ્રી તેમને હંમેશા યાદ રાખશે.

નોંધનીય છે કે મનોજ કુમારે વર્ષ 1957માં ફિલ્મ 'ફેશન'થી પોતાના બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે 'કાંચ કી ગુડિયા'માં કામ કર્યું. આ ફિલ્મ 1960માં રિલીઝ થઈ હતી. અહીંથી હિટ ફિલ્મો આપવાની પ્રક્રિયા શરૂ થઈ હતી. રસપ્રદ વાત એ છે કે તે સમયગાળા દરમિયાન મનોજ કુમારની મોટાભાગની ફિલ્મોમાં તેનું નામ 'ભારત કુમાર' હતું. તેથી જ તે તેના ચાહકોમાં આ નામથી પ્રખ્યાત બન્યો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now