Home Tech/Gadgets Know Why Gen Z Is Using Keypad Phones Again

ફરી આવ્યો ડબલાં ફોનનો જમાનો : Gen Zને પસંદ આવી રહ્યા છે કી-પેડ વાળા ફોન, શું છે તેનું કારણ?

ફરી આવ્યો ડબલાં ફોનનો જમાનો
Published by: OBS Bureau
Last Updated: Jan 21, 2025, 03:30 AM IST

આજકાલ સ્માર્ટફોનનો જમાવો છે. બજારમાં 5 હજારથી માંડીને 2 લાખના સ્માર્ટ ફોન ઉપલબ્ધ છે. હવેની પેઢી Gen Z સ્માર્ટ ફોનને છોડીને કીપેડ વાળા ફોનનો ઉપયોગ કરવા લાગી છે. કીપેડ ફોનને ડમ્બ ફોન પણ કહેવામાં આવે છે. આજના સમયમાં, ટેકનોલોજી દિવસેને દિવસે આગળ વધી રહી છે. બજારમાં વધુને વધુ ફોન આવી રહ્યા છે. આ ફોન નવીનતમ સુવિધાઓથી સજ્જ છે. આવી સ્થિતિમાં, લોકો સ્માર્ટફોન છોડીને કીપેડ ફોન કેમ પસંદ કરી રહ્યા છે? ચાલો જાણીએ કે આવું કેમ થઈ રહ્યું છે.

એક અહેવાલ પ્રમાણે Gen Z દિવસના લગભ 7.2 કલાક ફોન પર વિતાવે છે. વોચ ટાઈમ વધુ હોવાના કારણે લોકો સ્માર્ટફોનના કારણે હવે કીપેડ વાળા ફોનને પસંદ કરે છે.સ્માર્ટફોનને કારણે કનેક્ટિવિટી સરળ બની છે. લોકો તેમના મિત્રો સાથે 24 કલાક સરળતાથી જોડાઈ શકે છે. ફોનનો વધુ પડતો ઉપયોગ લોકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને અસર કરે છે.

સ્માર્ટફોન્સ પર સતત અલગ અલગ એપ્સના નોટિફિકેશન્સ આવતા રહે છે. સાથે જ સોશિયલ મીડિયા પર પણ લોકો પાસે મેસેજ હોય છે. જેનાથી લોકો ડિસ્ટ્રેક્ટ થાય છે અને તેમના કામ પર ધ્યાન નથી આપી શકતા.લોકો પોતાની ગોપનીયતા વિશે વધુ ચિંતિત છે. આજના સમયમાં ડેટા લીકના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે. તેથી, લોકોનો ડેટા લીક થવાનું જોખમ રહેલું છે. સ્માર્ટફોન્સ પર લોકોનો વધુ સમય તો રીલ્સ જોવામાં જાય છે. એટલે તેઓ સમયનો સદુપયોગ નથી કરી શકતા. એટલે લોકો કીપેડ વાળા ફોનનો ઉપયોગ કરે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now