Home Entertainment Lahore 1947 Awarapan 2 Sunny Deol Movie Emraan Hashmi Film

'Lahore 1947' અને 'Awarapan 2' વચ્ચે થશે જોરદાર ટક્કર : સની-ઇમરાનની એન્ટ્રીથી બોક્સ ઓફિસ પર આગ! જાણો કયારે થશે ધમાકો!

Awarapan 2 VS Lahore 1947
Published by: Suman Dabhi
Last Updated: Apr 04, 2026, 05:04 AM IST

Awarapan 2 VS Lahore 1947 Release: 'Awarapan 2' અને 'Lahore 1947' વચ્ચે થશે જોરદાર મુકાબલો, બોલીવુડમાં આ વર્ષે સ્વતંત્રતા દિવસ (15 ઓગસ્ટ 2026)ની આસપાસ બોક્સ ઓફિસ પર ધમાકેદાર ટક્કર જોવા મળવાની તૈયારી છે. સની દેઓલની 'લાહોર 1947' સાથે ઇમરાન હાશ્મીની 'આવારાપન 2' ટકરાવાની શક્યતા છે, જે ફિલ્મપ્રેમીઓ માટે રોમાંચક સ્પર્ધા સર્જી શકે છે.

Sunny Deol On Joining Rajkumar Santoshi's Lahore 1947: 'Subject Is  Emotional' | Bollywood News - News18

' Lahore 1947'ની સત્તાવાર રિલીઝ તારીખ

સની દેઓલ અને પ્રીતિ ઝિન્ટા અભિનીત આ પીરિયડ ડ્રામા 13 ઓગસ્ટ 2026ના રોજ થિયેટરોમાં આવશે. આમિર ખાન આ ફિલ્મનું નિર્માણ કરી રહ્યા છે અને રાજકુમાર સંતોષી તેનું દિગ્દર્શન કરી રહ્યા છે. ફિલ્મમાં શબાના આઝમી પણ મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ સ્વતંત્રતા દિવસના વીકએન્ડ પર રિલીઝ થવાને કારણે વિશેષ ધ્યાન આકર્ષિત કરી રહી છે.

awarapan 2 will clash with Lahore 1947 on independence day | Times Now  Navbharat

'Awarapan 2'ની સ્થિતિ

ઇમરાન હાશ્મી અને દિશા પટણી અભિનીત 'Awarapan 2' મૂળરૂપે 3 એપ્રિલ 2026ના રોજ રિલીઝ થવાની હતી, પરંતુ તેને મુલતવી રાખવામાં આવી છે. અહેવાલો અનુસાર, ફિલ્મનું શૂટિંગ એપ્રિલના અંત સુધીમાં પૂર્ણ થવાની ધારણા છે અને તે સ્વતંત્રતા દિવસની આસપાસ (Independence Day વીકએન્ડ) રિલીઝ થઈ શકે છે. જોકે, નિર્માતાઓ તરફથી હજુ સત્તાવાર પુષ્ટિ બાકી છે. વિશેષ ભટ્ટની પ્રોડક્શન હેઠળ બની રહેલી આ ફિલ્મ 2007ની હિટ 'આવારાપન'નું સિક્વલ છે.

આ પણ વાંચો: 7 કરોડની ‘રામાયણ’ સામે 4000 કરોડની ફિલ્મ ફીકી? : જાણો 39 વર્ષ પહેલાની આ સીરિયલ કેમ છે આજે પણ અજેય?

બોક્સ ઓફિસ પર શું થશે?

જો 'આવારાપન 2' સ્વતંત્રતા દિવસ વીકએન્ડ પર રિલીઝ થાય તો તે 'લાહોર 1947' સાથે સીધી ટક્કરમાં આવશે. આ ટકરાવને કારણે થિયેટરોમાં ભારે સ્પર્ધા જોવા મળી શકે છે. કેટલાક અહેવાલોમાં કાર્તિક આર્યનની 'નાગઝિલ્લા' પણ આ જ સમયે રિલીઝ થવાની વાત છે, જે આ સ્પર્ધાને વધુ તીવ્ર બનાવી શકે છે.

નિર્માતાઓ અને દિગ્દર્શકો તહેવારો અને ખાસ પ્રસંગોને ધ્યાનમાં રાખીને રિલીઝ તારીખો નક્કી કરતા હોય છે, પરંતુ આનાથી ઘણીવાર બોક્સ ઓફિસ પર મલ્ટી-સ્ટારર ક્લેશ જોવા મળે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now