Home Entertainment Kyunki Saas Bhi Kabhi Bahu Thi 2 Ekta Kapoor Hint Smriti Irani Comeback As Tulsi Virani In Show

ખરેખર? ફરી આવી રહી છે : ક્યુંકી સાસ ભી કભી બહુ થી

ખરેખર? ફરી આવી રહી છે
Published by: OBS Bureau
Last Updated: Apr 10, 2025, 03:45 AM IST

એકતા કપૂરે તેની સિરિયલ 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી' દ્વારા ટેલિવિઝનમાં ક્રાંતિ લાવી હતી. જો કે તે દરમિયાન ઘણા ઉતાર-ચઢાવ હતા અને એક એવી કહાની દર્શાવી હતીજેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ હતો, તેમ છતાં, તે ગૃહિણીઓ, કામ કરતી સ્ત્રીઓ, દાદીઓ અને પરદાદીઓની પ્રિય સિરિયલ હતી. આ સિરિયલમાં સ્મૃતિ ઈરાનીએ ભજવેલું 'તુલસી વિરાણી'નું કેરેક્ટર દરેક ઘરમાં ફેમસ થયું હતું. તે સૌથી લાંબી ચાલતી સિરિયલમાની એક હતી. જેણે આઠ વર્ષ સુધી સૌથી વધુ ટીઆરપી મેળવી હતી. જોકે થોડા સમયથી એવી ચર્ચા ચાલી રહી છે કે એકતા કપૂર જૂની લીડ સાથે બીજી સીઝન બનાવવા જઈ રહી છે. આખરે નિર્માતાઓએ તેની પુષ્ટિ કરી છે.

એકતા કપૂર ફરી લાવી રહી છે 'ક્યૂંકી સાસ ભી કભી બહુ થી'
મીડિયા રિપોર્ટ્સ અનુસાર એકતા કપૂરે ક્યૂંકી સાસ ભી કભી બહુ થીના કમબેકની પુષ્ટિ કરી છે. તેણે માત્ર શોની વાપસીની પુષ્ટિ જ નથી કરી પરંતુ તે પણ જાહેર કર્યું કે બીજી સીઝન 150 એપિસોડ લાંબી હશે. આ પાછળનું કારણ જણાવતા એકતાએ કહ્યું કે જ્યારે ઓરિજિનલ ટીવી શો સમાપ્ત થયો ત્યારે 2000 એપિસોડના આંકડા સુધી પહોંચવા માટે 150 એપિસોડ બાકી હતા. તેમણે કહ્યું, "શો પ્રત્યેના અમારો પ્રેમ 150 એપિસોડ પૂરા કરવા અને તેને 2000 સુધી પહોંચાડવા માટે ફરીથી બધાને એકસાથે લાવવામાં આવ્યા. આ શો તેનો હકદાર છે.

સ્મૃતિ ઈરાની ફરીથી 'તુલસી વિરાણી'નું પાત્ર ભજવશે
આટલું જ નહીં, એકતા કપૂરે વધુમાં જણાવ્યું કે આ શોમાં એક રાજકારણી પણ જોવા મળશે, જે શોમાં સ્મૃતિ ઈરાનીના 'તુલસી વિરાણી' તરીકે પરત ફરવાનો સંકેત આપે છે. એકતાએ કહ્યું, "અમે રાજનીતિને મનોરંજનમાં લાવી રહ્યા છીએ, અથવા વધુ સારી રીતે કહીએ તો, અમે રાજકારણીઓને મનોરંજનમાં લાવી રહ્યા છીએ."

'મિહિર વિરાણી'નું પાત્ર કોણ ભજવશે?
અગાઉ, અહેવાલોએ દાવો કર્યો હતો કે સિરીઝમાં મૂળ કલાકાર અમર ઉપાધ્યાય 'મિહિર વિરાણી' અને સ્મૃતિ ઈરાની 'તુલસી વિરાણી' તરીકે જોવા મળશે. જો કે, એકતાએ આ વાતની પુષ્ટિ કરી નથી કે 'મિહિર'નું પાત્ર કોણ ભજવશે. પરંતુ કેટલાક લોકો કહી રહ્યા છે કે આ અંગે હિતેન તેજવાણી, અમર ઉપાધ્યાય અને રોનિત રોય સાથે વાતચીત ચાલી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now