Home Gujarat Know These Things While Visiting The Statue Of Unity

સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા પહેલા આ ખાસી જાણી લો : પ્રજાસત્તાક પર્વને લઈ પ્રક્લ્પો ખુલ્લા રાખવા અંગે લેવાયો મોટો નિર્ણય

સ્ટેચ્યુ ઓફ યુનિટી ફરવા જતા પહેલા આ ખાસી જાણી લો
Published by: OBS Bureau
Last Updated: Dec 29, 2025, 09:56 AM IST

Statue of Unity : વિશ્વભરના પ્રવાસીઓ માટે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસ માટે પ્રથમ પસંદગીનું સ્થળ બન્યુ છે,SoUADTGAના ચેરમેન મુકેશ પુરી અને મુખ્ય કારોબારી અધિકારી અમિત અરોરા દ્વારા જે-તે સોમવારે તહેવાર હોય તે દિવસે પ્રવાસીઓની માંગણીને ધ્યાને લઇને સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રકલ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે તે મુજબ તા. 26/01/2026ના રોજ પ્રજાસત્તાક દિવસ નિમિત્તે સોમવારે પણ સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિતના પ્રક્લ્પો પ્રવાસીઓ માટે ખુલ્લા રહેશે,તેમજ મેઇન્ટેનન્સ કાર્ય માટે તા.27/01/2026 ના રોજ તમામ પ્રકલ્પો પ્રવાસીઓ માટે બંધ રહેશે.

પ્રજાસત્તાક પર્વને લઇને દ્વારા વ્યાપક હિતમાં નિર્ણય

અત્રે ઉલ્લેખનીય છે કે,સામાન્ય રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને અન્ય પ્રવાસીય પ્રક્લ્પો પ્રતિ સોમવારે સાપ્તાહિક મેઇટેનન્સ કાર્ય માટે બંધ રાખવામાં આવે છે.સોમવારે ઉજવવામાં આવતા તહેવારો નિમિત્તે પ્રવાસીઓ માટે તમામ પ્રક્લ્પો ખુલ્લા રાખવાના નિર્ણયને આ અગાઉ ખુબ સારો પ્રતિસાદ મળ્યો હતો, અને SoUADTGA ના આ નિર્ણયને કારણે પ્રવાસીઓને શનિવાર,રવિવાર, સોમવારના મિનિ વેકેશનનો લાભ મળે છે.

26મી એ ચાલું અને 27મી એ બંધ

આ અંગે વધુ માહિતી આપતા સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તાર વિકાસ અને પ્રવાસન નિયમન સત્તામંડળના અધિક કલેકટર ગોપાલ બામણીયાએ જણાવ્યું હતું કે, રાજય સરકાર દ્વારા પ્રજાસત્તાક દિવસે રજાની જાહેરાત કરી છે આ રજામાં પ્રવાસીઓને તમામ પ્રકલ્પોની મુલાકાત કરવા મળે તે હેતુથી તા. 26/01/2026, પ્રજાસત્તાક દિવસે તમામ પ્રકલ્પો ખુલ્લા રાખવા વ્યાપક હિતમાં નિર્ણય લેવાયો છે જેથી પ્રવાસીઓને મિની વેકેશનનો લાભ મળી શકે. પ્રવાસીઓને પણ સત્તામંડળ તરફથી અપીલ છે કે, ઉપરોકત દિવસ દરમ્યાન પ્રવાસ માટે પોતાની ટિકિટ અમારી એકમાત્ર અધિકૃત વેબસાઈટ www.soutickets.in થી બુક કરાવે અને રજા જાહેર કરાયેલ તા.27/01/2026,મંગળવારે પોતાના પ્રવાસનું આયોજન ન કરે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now