Home Entertainment Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 New Star Cast To Lead Actor From Bhagyalakshmi

'ક્યુંકી સાસ ભી કભી બહુ થી'ની આ નવી જનરેશન : ભાગ્ય લક્ષ્મીના બે લીડ એક્ટર હવે આ સિરિયલમાં દેખાશે

'ક્યુંકી સાસ ભી કભી બહુ થી'ની આ નવી જનરેશન
Published by: OBS Bureau
Last Updated: Jul 24, 2025, 11:42 AM IST

25 વર્ષ પહેલા એકતા કપૂરની ટીવી ઈન્ડસ્ટ્રીનો સૌથી વધારે પોપુલર શૉ કયુંકી સાસ ભી કભી ખૂબ જ જાણીતો હતો. આ શૉ ટેલિવિઝન પર દેખાવમાં સૌથી વધારે જોવા વાળો શૉ હતો અને હવે 25 વર્ષ પછી એકતા કપૂર ફરીથી આ શૉને ટીવી પર લઇને આવી રહ્યા છે, તેમાં જૂની સ્ટાર કાસ્ટથી માંડીને નવી જનરેશનના નવા સ્ટાર કાસ્ટને શામિલ કરવામાં આવ્યા છે.

કયુંકી સાસ ભી કભી બહુથીનો વીડિયો

કયુંકી સાસ ભી કભી બહુથી સિઝન ટું સિરિયલનો એક વીડિયો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. તેને પોસ્ટ કરતા લખ્યું છે કે, "જૂની પેઢી નો પ્રેમ, નવા ચેહરા સાથે એક નવો અધ્યાય, શું તમે તુલસીના આ સફરની જોડે ચાલસો? તે વીડિયોમાં હિતેન તેજવાની અને ગોરી પ્રધાન બતાવી રહ્યા છે કે 25 વર્ષ પહેલા જેની શરૂઆત કરી હતી તેને આગળ વધારવા નવી જનરેશન આવી રહી છે. સૌથી પહેલા તે ટીવી એકટર અંગદની મુલાકાત કરાવે છે. તેના સિવાય કયુંકી સાસ ભી કભી બહુથી ની જૂની કાસ્ટ નવા કલાકારોનો દર્શકોથી મુલાકાત કરાવે છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ ઝડપથી વાયરલ થઇ રહ્યો છે.

ભાગ્ય લક્ષ્મીના બે એક્ટર કરશે કયુંકી સાસ ભી કભી બહુથી માં કામ

ટીવીનો એક પોપુલર શૉ ભાગ્ય લક્ષ્મીમાં ઋષિ ઓબરોય તરીકે કામ કરનાર રોહિત સુચાંતી પણ કયુંકી સાસ ભી કભી બહુથી ની સિઝન-2માં જોવામાં આવાના છે. તેના સિવાય બીજા એક કલાકાર પણ નવી જનરેશનના રૂપમાં નજર આવાની છે. તેમના ચાહકો તેને લઇ ને ખુબ ઉત્સાહી છે.

આ સ્ટાર કાસ્ટ હશે કયુંકી સાસ ભી કભી બહુ થીમાં સામેલ

કયુંકી સાસ ભી બહુ થી સિઝન-2ના લીડ રોલમાં સ્મૃતિ ઈરાની ઉર્ફે તુલસી વીરાની જોવામાં આવશે. તેના સિવાય હેતન તેજવાની, ગોરી પ્રધાન, કેતીકા દવે, કમાલીકા ગુહા, શક્તિ આનંદ જેવા કલાકારો જોવા માં આવશે, જે તેની પહેલી સિઝનમાં દેખાઈ ચૂકી છે. કયુંકી સાસ ભી કભી બહુ થી સિઝન-2, 29મી જુલાઈના રોજ 10:30 વાગે Star Plus પર ટેલીકાસ્ટ કરવાની છે. તમે તેને Jio Hotstar ઉપર પણ જોઈ શકો છો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now