Home Health-lifestyle Lack Of Sleep Can Cause Signs To Appear In Your Skin Eyes

શું તમે લો છો પુરતી ઉંઘ? : અપૂરતિ ઉંઘથી થઈ શકે છે....

શું તમે લો છો પુરતી ઉંઘ?
Published by: OBS Bureau
Last Updated: Feb 17, 2025, 05:57 AM IST

ઊંઘ પુરી ના થઈ હોય તો તેની અસર શરીર પર જોવા મળે છે. ઊંઘનો અભાવ તમારી રોગપ્રતિકારક શક્તિને નબળી પાડી શકે છે તેમજ યાદશક્તિને પણ અસર પહોંચે છે. ઊંઘનો અભાવ આરોગ્યની ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે. તેનાથી ડાયાબિટીસ, હૃદય રોગ અને અન્ય રોગોનું જોખમ પણ વધે છે. અમેરિકન એકેડેમી ઓફ સ્લીપ મેડિસિન મુજબ, દર ત્રણ લોકો પૂરતી ઊંઘ મેળવી શકતા નથી. આજે એ જાણવાનો પ્રયાસ કરીએ કે પૂરતી ઊંઘ ન આવે ત્યારે તેની શું અસર થાય છે?

ઊંઘ ન આવવાથી શરીર પર શું અસર થાય છે?

શરીરની રોગ સામે લડવાની ક્ષમતાને ઘટે છે. તેનાથી બીમાર પડી શકાય છે. સંશોધકોના જણાવ્યા અનુસાર, ઊંઘ અને તમારી રોગપ્રતિકારક શક્તિ વચ્ચે એક વિશેષ પ્રકારનો સંબંધ છે. જો તમે બીમાર થશો અને પૂરતી ઊંઘ નહીં મળે તો તમારું શરીર રોગપ્રતિકારક શક્તિ ગુમાવશે.

5 કલાકથી ઓછી ઊંઘ ઘાતક

'યુરોપીયન હાર્ટ જર્નલ' માં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર, જો તમે ઊંઘના અભાવને કારણે 5 કલાકથી ઓછી ઊંઘ લો છો, તો હૃદય પર ખરાબ અસર કરે છે. ઊંઘનો અભાવ હૃદય રોગ અથવા સ્ટ્રોકનું જોખમ વધારી શકે છે.

ત્વચાને અસર કરી શકે છે
એક અભ્યાસ મુજબ, 30થી 50 વર્ષની વયના લોકોના જૂથનું મૂલ્યાંકન તેમની ઊંઘથી તેમની ત્વચાની સ્થિતિના આધારે કરવામાં આવ્યું હતું. પરિણામ એવા આવ્યા કે જે લોકો ખૂબ ઓછી ઊંઘ લે છે તેઓ વધુ ફાઇન લાઇન્સ, કરચલીઓ, અસમાન ત્વચાનો રંગ અને ત્વચામાં શિથિલતા જોવા મળી. ઊંઘનો અભાવ કરચલીઓ અને ખરબચડી ત્વચા તરફ દોરી શકે છે. ઊંઘના અભાવના કારણે ડાર્ક સર્કલ્સ પણ થઈ શકે છે..

Disclaimer ( અસ્વીકરણ ) : આ લેખ ફક્ત સામાન્ય માહિતી પ્રદાન કરે છે. તે કોઈપણ રીતે તબીબી અભિપ્રાયનો વિકલ્પ નથી. વધુ માહિતી માટે હંમેશા નિષ્ણાત અથવા તમારા ડૉક્ટરની સલાહ લો. અહીં આપેલી માહિતી અને તથ્યોની ચોકસાઈ અથવા સંપૂર્ણતા માટે Offbeat Stories જવાબદાર નથી.
joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now