Home Automobile Know Which Car To Buy From Tata Tiago And Maruti Alto K10 With A Salary Of 30 Thousand

Tata Tiago અને Maruti Alto K10 માંથી કઈ કાર ખરીદવી જોઈએ? : જાણો ₹30 હજારના પગારમાં કઈ લેવાય!

Tata Tiago અને Maruti Alto K10 માંથી કઈ કાર ખરીદવી જોઈએ?
Published by: OBS Bureau
Last Updated: Mar 07, 2026, 08:57 AM IST

Maruti Alto K10 or Tata Tiago : દરેક વ્યક્તિનું સપનું હોય છે કે તેની પાસે પોતાની એક કાર હોય. ઘણા લોકોને લાગે છે કે, કાર ખરીદવા માટે લાખોનો પગાર હોવો જરૂરી છે, પણ એવું નથી. જો તમારો માસિક પગાર ₹30,000 છે, તો પણ તમે આરામથી નવી કારના માલિક બની શકો છો. ભારતીય બજારમાં Maruti Alto K10 અને Tata Tiago એવા બે શાનદાર ઓપ્શન છે, જે બજેટમાં હોવાની સાથે સુરક્ષિત અને ફીચર્સથી ભરપૂર પણ છે. જાણો તમારા માટે કઈ કાર શ્રેષ્ઠ રહેશે.

મારુતિ અલ્ટો K10 : માઇલેજ અને બજેટ ફ્રેન્ડલી

મારુતિ સુઝુકીની અલ્ટો K10 એવા લોકો માટે બેસ્ટ છે જેમને ઓછી કિંમતમાં વધુ માઇલેજ જોઈએ છે. આ કાર પેટ્રોલ અને CNG બંને ઓપ્શનમાં આવે છે. તેમાં K10 C એન્જિન છે, જે સીટી ડ્રાઇવિંગ માટે ખૂબ જ પાવરફુલ છે. સુરક્ષાની વાત કરીએ તો કંપનીએ હવે તેને 6 એરબેગ્સ સાથે અપડેટ કરી છે. આ કારની એક્સ-શોરૂમ કિંમત ₹3,69,900 થી શરૂ થાય છે, જે તેને સૌથી સસ્તો અને ભરોસાપાત્ર વિકલ્પ બનાવે છે. ટેક્સ અને ઇન્સ્યોરન્સને ઉમેરતા કારની ઓન-રોડ કિંમત આશરે ₹4,24,674 થાય છે.

ટાટા ટિયાગો : મજબૂતી અને લક્ઝરીનું કોમ્બિનેશન

જો તમે સુરક્ષા (Safety) અને થોડી વધુ પ્રીમિયમ ફીલ ઈચ્છો છો, તો ટાટા ટિયાગો તમારા માટે શ્રેષ્ઠ છે. તેના બેઝ મોડલની એક્સશોરૂમ કિંમત ₹4,57,490 થી શરૂ થાય છે. આ કારમાં ડ્યુઅલ એરબેગ્સ અને ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી પ્રોગ્રામ (ESP) જેવા સેફ્ટી ફીચર્સ મળે છે. ટિયાગોના માર્કેટમાં કુલ 17 વેરિઅન્ટ ઉપલબ્ધ છે, જે તમને તમારી પસંદગી મુજબની સુવિધા પસંદ કરવાની મંજૂરી આપે છે. ટેક્સ અને ઇન્સ્યોરન્સને ઉમેરતા કારની ઓન-રોડ કિંમત આશરે ₹5,27,842 થાય છે.

લોન અને EMI ની સરળતા

₹30,000 ના પગારમાં આ કાર ખરીદવી ખૂબ જ સરળ છે. મારુતિ અલ્ટો K10 જેવા મોડલ પર તમને આશરે ₹3,69,900 સુધીની લોન મળી શકે છે. ટાટા ટિયાગોના મોડલ પર તમને આશરે ₹4,57,490 સુધીની લોન મળી શકે છે. તમે તમારી બચત મુજબ ડાઉન પેમેન્ટ ભરીને બાકીની રકમના હપ્તા (EMI) કરાવી શકો છો. આનાથી તમારા માસિક બજેટ પર વધુ ભાર પણ નહીં પડે અને તમે નવી ગાડીનો આનંદ પણ માણી શકશો.

કઈ કાર ખરીદવી?

જો તમારો મુખ્ય ઉદ્દેશ્ય ઓછું મેન્ટેનન્સ અને વધુ માઇલેજ છે, તો Maruti Alto K10 પસંદ કરવી જોઈએ. પરંતુ, જો તમે મજબૂત બોડી અને સારા સેફ્ટી ફીચર્સ ધરાવતી કાર શોધી રહ્યા છો, તો Tata Tiago એક શાનદાર પસંદગી સાબિત થશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now